તનિશાએ દરવાજામાંથી ઝાંખ્યું, હજુ વેઇટિંગમાં બે જણ બેઠા હતા. કેબિનની અંદરનો દર્દી બહા૨ આવ્યો અને બહારનો અંદર જવા ગયો એ વચ્ચેના સમયમાં તનિશાએ ડૉ. સુલેમાને પૂછી લીધું કે, ‘મૅડમ, થોડું અંગત કામ છે, થોડી વાર પછી કોઈ ન હોય ત્યારે આવું?’ ડૉ. સુલેમાએ કાયમી દર્દી તનિશાને હા કહી. ઓપીડીમાં દર્દી જોવાઈ ગયા પછી તનિશાએ ડૉ. સુલેમાને કહ્યું, ‘મૅડમ, બહુ મોટી મુશ્કેલીમાં છું. લગ્નનાં ત્રણ વર્ષ થયાં તોય મને પ્રેગ્નન્સી ન રહી, એટલે હમણાં હું ’ને કેશવ ગાયનેકને ત્યાં બતાવવા ગયાં હતાં. અમારાં અરેન્જ મેરેજ પછી કેશવ અહીં મારા પિયર નજીક રહેવા આવી ગયો છે, અમે સુખેથી રહીએ છીએ. અમારી બંનેની નોકરી પણ અહીં નજીક છે. અમને કોઈ તકલીફ નથી. સાસુ-સસરા સમયાંતરે આવતાં જતાં રહે છે. મારાં મોટાં નણંદ અહીં શહેરમાં રહે છે, તેમની સાથે અમારે સારો ઘરોબો છે. હમણાં ગાયનેકને બતાવ્યું ત્યારે એમણે અમારા બંનેના રિપોર્ટ કરાવ્યા. મારા તો નોર્મલ આવ્યા, પણ કેશવના રિપોર્ટમાં ઓલિગોસ્પર્મિયા એટલે કે શુક્રાણુના કાઉન્ટ બહુ ઓછા આવ્યા. એ મૅડમે એવું કહ્યું કે એ સિવાય પણ બીજી તકલીફો છે. મૅડમે પ્રેમથી કહી દીધું કે કેશવ ક્યારેય સામાન્ય રીતથી પિતા નહીં બની શકે, અમારી પાસે આઈવીએફ કરાવ્યા વિના છૂટકો નથી. આ વાત સાંભળીને કેશવ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. તેને એવું થઈ ગયું છે કે તે કોઈ કામનો નથી અને આઈવીએફનો ખર્ચો હાલ અમને પરવડે એમ નથી. એવામાં કેશવ હવે સેક્સમાં પણ રસ નથી લઈ શકતો. આજ સુધી તેને શીઘ્રપતનની તકલીફ નથી થઈ, પણ આ જાણ્યા પછી એ એટલો એન્ઝાયટીમાં રહે છે કે એ મારી સાથે સંબંધ પણ બાંધી શકતો નથી.’
‘આ વાતે મારાં મોટાં નણંદ સિવાય મારા કે કેશવના ઘરનાને કોઈને કશું કહ્યું નથી. છતાં કેશવને એવો જ ડર લાગે છે કે લોકો આ જાણી જશે તો તેના વિશે કેવું વિચારશે? તેને નપુંસક કહીને ચીડવશે. શું કરું? કશું ખબર નથી પડતી મૅમ. બાળક નહીં આવે તો ચાલશે, મને મારો કેશવ જોઈએ. બધા ભલે મને વાંઝણી કહે કે મહેણાં મારે, એ બધું હું સહન કરી લઈશ, પણ કેશવ વિના મને નહીં ચાલે. હું એને તમારી પાસે લઈ આવું, તમે એને સમજાવશો?’ ડૉ. સુલેમાએ હકાર ભણ્યો.
この記事は ABHIYAAN の October 01, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の October 01, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?