CATEGORIES
Categories
કિતને ફૂલ હૈ હમ...
આવતી કાલથી ગુજરાતમાં દારૂબંધી ખતમ...
કોરોનાને કાબૂમાં રાખવાની ફરજ કોની?
આ યોગાનુયોગ જુઓ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઈ એવા કોરોનાના કેસ ઘટવા માંડ્યા. અમદાવાદ જેવા મહાનગરમાં માર્ગો પર કોરોનાનું ઝડપથી મફત ટેસ્ટિંગ કરતા ટેન્ટ પણ રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા. સોસાયટીના હોદ્દેદારો, ગામના અગ્રણીઓને ચૂંટણીમાં વોટિંગ માટે મનાવવા મીટિંગ ગોઠવાવા લાગી, ચૂંટણીની રેલીઓ થઈ અને સરધસો પણ નીકળ્યાં. ખેર, પછી વોટિંગ થયું અને પરિણામ પણ આવી ગયાં.
અહીં નાનાં વૃક્ષમાં ઊગે છે તોતિંગ ફળ...
બહુ કાળજીથી ઉછેરેલી આંબાવાડીઓમાં આજે આમ્રમંજરીઓની વચ્ચે દેખાતી નાની કેરી એપ્રિલનો આકરો તડકો પીને મે મહિનાની શરૂઆતથી ખાવા યોગ્ય થતી જશે. આ કેરી એટલે અડધો–એક કિલો કે એથીય વધુ વજનની જમ્બો કેસર કેરી. દક્ષિણ ગુજરાતના એક પિતા-પુત્રની વાડીમાં જે રીતે એની કાળજી લેવાઈ છે એ બહુ ખાસ છે.
અગ્નિ દેવને આહવાન આપતું રાળદર્શનનું પર્વ
રંગપર્વ હોળી-ધુળેટીનું પર્વ હવે નજીક જ છે.
હજી તો નાટકની શરૂઆત થઈ છે...
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને એમાં સૌથી રસપ્રદ પ્રકરણ લખાવાનું છે પશ્ચિમ બંગાળમાં. તેજ દિમાગી અને વીફરેલી વાઘણ જેવાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આવનારા દિવસોમાં શું થવાનું છે એનું ટ્રેલર રજૂ કરી દીધું છે.
સોનામાં રોકાણ...હવે કેટલું ફાયદાકારક?
વર્ષો સદીઓથી ભારતના દરેક ઘરમાં સોના-ચાંદીની ખરીદીનું આકર્ષણ છે. મુસીબતમાં તારણ બનતાં સોના-ચાંદીના ભાવ અને ભાવિ સ્થિતિનું વિહંગાવલોકન.
શું ચાલે છે જેલની અંદર? એની ખબર આ રીતે બહાર આવે છે!
રાજ્ય સરકાર કે કેન્દ્રની સરકારની માલિકીની ખાલી પડેલી જગ્યા કે એની ફરતેની દીવાલોની આસપાસ ગંદકીના ઢગલા, ગેરકાયદે બાંધકામ કે જાહેરાતનાં પાટિયાં કે પોસ્ટર્સ જોવા મળે તો ક્યાંક ખૂમચા, લારી-ગલ્લા ને ખાનાબદોશ લોકોએ જગ્યા રોકી લીધી હોય.
સલાહમાંથી સર્જન
થોડા દિવસ પહેલાંની વાત છે. વિડિયોગ્રાફર અનિલભાઈએ અમદાવાદના કસ્ટમ્સ અધિકારી રમેશ ચૌહાણને કહ્યું “મારા એક પરિચિતને નકલી વિઝાની શંકાથી એક અધિકારીએ પકડ્યા છે, પરંતુ એમના વિઝા નકલી નથી. તમે હેલ્પ કરશો? રમેશભાઈએ કહ્યું: ‘જો વિઝા નકલી હશે તો તમે અહીં ખોટી જગ્યાએ આવ્યા છો. હું બચાવી નહીં શકું, પરંતુ ટેક્નિકલ ગૂંચ હશે તો હું મદદ કરીશ.” બાદમાં રમેશભાઈના પ્રયત્નથી પેલા ભાઈ છૂટી ગયા એટલે અનિલભાઈ ફરીથી રમેશભાઈને મળ્યા. પહેલી વાર મદદ અને બીજી વાર ઑફર માટે મળ્યા.
