ઠંડીની ઋતુ એટલે સારું ખાવાનું અને અનેક તહેવાર, તેથી ભારતમાં લોકો આખું વર્ષ શિયાળાની રાહ જોતા હોય છે. ગરમાગરમ સ્નેક્સ અને મીઠાઈની મજા ની લેવાની આ ઋતુ બધાને ગમે છે. ઠંડી પોતાની ને સાથે વર્ષના અનેક મોટા તહેવાર, મોજમસ્તી, મિત્રો અને પરિવારજનો સાથે ઉજવાતા ઉત્સવ લઈને આવે છે. આ જ ઋતુ છે, જેમાં આપણા દિલની સંવેદના વધે છે.
ઠંડીની ઋતુમાં ઉષ્ણતામાનમાં થતો ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરે છે, તેમાં પણ ખાસ તો હૃદય પર. તેનાથી હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ફ્લૂ વગેરેનું જોખમ વધે છે. હૃદય અને સર્ક્યુલેટરી સિસ્ટમ પર ઠંડીની ઋતુની અસર થઈ શકે.
આ સિવાય ઠંડીમાં લોકોની સક્રિયતા ઓછી હોય છે. આરામ કરવા માટે અને શરીરને ગરમ રાખવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પછી તેની એ અસર થાય છે કે શરીરને જેટલી કસરતની જરૂર હોય છે તેટલી આ ઋતુમાં નથી મળતી.
ઉષ્ણતામાનમાં પરિવર્તનનાં લીધે શરીરમાં ફિઝિયોલોજિકલ બદલાવ આવે છે, તેથી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ બાયોલોજિકલ હોય છે. સિપેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેથી રક્તવાહિની સંકોચાઈ જાય છે અને હૃદયને લોહીની આપૂર્તિ ઘટી જાય છે, જેનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટએટેક તથા સ્ટ્રોકનું જોખમ વધે છે.
ઠંડીમાં કોરોનરી ધમની સંકોચાઈ જાય છે, જેનાથી કોરોનરી હૃદયરોગના લીધે છાતીમાં દુખાવો વધી શકે છે. એક તરફ શરીરના ઉષ્ણતામાનને સ્થિર રાખવા હૃદયે વધારાની મહેનત કરવી પડે છે જ્યારે બીજી તરફ ઠંડી હવા હૃદયની આ મહેનતને વધારે મુશ્કેલ બનાવે છે, કારણ કે ઠંડી હવાના લીધે શરીરની ગરમી ઝડપથી ઓછી થવા લાગે છે. જો તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૫ ડિગ્રીથી નીચે જાય તો હાઈપોથર્મિયા હૃદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતમાં ઠંડીની મોસમ એટલે અનેક તહેવારની મોસમ, રજા, ઉત્સવો, વિભિન્ન ભોજન અને ઓછી ઊંઘ લેવી. જોકે આ બધાથી હૃદય પર વધારે દબાણ આવે છે. રજાઓ અને તહેવાર ઈમોશનલ રિસ્પોન્સિસને પણ વધારી શકે છે. જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો હૃદયની તાણ વધી શકે છે. ઠંડીની મોસમમાં ભાવનાત્મક તાણ, જેને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે તે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધારી શકે છે અને તેનાથી હાર્ટએટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
この記事は Grihshobha - Gujarati の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の January 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...