ઉતારવું તો પડશે જ...
Chitralekha Gujarati|April 15, 2024
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
સુષમા શેઠ
ઉતારવું તો પડશે જ...

ગીતાબહેને નવાં વસ્ત્રો પહેરી અરીસામાં નજર કરી. માંડ ચડેલી ફિટોફિટ કુરતીમાં પોતાને જોઈ એમને આઘાત લાગ્યો. શરીરે સોજા ચડ્યા કે પછી કમરનો ઘેરાવો વધી ગયો કે પછી કુરતી ધોવાઈને ચડી ગઈ? આજકાલ સાવ હલકું કાપડ આવે છે. ફૂલીને ફાલેલી કમર ફાટ ફાટ થતી જોઈને એ વિચારે ચડ્યાં. પોતે જાણે બટાટાં ભરેલી ગૂણ હોય એવો ભાસ થયો. આગળ જોયું, ફરીને પાછળ જોયું. પોતાનો ઘેરાવો જોઈ ગીતાબહેન ચિંતામાં ઘેરાયાં. એવામાં મુકેશભાઈ બોલ્યાઃ ‘ગીતા, ક્યારની અરીસા સામે ઊભી ઊભી શું બબડે છે?’

ઉતારવું પડશે.’ ગીતાબહેન બોલ્યાં, એ સાંભળી મુકેશભાઈ વિચારમાં પડ્યાઃ ‘શું?’

વજન.’

હા સ્તો. તડબૂચની સીઝન શરૂ થઈ એમાં તું પોતે તડબૂચ જેવી બની ગઈ. હા...હા...હા...' મુકેશભાઈને મશ્કરી સૂઝી.

‘એવા ટાયલાંવેડા રહેવા દ્યો. મને માળિયા પરથી વજન કરવાનો કાંટો ઉતારી આપો. મારો ત્યાં સુધી હાથ નહીં પહોંચે.'

મુકેશભાઈએ સ્ટૂલ પર ચડી વજનકાંટો ઉતારી આપ્યો એટલે ગીતાબહેન એના પર આરૂઢ થયાં. ‘હાય હાય. આટલું બધું વધી ગયું!' રાડ સાથે એમની આંખમાંથી બોર જેવડું અશ્રુબિંદુ સરકીને ઠપ્પ કરતું વજનના કાંટા પર પડ્યું. બિચારો કાંટો હલબલી ગયો અને ગીતાબહેન વજનનો આંક જોઈ હચમચી ગયાં.

મને કીધા કરે છે તે હવે તું ડાયેટિંગ કર.' સવારે તો ચા સાથે બે ખાખરા જ ખાઉં છું.

બપોરે બે રોટલી માંડ .જમું સાંજે આટલોક જ ભાત. હવે આમાં શું ખાવાનું ઓછું કરું?' ભારે ગીતાબહેનનો અવાજ પણ ભારે થઈ ગયો.

વચ્ચે વચ્ચે આચરકૂચર... મોટેથી બોલે તો માથે તોપ જેવું તડબૂચ ફૂટે એ ભયે મુકેશભાઈ મનોમન બોલ્યાઃ ‘મારું મગજ ખાય છે એટલે જ વધી ગઈ છો. હવે વધી ગયું... વધી ગયું... બોલી બોલીને લોહી ન પીતી.'

‘કાલથી હું ડાયેટિંગ કરીશ. લો, હવે હસજો પછી. પહેલાં મને આ ટાઈટ કુરતી ઉતારવામાં મદદ કરો. કમરેથી ઉતારતાં ફસાઈ ગઈ. હાથ ઊંચા કરું છું, તમે ઉપરથી ખેંચજો.' કહી ગીતાબહેન અધવચ્ચેથી છટકેલી કુરતીને પકડી પાડવા હૅન્ડ્ઝ-અપની મુદ્રામાં ઊભાં રહીગયાં. મુકેશભાઈએ કુરતી ખેંચી, પણ એય પહેરનારના ખભાની કેદમાંથી નીકળવા ન માગતી હોય એમ વચ્ચોવચ ફસાઈ.

この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 分  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 分  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 分  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 分  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 分  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 分  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 分  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 分  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 分  |
April 29, 2024