મંદિર-મસ્જિદ વિવાદ: શાંત ચિત્તે મામલો ઉકેલો...
આ મામલો અતિ સંવેદનશીલ છે અથવા તો કહો કે બાબરી મસ્જિદના ધ્વંસ પછી દેશમાં જે કોમી માહોલ જામ્યો છે એને લીધે મામલો વધુ સ્ફોટક બન્યો છે.
પાકિસ્તાનને આટલો પ્રેમ કેમ ઊભરાઈ આવ્યો?
કોરોનાની બીમારીના વધતા કિસ્સા અને બંગાળ સહિતનાં રાજ્યોની ચૂંટણીનાં ગાજવાજાં વચ્ચે જમ્મુ-કશ્મીર સરહદે અચાનક છવાઈ ગયેલી શાંતિનો અવાજ દબાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં બીજા જ દિવસથી જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણરેખા (લાઈન ઑફ કન્ટ્રોલ) પર યુદ્ધબંધી પાળવાની ઘોષણા કરવામાં આવી.
તમે બંધારણ વાંચ્યું છે?
લોડાઉનમાં દેશમાં અનેક શુભ પ્રસંગ મુલતવી રહેલા. હવે મોટા ભાગના વિસ્તારમાં લોકડાઉનથી લોકોને મુક્તિ મળી છે એ જોતાં કેટલાક લોકોએ ઘરના પ્રસંગની ઉજવણી શરૂ કરી છે.
ટચસ્ક્રીનમાં સમાતી દુનિયા
ટેક્નોલોજી ગિગા સ્પીડમાં વિસ્તરી રહી છે. હજી સવારે ઊઠીએ તો ઘરમંદિરમાં સ્થાપિત ભગવાન તો એવા ને એવા જ હોય, પણ ટેક્નોલૉજીના દેવ અપગ્રેડ થઈ ગયા હોય.
કચરો મોંઘો પડ્યો
અમદાવાદના બોપલ વિસ્તારના એક બંગલામાં ઘણાં વૃક્ષો છે. જો કે ત્યાં સૂકાં પાંદડાં અને કચરો બાળે ત્યારે અમુક પડોશીઓ ધુમાડાથી પરેશાન થતા. એમાંનો એક છે દેસાઈપરિવાર, પુષ્ટિમાર્ગી દેસાઈપરિવારે બંગલામાં યોગ્ય રીતે સફાઈ કરવા અને કચરો ન બાળવા માટે બંગલાના રખેવાળને સમજાવ્યા.
પશુ-પંખીની સેવાનો સંગ
વાપી શહેરની એક બહુમાળી ઈમારતની અગાસી પર થોડા દિવસ પહેલાં એક યુગલ શીતલ અને નીલેશ રાયચુરાએ કુતવાસી દસ વર્ષો જોકરના બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું સાઠેક બાળકોએ જોકરને હેપ્પી બર્થ ડે.. કહ્યું. કેક કટિંગ બાદ બાળકોએ ભોજન લીધું. જો કે જોકરે તો એકલા બેસીને જુદું ભોજન લીધું.
ત્રણ મહિનાના બાળકને બચાવવા હજારો લોકો મેદાને
રાજકોટના જુદા જુદા માર્ગ પર કે હાઈ-વે પર અત્યારે કેટલાક લોકો ફાળો ઉઘરાવતા નજરે પડી રહ્યા છે. હાથમાં ડબ્બો કે થાળી છે. કોઈ દસ રૂપિયા આપે છે તો કોઈ પ૦૦ની નોટ પણ ડબ્બામાં નાખે છે.
એક માયાવી પ્રાણીની શોધમાં...
પહેલાં તો એ ઝટ જોવા મળે નહીં અને ક્યારેક એવું બને કે આંખ સામે હોય તો પણ દેખાય નહીં. એને કેમેરામાં પકડવા તો એથીય વધુ મુશ્કેલ. આ પ્રાણી એટલે હિમાલયની ઉત્તુંગ પહાડીઓ પર વસતા સ્નો લેપર્ડ. દુનિયાભરના તસવીરકારો જ્વલ્લે જ નજરે પડતા સ્નો લેપર્ડને ‘શોધવા મહિનાઓના મહિના વિતાવે છે. સુરતના જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઈ પણ સ્નો લેપર્ડની પાછળ હિમાલયમાં રીતસર રખડે છે. બરફમાં આપણું શરીર થીજી જાય એમ એમની આ અલગારી રખડપટ્ટીનું પરિણામ પણ આપણી આંખ સામે થીજી જાય એવું છે...
