‘સુડલઃ ધ વોર્ટેક્સ' સિરીઝ કેમ જોવી જોઈએ?
ABHIYAAN|August 13, 2022
મૂળ તમિળમાં બનેલી અને અઢળક ભાષામાં ડબ્ડ થયેલી આ સિરીઝ બિન્જ વૉચ થઈ રહી છે અને આખી એકીસાથે જોયા પછી ઘણા લોકોને તે એવરેજથી થોડી સારી (અબોવ એવરેજ) લાગી રહી છે. તેનું કારણ અહીં રજૂ કર્યું છે. ‘સુડલઃ ધ વૉર્ટેક્સ’માં ઉઠાવાયેલા સામાજિક મુદ્દા વિશે અહીં સ્પૉઇલરયુક્ત વાતો કરી છે.
પાર્થ દવે
‘સુડલઃ ધ વોર્ટેક્સ' સિરીઝ કેમ જોવી જોઈએ?

દમદાર સિરીઝનું સૌથી મોટું લક્ષણ તેનો કન્વિન્સિંગ અને એન્ગેજિંગ પાવર હોય છે અને દર્શકોને કન્વિન્સ કરવામાં દક્ષિણ ભારતના મેકર્સને કોઈ ન પહોંચે. દા.ત. આરઆરઆર, કેજીએફ અને પુષ્પા. એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ‘ સુડલઃ ધ વોર્ટેક્સ’ એવી જ એક સિરીઝ છે. ‘ સુડલ’ તમિળ શબ્દ છે જેનો અર્થ થાય વોર્ટેક્સ. એટલે કે ઘૂમરી. સિરીઝનાં પાત્રો તો ઘૂમરીમાં ફસાય જ છે, દર્શકો પણ ક્રમશઃ ફસાતા જાય છે. ‘ સુડલ’ તેના પહેલા એપિસોડના અંતથી સ્ક્રીન સામે બેઠેલા દર્શકને રીતસરનો ખેંચી લે છે.

તામિલનાડુનું સેમ્બલૂર નામનું એક કાલ્પનિક નાનું ગામ છે. એટલું અને એવું નાનું કે ગામના તમામ લોકો એકબીજાને ઓળખે છે. ગામમાં એક ફેક્ટરી છે. તેમાં કામ કરનારા લોકો પણ ત્યાં જ રહે છે. ફેક્ટરીના માલિક અને મજૂરો વચ્ચે માથાકૂટ થાય છે. મજૂર-યુનિયનનો લીડર શનમુગમ (આર. પાર્થીબન) છે. તે જ રાત્રે ફેક્ટરીમાં આગ લાગે છે. શંકાની સોય શનમુગમ ઉપર જ તકાય છે. સબ ઇન્સ્પેક્ટર સકરૈ અને ઇન્સ્પેક્ટર રેગિના, બિનસત્તાવાર રીતે (અને ઇચ્છા ન હોવા છતાં) ફેક્ટરીના માલિક ત્રિલોક વધુ માટે કામ કરતા હોય છે જે મજૂરોને નથી ગમતું. ફેક્ટરીમાં આગ લાગી તે જ દિવસે શનમુગમની દીકરી નીલા ગાયબ થઈ જાય છે. આ બધું થાય છે ત્યારે ગામમાં ‘મય્યાન કોલ્લઈ' નામના ઉત્સવનો પહેલો દિવસ હોય છે. ‘મય્યાન કોલ્લઈ' શબ્દનો અર્થ થાય કબ્રસ્તાનને લૂંટવા. તેમાં રથ ઉપર દેવી અંગલા પરમેશ્વરીને લઈ જવામાં આવે છે. આ તહેવાર ‘સુડલઃ ધ વોર્ટેક્સ’ સિરીઝનું મુખ્ય એલિમેન્ટ છે. સિનેમેટોગ્રાફર મુકેશ્વરણે ‘મય્યાન કોલ્લઈ' ઉત્સવને બખૂબી રીતે કંડાર્યું છે. અમુક જગ્યાને બાદ કરતાં તે દ્રશ્યો જોવા ગમે છે. તે ઉત્સવનુમા દ્રશ્યો વાર્તાને આગળ વધારે છે અને સાથે તે ઉત્સવમાં પહેરાતી વેશભૂષા, રંગ, છટા, શણગાર, દેવી, ભભૂત વગેરે દર્શાવાય છે.

この記事は ABHIYAAN の August 13, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の August 13, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 分  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 分  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 分  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 分  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 分  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 分  |
Abhiyaan Magazine 27/04/2024