ઇન્ડિયા અને ભારત જે. સાઈ દીપકના વિચારો
ABHIYAAN|March 02, 2024
સબરીમાલા મંદિર સંબંધી કેસ સાથે જોડાયા પછી સાઈ દીપકના જીવનમાં પરિવર્તન આવ્યું. આપણી વિચારવાની, રાજ્ય તથા સમાજ સંબંધી સમસ્યાઓને સમજીને ઉકેલવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. સાઈ દીપકનું પહેલું પુસ્તક ડિકૉલોનાઇઝેશનને વિસ્તારથી સમજાવે છે.
સ્પર્શ હાર્દિક
ઇન્ડિયા અને ભારત  જે. સાઈ દીપકના વિચારો

જે. સાઈ દીપક ભારતના એક મોટા વર્ગમાં ખાસ્સું જાણીતું નામ છે. વ્યવસાયે એડ્વૉકેટ એવા સાઈ દીપકના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન ત્યારે આવે જ્યારે તેઓ સબરીમાલા મંદિરને લગતા કેસ સાથે જોડાઈને ભારતના ધાર્મિક અને ખાસ તો તાંત્રિક અનુષ્ઠાનોના પક્ષને સમજવાનું શરૂ કરે છે તથા કેવી રીતે યુરોપિયન વિચારધારાના પ્રભાવમાં ભારતીય પરંપરાઓ પ્રત્યે પૂર્વગ્રહો દઢ થયા એ જાણે છે. બાદમાં તેઓ ત્રાવણકોર રાજવંશના વતી પદ્મનાભ મંદિરનો કેસ પણ લડે છે. કાયદા પ્રણાલીના જાણકાર અને તર્કપૂર્ણ રજૂઆત કરવામાં અત્યંત પ્રવીણ સાઈ દીપકે ભારતીય સભ્યતા, બંધારણની પૂર્વભૂમિકા અને પાકિસ્તાનના સર્જન પાછળની વિચારધારા પર બે પુસ્તકો લખ્યા છે. જેમાંનું પહેલું છે, ‘ઇન્ડિયા ઇંટ ઇઝ ભારતઃ કૉલોનિયાલિટી, સિવિલાઇઝેશન, કૉન્સ્ટિટ્યૂશન’.

સદીઓથી એક સભ્યતા તરીકે સ્થાપિત ભારત અર્વાચીન યુગમાં અંગ્રેજી સત્તાથી ૧૯૪૭માં મુક્ત થયા બાદ, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં બંધારણ અમલમાં આવવાથી એક પ્રજાસત્તાક દેશ તરીકે પુનઃ સ્થાપિત થાય છે. અલબત્ત, પશ્ચિમી વ્યાખ્યા મુજબના દેશ તરીકે. ભારતની વાત થાય ત્યારે ક્યારેક એનો સંદર્ભ રાષ્ટ્ર સાથે હોય, તો ક્યારેક સભ્યતા કે સંસ્કૃતિ સાથે. કોઈની રાજકીય દૃષ્ટિ પ્રમાણેનું ભારત અલગ હોય, કોઈ ભૌગોલિક દૃષ્ટિથી ભારતને ભિન્ન રીતે સમજે, તો કોઈ આસ્થા કે ધર્મ પ્રણાલીનો વ્યાપ જ્યાં-જ્યાં હોય એને ભારત તરીકે જોતું હોય.

ભાતીગળ ભારતની આ ખૂબી છે. થોડા સમય અગાઉ બંધારણે સ્વીકારેલાં બે નામ, ઇન્ડિયા અને ભારત વિશે ચર્ચા અને વિવાદ છેડાયેલા. ઘણાંને મતે ઇન્ડિયા થોપવામાં આવેલું નામ છે, ગુલામીની નિશાની છે, જેને નકારી દેવું જોઈએ. આ પ્રકારની દલીલના મૂળમાં જઈએ તો જે થિયરી પકડાઈ, એ છે, ‘ડિકૉલોનાઇઝેશન’ અર્થાત્ સંસ્થાનવાદનો અંત કે નિર્મૂલન. સાઈ દીપકનું પહેલું પુસ્તક આ ડિકૉલોનાઇઝેશનને વિસ્તારથી સમજાવે છે.  

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 分  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 分  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 分  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 分  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 分  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 分  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 分  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 分  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 分  |
June 01, 2024