ક્યાં ક્યાં અડે છે આ કેસના છેડા?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી વિસ્ફોટક પદાર્થ સાથેની કાર મળી આવવાના કેસની તપાસ કોઈ નક્કર દિશામાં જવાને બદલે કેસના પહેલા તપાસનીશ અધિકારીની ધરપકડ સાથે જાણે ભળતી દિશા તરફ જઈ રહી હોય એમ લાગે છે. સચીન વઝ નામના એ ઑફિસરને વરદી જેટલું જ લેણું વિવાદ સાથે છે.
આનંદ કભી મરતા નહી...આનંદ કી યાદ ભી કભી મરતી નહી...
વેક્સિનની વાટ જોતો રઘુ ગયા અઠવાડિયે ડરતાં ડરતાં થિયેટરમાં જઈને રુહી જોઈ આવ્યો, પણ એ અનુભવ (ખાસ કરીને ફિલ્મો યાદ કરતાં એની રૂહ કંપી ઊઠે છે...
NSEL: નાના દાવેદારોને પેમેન્ટ મળવામાં અવરોધ કેમ?
'એનએસઈએલ'ની નાણાકીય કટોકટીનું પ્રકરણ સાત વરસ બાદ એના અંત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે નાના ટ્રેડર્સ-ઈન્વેસ્ટર્સને તાત્કાલિક પેમેન્ટ મળી શકે એવો આદેશ બહાર પાડીને શરૂઆત કરી છે, પણ...
હમ આપ કે સાથ હૈ
ગુજરાતભરમાં ક્રિકેટ ફીવર હંમેશાં છવાયેલો રહે છે. હવે મોટેરા-અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું નવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા પછી દરેક ગુજરાતી ક્રિકેટરની ખ્વાહીશ હોય: હું એક દિવસ આ સ્ટેડિયમમાં રમીશ.
સમસ્યા છે... ઉકેલ એક!
એક તરફ છે વિકરાળ ભૂખમરો, જે કોરોના જેવી મહામારી પછી ઔર વકરવાનો છે તો બીજી બાજુ છે અનાજ અને રાંધેલાં ધાન્યનો શરમજનક વેડફાટ. આ આપત્તિનું નિરાકરણ મહદંશે શક્ય છે અને એની શરૂઆત આપણા ઘરથી જ કરવાની છે.
સસ્તી પબ્લિસિટીના સ્ટન્ટ...
આજકાલ ફિલ્મો ઝાઝી રિલીઝ નથી થઈ રહી, પણ ફિલ્મ કરતાંય વધુ મનોરંજન (બીજું શું?) સિનેમાવાળાઓનાં વાસ્તવિક જીવનમાંથી મળી રહ્યું છે. આ જુઓની, ફરી એક વાર સામસામી શમશેર ખેંચાઈ ગઈ છે. સામસામી સેના ગોશ્વાઈ ગઈ છે. હા, બોલીવૂડ અત્યારે રીતસરનું બે છાવણીમાં વહેંચાઈ ગયું છે. તાપસી પનૂની તરફેણવાળા અને કંગના નોટની તરફેણવાળા. ઑલરાઈટ ઑલરાઈટ, જેમને આ આખી વાતની ખબર નથી એમને માટે જરા ફ્લેશ-બૅકઃ
વ્યક્તિ એક... પ્રવૃત્તિ અનેક
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી, કોંગ્રેસના મોટા ગજાના રાજકારણી સુશીલકુમાર શિંદે, એક્ટર અસરાની અને હેમરાજ વીરમ શાહને સાંકળતી એક કોમન કડી કઈ? જવાબઃ આ સૌનો જન્મ ૧૯૪૧માં થયો. હેમરાજભાઈનો જન્મ કચ્છના વાગડ પ્રદેશના સામખિયારીમાં. વધુ અભ્યાસાર્થે કચ્છથી મુંબઈ આવીને એમણે સાડા ચાર દાયકા કરતાં વધુ સમયથી અનેકવિધ પ્રવૃત્તિ કરી. એમાંની થોડીક પર એક નજર:
વહાલમ, વેક્સિન લઈ લો ને...
