કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ
ABHIYAAN|February 03, 2024
‘ચરવૈતિ ચરવૈતિ' ઉક્તિને સાકાર કરવા માટે આજે ઘણા લોકો પ્રવાસ કરવા નીકળી પડે છે. જોકે મોટા ભાગના લોકોનો પ્રવાસ એ એક લાંબી પિકનિક જેવો હોય છે. પગપાળા કે સાઇકલ ઉપર કરાયેલા પ્રવાસથી નવા-નવા પ્રદેશોને જાણી અને માણી શકાય છે, દિલમાં ઉતારી શકાય છે. આથી જ સિનિયર સિટીઝન એવા મુંબઈના બે કચ્છી માડુઓ અને એક રાજસ્થાનીએ કચ્છનો આઠ દિવસનો પ્રવાસ સાઇકલથી કર્યો હતો.
કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ

કચ્છી અને ગુજરાતી લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો જબરો શોખ છે. દેશ-વિદેશના કોઈ પણ જાણીતા પ્રવાસન સ્થળે ગુજરાતી બોલાતી સંભળાય. સિમલા, મહાબળેશ્વર કે ગોવા જેવી જગ્યાઓ ઉપર તો વર્ષના અમુક સમયે લાગે જ નહીં કે ગુજરાત બહાર આવ્યા છીએ, પરંતુ મોટા ભાગના આ પ્રવાસીઓ જે-તે જગ્યાનો ધબકાર અનુભવવાના બદલે માત્ર તેને જોઈને સંતોષ માની લેતા હોય છે. જો કોઈ જગ્યાને સમજવી  હોય, તેને દિલથી માણવી હોય તો ત્યાં પગપાળા ફરવું જોઈએ અથવા તો ત્યાં સાઇકલ ઉપર રખડવું જોઈએ. સમયનો અભાવ અનેક લોકોને આવી રીતે પ્રવાસ કરવાની પરવાનગી આપતો નથી, પરંતુ ખરેખરા પ્રવાસપ્રેમીઓ તો આવી જ રીતે ભ્રમણ કરવાનો આગ્રહ રાખે છે. તેમને ઉંમર કે શારીરિક અવસ્થા આવી રીતે ફરતાં અટકાવી શકતા નથી.

મુંબઈના આવાજ સાઇકલપ્રેમીઓનું એક નાનકડું ગ્રૂપ તાજેતરમાં કચ્છના પ્રવાસે આવ્યું હતું. ત્રણ જણાના બનેલા આ ગ્રૂપના બધા જ સભ્યો ૫૫-૫૬ વર્ષ ઉપરની ઉંમરના હતા. તેઓએ કચ્છના સૌંદર્યને પોતાના મનમાં અંકિત તો કર્યું જ, સાથે-સાથે તેમણે અહીંના લોકોનો સ્વભાવ, કચ્છનાં દૂરદૂરનાં ગામોની સ્થિતિ, ઓછાં જાણીતાં સ્થળોની માહિતી પણ મેળવી. અહીં આવતા પ્રવાસીઓને પડતી તકલીફો તેમણે જાણી. સાચું કચ્છ ક્યું છે તે તેઓએ નિહાળ્યું. તેમના સાહસ સાથે તેઓએ એક ધ્યેયને પણ લક્ષ્યમાં રાખ્યું હતું. તેઓએ ‘ટી.બી. મુક્ત કચ્છ’ના ધ્યેય સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં મળતાં લોકોને ટી.બી. રોગ સામે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.

આ ગ્રૂપના એક સદસ્ય ૬૩ વર્ષીય મંગલભાઈ ભાનુશાળી (ભાઈલાલ મંગે) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે મુંબઈમાં નિયમિત રીતે સાઇક્ટિંગ કરીએ છીએ. અમારી ઉંમર અમને સાઇકલ ચલાવતાં ક્યારેય અડચણ ઊભી કરતી નથી. અમે રોજ ૨૫-૩૦ કિ.મી. સાઇકલ ચલાવીએ છીએ.

આથી કચ્છમાં ફરવામાં અમને કોઈ તકલીફ ન પડી. અમે માનીએ છીએ કે પ્રવાસ કોઈ જગ્યાને વિશેષરૂપથી જાણવા માટે થવો જોઈએ અને એ માટે સાઇકલ જેવું ઉત્તમ માધ્યમ એક પણ નથી. સાઇકલ ચલાવતી વખતે તમે તે ધરતીના કણકણથી વાકેફ થઈ શકો. તે જગ્યાને હૃદયમાં ઉતારી શકો.'

この記事は ABHIYAAN の February 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の February 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024