આપણું નાનકડું હૃદય આપણા શરીરનો ઊર્જા સ્રોત છે. હૃદય કામ કરી રહ્યું છે તો આપણે જિંદગી જીવી રહ્યા છીએ. આપણું હૃદય લગભગ રોજ ૧ લાખ ૧૫ હજાર વાર ધબકે છે અને લગભગ ૨ હજાર ગેલન રક્ત પંપ કરે છે. જે દિવસે આ હૃદયમાં તકલીફ શરૂ થઈ તો તકલીફ તમને જ થશે. આપણા દેશમાં થતા મૃત્યુનું મુખ્ય કારણ હૃદય સંબંધિત બીમારી જ છે. હૃદયરોગના લીધે માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં મૃત્યુના આંકડામાં ૩૪ ટકાનો વધારો થયો છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
હૃદયની તંદુરસ્તી તમારા મગજ, તમારી ખાણીપીણી અને જીવનશૈલી સાથે જોડાયેલી હોય છે. તમે શું વિચારો છો, શું ખાઓ છો અને કેવી રીતે જીવો છો આ બધાની સીધી અસર હૃદયની હેલ્થ પર થાય છે.
આવો જાણીએ, હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય :
સક્રિયતા જરૂરી
એક નિષ્ક્રિય જીવનશૈલી જીવવાનો અર્થ છે પોતાના હૃદયની હેલ્થ જોખમમાં મૂકવી, તેથી આળસ છોડીને દોડો, વોક કરો, સાઈક્લિંગ અને સ્વિમિંગ કરો. જિમ જવું જરૂરી નથી, પણ શરીરને થાક લાગવો અને પરસેવો થવો જરૂરી છે. કોઈ પણ એવી એક્ટિવિટી, જેમાં તમારા પૂરા શરીરની એક્સર્સાઈઝ થાય. નિયમિત એક્સર્સાઈઝ કરવાથી હૃદયની બીમારીનું જોખમ ઓછું રહે છે.
ધૂમ્રપાન ન કરો
તમે સ્વયંને હૃદયરોગથી દૂર રાખવા માંગો છો તો જરૂરી છે કે આજે જ ધૂમ્રપાન બંધ કરો. ધૂમ્રપાન અને તમાકુનું સેવન કોરોનરી હૃદયરોગ થવાના સૌથી મોટા કારણમાંથી એક છે. તમાકુ રક્તવાહિની અને હૃદયને મોટું નુકસાન પહોંચાડે છે, તેથી જો તમારે હૃદયને સ્વસ્થ રાખવું છે તો આજે જ ધૂમ્રપાન છોડી દો.
વજન કંટ્રોલમાં રાખો
વધારે વજન હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે, તેથી રોજ એક્સર્સાઈઝ કરવી અને સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. સ્થૂળતાના લીધે હૃદયની સમસ્યા વધારે થાય છે.
જીવન ખુશનુમા જીવો
જીવન સામે ફરિયાદ ઓછી કરો અને ખૂલીને જીવવાનો પ્રયાસ વધારે કરો. રોજિંદા જીવનમાં નાનીનાની વસ્તુનો આનંદ માણો. તેનાથી હૃદય પણ ખુશ રહેશે અને તમે પણ. હસતા રહો. સંગીત સાંભળો, પુસ્તકો વાંચો, મિત્રો અને બાળકો સાથે સમય વિતાવો.
શરીરમાં ઓક્સિજનનું વધારે પહોંચે તે માટે ઊંડા શ્વાસ લો. આ તમામ ટેવ તાણને ઓછી કરવામાં મદદ કરશે અને તમને હૃદયની બીમારીથી દૂર રાખશે.
この記事は Grihshobha - Gujarati の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...
જાણીઅજાણી
એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...
જિમ જવું કેટલું જરૂરી
તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...
સૌંદર્ય સમસ્યા
જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...