પરચમ નારીશક્તિનો..
Chitralekha Gujarati|September 18, 2023
ચંદ્રયાન-૩ અને આદિત્ય-L1... બહુ ટૂંકા ગાળામાં આપણી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ‘ઈસરો’એ આ બે બહુ મોટી સિદ્ધિ મેળવી અને એ વિજ્ઞાની. ચાલો, ઓ “ઉત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પાછળ હતાં બે મહિલા વિજ્ઞાની. ચાલો, ઓળખીએ એમને અને એમની ક્ષમતાને.
નિતુલ ગજ્જર (વડોદરા)
પરચમ નારીશક્તિનો..

અવકાશવિજ્ઞાન ક્ષેત્રે આપણને કલ્પના આ નામ સાંભળવા મળે એટલે સૌપ્રથમ તો કલ્પના ચાવલાનું જ નામ મગજમાં આવે. અઢી દાયકા અગાઉ અવકાશમાં જનારાં ભારતીય મૂળનાં પ્રથમ અમેરિકન મહિલા તરીકે કલ્પના ચાવલાએ દેશનું નામ પણ રોશન કર્યું હતું.

અત્યારે જો કે આ જ નામનાં ઔર એક મહિલા ચર્ચામાં છે. હમણાં ચંદ્ર સુધી પહોંચેલા આપણા ચંદ્રયાન-૩ મિશનની સફળતામાં ઈસરોના અનેક વિજ્ઞાની સાથે કલ્પના નામનાં એક મહિલા પણ સામેલ છે. એમનું પૂરું નામ છે: કલ્પના કલાહસ્તી.

ભારતની અવકાશવજ્ઞાન સંશોધન સંસ્થા (ઈસરો) સાથે બે દાયકાથી સંકળાયેલાં કલ્પના કલાહસ્તીએ ચંદ્રયાન-૩ અગાઉ ચંદ્રયાન-૨ અને મંગળયાન જેવાં ભારતનાં અતિ મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતે હમણાં જેની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવ્યો એ ચંદ્રયાન-૩ મિશનમાં તો કલ્પના કલાહસ્તીએ ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી છે. એ કારણે ચંદ્રયાન-૩ની સફળતાનું ઘણું શ્રેય કલ્પના કલાહસ્તીને જાય છે.

ચંદ્રયાન-૩ના પ્રોજેક્ટને લગતા મોટા ભાગના નિર્ણય કલ્પનાએ જ લેવાના હતા. ચાર વર્ષ અગાઉ ચંદ્રયાન-૨ ચાંદામામાની સપાટી પર ઊતરવામાં નિષ્ફળ નીવડ્યું એની હતાશામાં ડૂબેલા વિજ્ઞાનીઓને ફરી માનસિક રીતે સજ્જ કરવા ટીમ લીડર તરીકે કલ્પના કલાહસ્તીએ ભારે જહેમત લેવી પડી.

અધૂરામાં પૂરું, ચંદ્રયાન-૩ની તૈયારી ચાલતી હતી ત્યારે કોરોના વાઈરસનો ઉપદ્રવ ફેલાયો હતો. એ ગાળામાં પણ કલ્પનાજીએ નજીવા સ્ટાફની હાજરી વચ્ચે પ્રોજેક્ટનું કામ ચાલુ રાખ્યું. ચંદ્રયાન-૨ અને ચંદ્રયાન-૩માં અમુક ઉપકરણ રશિયા આપવાનું હતું, એ કોઈક કારણસર શક્ય ન બન્યું તો ઈસરોના વિજ્ઞાનીઓએ એ કામ પણ ઉપાડી લીધું અને એમાંય પડદા પાછળ કલ્પના કલાહસ્તીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ પ્રોજેક્ટની દરેક માહિતીનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી પોતાના અતૂટ સમર્પણથી પ્રોજેક્ટ સામેના તમામ પડકારનો સામનો કરી એ ચંદ્રયાન-૩ની સફળતા સુનિશ્ચિત કરીને જ જંપ્યાં.

この記事は Chitralekha Gujarati の September 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 分  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 分  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 分  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 分  |
May 13, 2024
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati

યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.

time-read
4 分  |
May 13, 2024
જસ્ટ એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ..

સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.

time-read
1 min  |
May 13, 2024
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
Chitralekha Gujarati

અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી

કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’

time-read
2 分  |
May 13, 2024
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 分  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 分  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024