સુરતની ગઈકાલ: વેપાર ક્ષેત્રે જાહોજલાલી
ABHIYAAN|March 25, 2023
બંદર એક એવું સ્થળ છે જ્યાંથી માલસામાનની હેરફેરની સાથે સંસ્કૃતિનું આદાનપ્રદાન પણ થાય છે. તે સમુદ્ર અને આંતરદેશીય પરિવહનનું એક સંગમ બિંદુ છે. બંદર એ કોઈ પણ દેશના વિદેશ સાથેના વેપારની ધોરી નસ છે. પ્રાચીન શહેર અને બંદર સુરત સદીઓથી દરિયાઈ વેપારનું કેન્દ્ર રહ્યું છે. ૧૭મી સદી એ સુરત શહેર માટે જાણે કે સુવર્ણયુગ સમાન હતી.
ઇમરાન દલ
સુરતની ગઈકાલ: વેપાર ક્ષેત્રે જાહોજલાલી

૧૭મી સદીના બેલ્જિયમના ચિત્રકાર જેકબ પીટર્સે દોરેલું ૧૬૯૦ના સુરત બંદરનું ચિત્ર

ભારતના પશ્ચિમ કિનારે આવેલી ભૌગોલિક પરિસ્થિતિને કારણે વિદેશી વેપારમાં ગુજરાતનું મહત્ત્વનું સ્થાન હતું. એમાંય સુરતનું બંદર દેશ અને દુનિયા સાથેના વેપારનું કેન્દ્ર બનેલું હતું. જોકે, ઇતિહાસકારો પાસે મુઘલ શાસનકાળની રાજકીય અને લશ્કરી ઘટનાઓ વિશે ઢગલાબંધ વિગતો છે, પણ તેમની પાસે તત્કાલીન લોકોની આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓ વિશે ચપટી જેટલી જ વિગતો છે. અલબત્ત, તે સમયગાળાના અંગ્રેજી અને ડચ દસ્તાવેજો રસપ્રદ માહિતી પૂરી પાડે છે.

૧૭મી સદીમાં સુરત અને દેશના અન્ય ભાગોની મુલાકાતે આવેલા યુરોપિયન પ્રવાસીઓએ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓનો આબેહૂબ ચિતાર આપ્યો હતો. ૧૫૧૪માં આવેલા પોર્ટુગીઝ પ્રવાસી બાર્બોસાએ સુરત વિશે આમ કહેલું, ‘તમામ પ્રકારના વ્યવસાયમાં ખૂબ જ મોટા વેપારનું શહેર, રાજાને મબલખ આવક રળી આપતું એક અત્યંત મહત્ત્વપૂર્ણ બંદર.’ ૧૭મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન આ શહેર આંતરદેશીય અને દરિયાઈ બંને રીતે વેપારના બજાર તરીકે ધમધમતું હતું અને મુઘલ સામ્રાજ્યનું મુખ્ય બંદર હતું.

સુરત શહેરમાં પ્રવેશવા માટે અનેક દરવાજાઓ હતા. ત્રણ મુખ્ય દરવાજા, એક ખંભાત અને અમદાવાદ તરફ, અન્ય બુરહાનપુર અને નવસારીના માર્ગે ખૂલતા હતા. દરેક નાકે આવતી-જતી તમામ વ્યક્તિઓ પર નજર રાખવા ચોકીદાર ખડે પગે રહેતા. શહેરમાં સામાન્ય અને ભવ્ય બંને પ્રકારની ઇમારતો હતી. શ્રીમંત લોકો પોતાની સમૃદ્ધિ જાહેર ન થઈ જાય એ માટે ભવ્ય આવાસમાં નહોતા રહેતા.

સુરતના વિશ્વપ્રસિદ્ધ વેપારી વીરજી વોરા

ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સેવા આપનાર ફિન્ચ નામનો એક વેપારી તેના પ્રવાસ વર્ણનમાં સુરતને આ રીતે યાદ કરે છેઃ ‘શહેરમાં સમૃદ્ધ વેપારીઓનાં અનેક રહેણાકો આવેલાં છે. ધસમસતી નદીની સમાંતરે ૨૦ માઈલ સુધી વિસ્તરેલો વહાણવટાનો ઉદ્યોગ, ઉતારવામાં આવતો માલસામાન, ચોમાસામાં ભરતી વેળા ભરાઈ જતા ૧૮ ફૂટના પાણી. શહેર તરફ વહેતા નદીના આ પ્રવાહમાં તરી શકતા ભારેખમ જહાજો.’ જૂના જમાનામાં પણ આ નગર ખૂબ જ વસતિ ધરાવતું અને વેપારીઓથી ભરેલું હતું. અહીં યુરોપિયનો ઉપરાંત, તુર્ક, યહૂદી, અરબી, ઈરાની અને આર્મેનિયન જેવા વિદેશી લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરતા.

この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 分  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 分  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 分  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 分  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024