એક તરફ દેશભરમાં કોરોના સામેની લડાઈ અસરકારક રસીના ડોઝથી લક્વામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રસી વિશે જાતજાતની શંકા-કુશંકા સેવવામાં આવી રહી છે. ચાલો, સમજીએ ડોઝ લેવા જવા વિશેની કડાકૂટથી લઈને એ લેવી કે ન લેવી’નાં સારાનરસાં પાસાં...
લગ્નતિથિની ગીતામય ઉજવણી...
લગનની વર્ષગાંઠ લોકો સગાંસંબંધીઓ સાથે અલગ અલગ રીતે ઊજવતા હોય છે. કોઈ યુગલ મેરેજ ઍનિવર્સરી ઊજવવા બહારગામ ફરવા જાય તો કોઈક વળી ડેસ્ટિનેશન વેડિંગની જેમ હવે પરિવારજનો કે મિત્રોને કોઈ મસ્તમજાની જગ્યાએ લઈ જઈ ડિસ્ટિનેશન એનિવર્સરી સેલિબ્રેશન મનાવે છે. જો કે અંજાર-કચ્છનાં એક દંપતીએ પોતાના લગ્નજીવનની ૪૦મી વર્ષગાંઠ પરમાર્થના ઉદ્દેશથી અધ્યાત્મભાવે ઊજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મંગળ પર પહોંચ્યા મોદી સાહેબ...
ચોંકી ગયાને આ હેડિંગ વાંચીને? પણ આ સાચું છે. યાદ છે, તાજેતરમાં ચાંદલાવાળાં ડૉ. સ્વાતિ મોહન અમેરિકી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા-નાસાના મંગળ મિશનના સંદર્ભમાં દેશ-દુનિયામાં ગાજ્યાં? અવકાશી ક્ષેત્રે સંશોધન કરતી અમેરિકાની સરકારી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના આ મિશનનો હેતુ હતો. આપણા પડોશી ગ્રહ મંગળ પર જીવન શક્ય છે કે કેમ એ ચકાસવાનો તથા ત્યાં કેવાક પ્રશ્ન છે અને એ પ્રશ્નનાં નિરાકરણ કેવી રીતે લાવી શકાય એ શોધવાનો.
દીકરી બની પ્રેરણાનું ઝરણું
સુગંધી ફૂલ અને ફોટોગ્રાફ્સની દીવાની એવી આ યુવતી પરણીને ઘર-બચ્ચાંવના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ, પણ ટબૂકડી પુત્રીએ એનો શોખ જીવતો કરવા સાથે ખુશબોદાર વ્યવસાયનો રસ્તો પણ દેખાડ્યો!
રામમંદિરના દાતાઓનાં ઘરમાં શોભશે કચ્છમાં બનેલી કળાકૃતિ
અયોધ્યામાં સર્જાઈ રહેલા ભવ્ય-દિવ્ય રામમંદિર માટે દેશની જનતા પાસેથી દાન ઉઘરાવવાનું કામ દેશભરમાં ચાલી રહ્યું છે.
પ્લાનિંગ વગરનું ટાઉન પ્લાનિંગ...
અમદાવાદ શહેર સાબરમતી નદીની બન્ને તરફ બસ્સો ફૂટ રિંગ રોડ સુધી એકદમ ઝડપથી વિકસી રહ્યું છે. જો કે હવે તો અમદાવાદના કેટલાક વિસ્તાર ગાંધીનગરને પણ અડી ગયા છે. સ્માર્ટ સિટી તરફ દોટ મૂકી રહેલા અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળી ગયો. જો કે વિકાસની આ ગતિમાં ક્યાંક વેડફાટ ઊડીને આંખે વળગે છે.
પેટ્રોલ-ડીઝલ પર ડિસ્કાઉન્ટ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ રોજબરોજ વધ-ઘટ (આમ તો વધારો જ!) થયા કરે છે. જો કે અમદાવાદના એક પેટ્રોલ પંપ સંચાલકે સ્વેચ્છાએ અગિયારેક મહિનાથી અમુક લોકોને ડીઝલ અને પેટ્રોલ પર લિટરદીઠ બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની નવતર સેવા કરે છે. સેવા શબ્દ એ માટે કે એ કોરોના વોરિયરને ડિસ્કાઉન્ટ આપે છે.