कोशिश गोल्ड - मुक्त
પોઝિટિવિટી v/s રિયાલિટી
Chitralekha Gujarati
|October 27 - November 03, 2025
નકારાત્મકતાને નજરઅંદાજ કરવાનું ઝનૂન આપણને વાસ્તવિકતાથી બહુ દૂર ન ખેંચી જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
દિવસો દિવાળીના છે, પરંતુ કાળ જરા આકરો ચાલી રહ્યો છે.
રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-પેલેસ્ટિન ભલે આપણાથી બહુ દૂરના અંતરે લડી રહ્યાં હોય, પરંતુ એ યુદ્ધોનો રેલો વત્તે-ઓછે અંશે સૌને સ્પર્શે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી નિર્ણયો પણ વિશ્વને અનિશ્ચિતતાના હૂક પર ઝુલાવી રહ્યા છે. ટ્રમ્પના લીધે શરૂ થયેલો ટેરિફ ગજગ્રાહ ભારત સહિત અનેક દેશોને પરેશાન કરી રહ્યો છે. એ જો ફુલ સ્કેલ ટેરિફ વૉરમાં પરિણમે તો વધુ મુશ્કેલી સર્જાય અને એમાં પણ ટેરિફ વૉર જો વકરીને કરન્સી વૉરમાં પરિવર્તિત થાય તો વૈશ્વિક અર્થતંત્રો મોટા પાયે પ્રભાવિત થઈ શકે, મંદી તેમ જ ફુગાવો માઝા મૂકી શકે તથા સોના-ચાંદીના ભડકે બળતા ભાવોમાં વધુ ભડકા થઈ શકે.
આ તો થઈ અર્થકારણ-રાજકારણની વાતો. બાકી, સમાજકારણ પણ હતાશાપ્રેરક છે. એશિયાના કેટલાક દેશોમાં જુવાનો તોફાન કરી રહ્યા છે. વિશ્વના અનેક દેશોની અંદર વિવિધ સમુદાયો વચ્ચે વકરેલું-વકરાવાયેલું વૈમનસ્ય આજે નહીં તો કાલે, નહીં તો પછી ક્યારેક મોટો વિગ્રહ પેદા કરે એવી છૂપી ભીતિ ચોતરફ ધબકતી અનુભવાઈ રહી છે.
પછી રહ્યા પરિવારો. પરિવારોમાં સ્થિતિ એ છે કે યા તો સંતાનોનાં લગ્ન ન થાય અને થાય તો એમાં અડધી જિંદગીની કમાણી ફૂંકાઈ જાય, સંતાનો ક્યાંક ડ્રગ્સના રવાડે ન ચડે એનો ભય મા-બાપોને સતાવે, માત્ર નવી પેઢીની જ નહીં, સમગ્ર માનવજાતની સહનશક્તિ ઘટવાને કારણે પારિવારિક સંબંધોમાં તણાવો વધવાની સાથે વિચ્છેદોની શક્યતા વધી રહી છે.
...અને છેલ્લે રહે છે વ્યક્તિ. તમે અને હું દિલ પર હાથ રાખીને કહીએ કે વર્ષોવર્ષ આપણી ખુશાલીમાં, વ્યાવસાયિક કામો કરવાની મજામાં, માનસિક સ્વસ્થતામાં, શાંતિ-સંતોષની અનુભૂતિમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો? એનો જનમત લેવામાં આવે તો શક્ય છે કે બહુમતી એવો મત આપે કે લાઈફમાં હવે પહેલાં જેવી મજા નથી રહી.
આ થઈ રિયાલિટી. એના ઉપરોક્ત વર્ણનમાં ક્યાંક અતિરેક જણાય કે ક્યાંક સાવ ખોટું મૂલ્યાંકન લાગે તો પણ ગૌતમ બુદ્ધે કહેલું સત્ય અઢી હજાર વર્ષ પછી પણ સાચું જ ઠરે છે કે સંસાર દુઃખમય છે.
દિવાળીના આ દિવસોમાં સ્વસ્થતા, ઉલ્લાસ અને ઉમંગ અનુભવવા હોય તો એ દિશામાં કરવા જેવું એક અત્યંત મહત્ત્વનું કામ આ છે: વાસ્તવિકતાનો સ્વીકાર. આ સ્વીકારની તાકાત સમજીએ.
यह कहानी Chitralekha Gujarati के October 27 - November 03, 2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીએ...
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
પોઝિટિવિટી v/s રિયાલિટી
નકારાત્મકતાને નજરઅંદાજ કરવાનું ઝનૂન આપણને વાસ્તવિકતાથી બહુ દૂર ન ખેંચી જાય એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
6 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
વર્ષના પ્રથમ પ્રભાતે...
નૂતન વર્ષ એટલે અંતરમાં દીવો પ્રગટાવવાનો અવસર. અધૂરાં કામોના ભાર નીચે શ્વાસ લેતું વીતેલું વર્ષ થાકી ગયું છે ત્યારે હાથમાં દીવડો લઈને ઊભેલું નવું વર્ષ બારણે ટકોરા મારતું ઊભું છે અને કહે છેઃ ઊઠ, પ્રકાશ તારી વાટ જોઈ રહ્યો છે. આળસની રાખ ખંખેરીને મહત્ત્વાકાંક્ષાની જ્યોત ફરી પ્રગટાવ, કેમ કે જગત પ્રકાશથી નહીં, ઉદ્દેશથી ઝળહળે છે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
ચાલો, એક દીવો અસ્તિત્વના હિમાનો પ્રગટાવીયે..
વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ પરિવર્તન સવારની આદું-મસાલાવાળી ચામાં ચમચીભર ખાંડની જેમ ઓગળી જાય છે, ફ્લૅટની બાલ્કનીની સામે અચાનક ઊભા થઈ ગયેલા ફ્લાયઓવર કે મેટ્રો લાઈનની જેમ. આ અનુભૂતિ રોમાંચક છે, પણ એમાં એકલતા ઓગળી જતી હોય એવું લાગે.
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
માણસાઈ, હુંફ દીવો, રોશની...
શ્રદ્ધા એટલે પ્રયાસોનો અભાવ નહીં. શાંત ચિત્તે બે હાથ જોડીને બેસવાનો અર્થ એ નથી કે હાથ-પગ ચલાવવાના નથી...
3 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
આપણા દરેકની જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે જે ફક્ત તમાશો જોયા કરવાને બદલે આપણી તકલીફને વગર કહ્યે સમજી લે ને એવા કપરા સમયે આપણી સાથે ઊભા રહેવાની હિંમત ધરાવતી હોય.
1 min
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
નવું વર્ષ આવ્યું, નવાં સમીકરણ લાવ્યું...
ભારત-અમેરિકાના સંબંધમાં બધું સમુંસૂતરું હતું, પણ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા અને જાણે મોટું તોફાન આવ્યું. રશિયા પાસેથી ક્રૂડ ઑઈલની ખરીદી ચાલુ રાખવાના ને ટ્રમ્પના ખોટા દાવાને જાકારો આપવાના ભારતના નિર્ણયથી વીફરેલા ટ્રમ્પે બે દાયકા દરમિયાન નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધમાં મોટી તિરાડ પાડી છે.
8 mins
October 27 - November 03, 2025
Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025
Listen
Translate
Change font size
