બોર્ડની એક્ઝામ પહેલાં પ્રિ-બોર્ડ પરીક્ષા, શિક્ષણ વિભાગની અનોખી પહેલ
ABHIYAAN|February 11, 2023
ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક પ્રશ્નોને લઈને ડર હોય છે. આવા ડરને દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે.
હેતલ રાવ
બોર્ડની એક્ઝામ પહેલાં પ્રિ-બોર્ડ પરીક્ષા, શિક્ષણ વિભાગની અનોખી પહેલ

આર્ચી કાલથી તેના રૂમમાંથી બહાર નથી આવી. જમવા માટે આવી ત્યારે પણ ચિંતામાં હોય તેવું લાગતું હતું. મેં તેને પૂછ્યું પણ ખરા કે, શું થયું બેટા? કેમ આમ તારો ચહેરો ઊતરેલો છે? તારી ફ્રેન્ડ નેન્સી સાથે ઝઘડો થયો કે શું? પણ તે કશું જ બોલ્યા વગર તેના રૂમમાં ચાલી ગઈ. આર્ચીનાં મમ્મી ગાયત્રીબહેને એક શ્વાસમાં પતિ રાકેશને બધી વાત કરી. હવે તો રાકેશભાઈ પણ ટેન્શનમાં આવી ગયા. માતા-પિતા વિચારતાં હતાં કે એવું તો શું થયું છે કે હસતી-રમતી આર્ચી એકદમ શાંત થઈ ગઈ છે, આ વખત તો તે બોર્ડમાં છે. ભણવામાં પણ કેટલી હોશિયાર છે, વગર કહે જાતે જ પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે. તો પછી થયું શું..? એ દિવસે સાંજે જ ગાયત્રીબહેન અને રાકેશભાઈએ દીકરીને પાસે બેસાડીને શાંતિથી પૂછ્યું કે, તું કેમ ચિંતામાં રહે છે? શું થયું છે તને..? જો તું આટલો બધો ભાર લઈશ તો પરીક્ષા પર તેની અસર થશે. બસ, માતા-પિતાના આટલા શબ્દોથી આર્ચીનાં આંખમાં આંસુ આવી ગયાં. કહેવા લાગી મને પરીક્ષાની જ ચિંતા છે. ગાયત્રીબહેન બોલ્યાં, પણ તું તો ભણવામાં ખૂબ હોશિયાર છે, તારે તો બધી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવે છે, તો તું શું કામ ગભરાય છે? આર્ચીએ કહ્યું, મમ્મી તૈયારી તો બધી કરી લીધી છે, પણ મને ડર લાગે છે કે હું લખી શકીશ કે નહીં? ક્યાં મારો નંબર આવશે, પેપર સ્ટાઇલ કેવી હશે, અન્ય શાળામાં નંબર આવશે તો કેવી રીતે મૅનેજ કરીશ? આ ઉપરાંત પણ અનેક પ્રશ્નો મને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. આ માત્ર આર્ચીનો જ નહીં, પરંતુ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતાં લગભગ દરેક વિદ્યાર્થીઓનો છે. ધોરણ ૧૦ની પરીક્ષાનું જેટલું એક્સાઇમૅન્ટ હોય છે એટલો જ તેમનામાં ડર પણ હોય છે. અનેક સવાલો એવા હોય છે જેનો જવાબ તેમની પાસે નથી હોતો અને અન્ય કોઈ વ્યક્તિ સાથે ખૂલીને પોતાના ડર વિશે ચર્ચા પણ કરી નથી શકતા. જેના કારણે ઘણીવાર એવું પણ બને છે કે હોશિયાર વિદ્યાર્થી પણ બધી જ તૈયારી કર્યા પછી પરીક્ષામાં બરોબર લખી નથી શકતા અને અંતે ધાર્યું પરિણામ નથી આવતું. જેના લીધે ઘણીવાર તો વિદ્યાર્થીઓ ડિપ્રેશનની સાથે-સાથે આપઘાત જેવાં પગલાં પણ ભરી લેતાં હોય છે.

જોકે આ વખતે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલાં જ તેમના તમામ સવાલોના જવાબ, તેમના ડર સામે લડવાની ક્ષમતા મળી જશે, કારણ કે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે.

この記事は ABHIYAAN の February 11, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の February 11, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 分  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 分  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 18/05/2024