ભલે ને સાસુવહુના સંબંધને ૩૬નો આંકડો કહેવાતો હોય પણ હકીકત એ પણ છે કે એક ખુશહાલ પરિવારનો આધાર સાસુવહુની વચ્ચે પરસ્પર તાલમેલ અને એકબીજાને સમજવાની કલા પર નિર્ભર કરે છે.
એક યુવતી જ્યારે લગ્ન કરીને કોઈ ઘરની વહુ બને છે ત્યારે સૌથી પહેલાં પોતાની સાસુની હુકૂમતનો સામનો કરવો પડે છે. સાસુ વર્ષોથી જે ઘરને ચલાવી રહી હોય છે. તેને એકદમ વહુના હવાલે નથી કરી શકતી. તે ઈચ્છે છે કે વહુ તેમને માન આપે, તેમના પ્રમાણે ચાલે.
આ સ્થિતિમાં જો વહુ વ્યવસાયી હોય તો તેના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે તે પોતાની કમાણી પોતાની પાસે રાખે અથવા તો સાસુના હાથ પર? વાત માત્ર સાસુના માનની જ નથી હોતી વહુનું માન પણ મહત્ત્વનું છે. તેથી કોઈપણ નિર્ણય લેતાં પહેલાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વહુ કમાણી સાસુના હાથ પર ક્યારે મૂકે
સાસુ જ્યારે મજબૂર :
જો સાસુ હોય એકલા છે અને સસરા જીવિત નથી તો આ સ્થિતિમાં એક વહુ જો પોતાની કમાણી સાસુને સોંપે છે તો સાસુ તેનાથી પોતાનાપણું અનુભવવા લાગે છે. પતિના ન હોવાના લીધે સાસુએ એવા અનેક ખર્ચ રોકવા પડે છે જે જરૂરી હોવા છતાં પૈસાની સંકડામણના લીધે નથી કરી શકતા. પુત્ર ભલે ને પોતાના રૂપિયા ખર્ચ માટે આપતો હોય પણ કેટલાક ખર્ચ એવા હોઈ શકે છે જેના માટે વહુની કમાણીની પણ જરૂર પડી શકે છે. આ સ્થિતિમાં સાસુને કમાણી આપીને વહુ પરિવારની શાંતિ જાળવી શકે છે.
સાસુ અથવા ઘરમાં કોઈ અન્યના બીમાર થવાની સ્થિતિમાં :
જો સાસુની તબિયત ખરાબ રહે છે અને ઈલાજ પર ખૂબ રૂપિયા થાય છે તો વહુની ફરજ છે કે તે પોતાની કમાણી સાસુના હાથમાં મૂકીને તેમને ઈલાજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ કરો.
પોતાની પહેલી કમાણી :
જે રીતે એક યુવતી પોતાની પહેલી કમાણીને માતાપિતાના હાથમાં મૂકીને ખુશ થાય છે તે જ રીતે જો તમે વહુ છો તો તમારી પહેલી કમાણી સાસુના હાથમાં મૂકીને તેમના આશીર્વાદ લેવાની તક ન ચૂકો.
જો તમારી સફળતાનું કારણ સાસુ છે સાસુના પ્રોત્સાહનથી તમે અભ્યાસ કર્યો અથવા કોઈ હુન્નર શીખીને નોકરી મેળવી છે એટલે કે તમારી સફળતામાં તમારા સાસુનું પ્રોત્સાહન અને પ્રયાસ છે તો પછી તમારી કમાણી તેમને આપીને કૃતજ્ઞતા જરૂર વ્યક્ત કરો. સાસુની ભીંજાયેલી આંખોમાં છૂપા પ્રેમનો અહેસાસ કરીને તમે નવા જોશથી તમારા કામમાં લાગી જાઓ.
この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の May 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...
જાણીઅજાણી
એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...
જિમ જવું કેટલું જરૂરી
તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...
સૌંદર્ય સમસ્યા
જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...