ચાટવાની મોજ પાડે એ અથાણું ચાવવાની મોજ પાડે એ ચવાણું
દિલ દિમાગ સાથે દેહમાં મોજને વસાવવા મોજ પાડે એ વસાણું
શિયાળામાં ખાવાની મજા પડે એ વાત ગમે તેટલી વાર ચાવી હોય તેમ છતાં તાજી ’ને સ્વાદિષ્ટ લાગે. ગુજરાતમાં આકરો તેમ જ દીર્ઘ ઉનાળો દર વર્ષે એટલી એવી ગંભીર છાપ છોડીને જાય છે કે શિયાળો માંડ આવ્યો હોય એવું લાગે. એમાં ગુજરાતમાં જૈન ’ને સ્વામિનારાયણ ના હોય તેવા શાકાહારી ખૂબ મોટી સંખ્યામાં. સરવાળે ગુજરાતમાં શિયાળાના સ્પેશિયલ પાક ખાવાની મહત્તા ઘણી. એ મામલો સાવ નોખો કે આપણે ત્યાં જાતે જ એવું પ્રમાણપત્ર આપવા લેવાનો રિવાજ છે કે અમારે ત્યાંનું વસાણું બહુ જાણીતું. બાકી સામાન્ય ભાષામાં વસાણું કહેવાતું આ ખાણું માંસાહારીઓ પણ માણે છે ’ને ગુજરાત બહાર પણ લોકપ્રિય છે જ. સૌની પોતપોતાની ચરબી ’ને એમાં શિયાળુ ચરબી વિશેષ. શબ્દકોશ કહે છે કે શરીરને સુધારી દઢ કરે ’ને રોગ મટાડે એવી ઔષધિઓ નાખીને બનાવવામાં આવેલો પાક. શરીરને સુધારી દઢ કરે તેવાં વનસ્પતિનાં મૂળ, પાંદડાં, ફળ વગેરે સુગંધી દ્રવ્યો અથવા ઓસડ તરીકે વપરાય છે તે. જોકે ગુજરાતી શબ્દકોશની વાત ના થાય, એમાં તો એમ પણ કહ્યું છે કે વસાણું અર્થાત્ ફરસાણ, ગાંઠિયા, ભજિયાં વગેરે. ગાંધીને ત્યાંથી મળતી કોઈ પણ ચીજ.
અંગ્રેજીમાં વસાણાં માટે શું શબ્દ છે? કોઈ શબ્દ નથી. વસાણું શબ્દ અંગ્રેજીમાં દાખલ થાય એ માટે આપણી ગુજરાતી ભાષાના મહાનથી લઈને અતિમહાન શાસ્ત્રીઓ મહેનત કરી શકે છે. અગાઉ ભલે ના કરી. ઇંગ્લિશ સ્પીકિંગ લોકો બહુધા ઠંડા પ્રદેશમા રહે છે તેમ જ અંગ્રેજી ભાષાના મૂળ દેશમાં આખું વર્ષ આપણે જેને ઠંડી કહીએ તેવું રહે છે એટલે ત્યાં વસાણું ના હોય. એ લોકો માતા હોય કે પિતા, ઇંગ્લિશ પીતા હોય છે. એ લોકોના ગાંધીની દુકાને એ તૈયાર મળે. આપણે ત્યાં પીવાનું વસાણું હોય છે? દાખલા તરીકે ઉનાળામાં બાફલો હોય છે એમ. આપણા હિમાલયના વિસ્તારમાં વિન્ટર વિશેષ પાક હોય? હિમાલય વિસ્તારમાં ઠંડીમાં વિભિન્ન પ્રકારની ચા કે કાવો દિવસમાં અડીઘડી પીવામાં આવતો હોય છે. ગુજરાતી ખાવાના શોખીન. ગુજરાતીને ખાવા મળે એટલે પણ ખાવાના શોખીન. ગુજરાતીમાં એક કહેવત છે કે જે શિયાળામાં ખાય પાક તેને ના લાગે થાક. હા, એવા ગુજરાતી હશે ખરા કે એટલો બધો પાક ખાય કે ખાઈ ખાઈને થાકી જાય.
この記事は ABHIYAAN の January 07, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の January 07, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?