બોલીવુડ દીવા પાસેથી શીખો સ્ટાઈલિંગ ટિપ્સ
Grihshobha - Gujarati|July 2023
તમે પણ સિને અભિનેત્રી જેવા સુંદર દેખાવા ઈચ્છો છો, તો આ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે..
બોલીવુડ દીવા પાસેથી શીખો સ્ટાઈલિંગ ટિપ્સ

લોકો હંમેશાં ફિલ્મી હસ્તીથી પ્રભાવિત થતા રહ્યા છે. તેમાં પણ ખાસ મહિલાઓ અને છોકરીઓ હીરોઈનના પહેરવેશ અને ફેશનની કોપી કરવાની કોશિશ કરે છે. આખરે સુંદર દેખાવું કોને ન ગમે? જ્યારે આપણને કોઈની સ્ટાઈલ ગમતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણે પણ તેમના જેવું કરવાનો પ્રયત્ન કરીશું. આમ પણ બોલીવુડ દીવાની ફેશન સેન્સ હંમેશાં શાનદાર રહી છે. તેમની અદાઓ, ભવ્યતા અને સુંદરતા લોકોને ખૂબ આકર્ષિત કરે છે. એવી અનેક હીરોઈન છે, જે યંગ જનરેશનને પ્રભાવિત કરી રહી છે.

આવો, એવી કેટલીક હીરોઈનોની સ્ટાઈલ પર ધ્યાન આપીએ જેને જોઈને તમે પણ સ્ટાઈલિંગ ટિપ્સ શીખી શકો :

ઐશ્વર્યા રાય બચ્ચનની મેકઅપ ટિપ્સ

ઉંમરના ૪૫ મા પડાવને પાર કર્યા પછી પણ ઐશ્વર્યાની સુંદરતામાં કોઈ ફરક નથી પડ્યો. નેચરલી સુંદર વિશ્વ સુંદરી ઐશ્વર્યાના મેકઅપ અને હેરસ્ટાઈલ હંમેશાં આકર્ષક રહ્યા છે. ઐશ્વર્યા રાય ન માત્ર ઓનસ્ક્રીન આકર્ષક દેખાય છે, પરંતુ તેનો રેડકાર્પેટ લુક પણ મેકઅપ લવર્સ માટે બ્યૂટિ લેસન્સનું માધ્યમ બનતો હોય છે. તમે પણ ઐશ્વર્યા પાસેથી શીખી શકો છો કે મેકઅપથી પોતાની કુદરતી સુંદરતામાં ચાર ચાંદ કેવી રીતે લગાવી શકાય

વિંગ્ડ આઈ મેકઅપ : આંખોનો આ મેકઅપ તમારી આંખોને સારો શેપ આપવામાં મદદ કરે છે. તેમાં પણ ખાસ બદામ આકારની આંખો ધરાવતી મહિલાઓએ વિંગ્ડ આઈલાઈનર જરૂર ટ્રાય કરવી જોઈએ. ઐશ્વર્યાની આંખો પણ વિંગ્સ આઈલાઈનરના પ્રયોગથી વધારે સુંદર અને લાંબી દેખાય છે. તેની સાથે તેની ભરાવદાર પાંપણ તેના લુકને વધારે સુંદર બનાવે છે.

બ્લો ડ્રાઈ હેર : ઐશ્વર્યા હંમેશાં ક્લાસિક સિંપલ બ્લો ડ્રાય હેરમાં જોવા મળે છે. આ એવરગ્રીન હેરસ્ટાઈલ ન માત્ર તેને સૂટ કરે છે, પરંતુ કોઈને પણ એટ્રેક્ટ કરી શકે છે. એક ક્લાસિક લુક માટે તમે પણ એશની જેમ એક બાઉન્સી બ્લો ડ્રાઈ હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો. તેનાથી તમારા વાળ શાઈની અને ભરાવદાર દેખાશે, સાથે સ્મૂધ પણ થશે.

ઓવરઓલ ગ્લો : મોટાભાગની મહિલાઓ ચીકબોન, નાક અને બ્રો બોન પર હાઈલાઈટર લગાવતી હોય છે, પરંતુ ઐશ્વર્યા ઓવરઓલ ગ્લો પર વિશ્વાસ ધરાવે છે. તેના દરેક લુકમાં તે જોવા મળે છે. આ એક એવી ટ્રિક છે જેનાથી તેના ચહેરાનો વચ્ચેનો ભાગ ગ્લો કરે છે અને આ એ ભાગ હોય છે જેની પર સૌથી વધારે લાઈટ પડે છે. તેનાથી તે હંમેશાં પિક્ચર પરફેક્ટ લુકમાં દેખાય છે.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
Grihshobha - Gujarati

ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન

આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...

time-read
5 minutos  |
June 2024
જાણીઅજાણી
Grihshobha - Gujarati

જાણીઅજાણી

એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે

time-read
4 minutos  |
June 2024
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
Grihshobha - Gujarati

હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો

ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
4 minutos  |
June 2024
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
Grihshobha - Gujarati

૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર

આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...

time-read
2 minutos  |
June 2024
જિમ જવું કેટલું જરૂરી
Grihshobha - Gujarati

જિમ જવું કેટલું જરૂરી

તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...

time-read
5 minutos  |
June 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.

time-read
3 minutos  |
June 2024
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
Grihshobha - Gujarati

ઓઈલી સ્કિનની આ રીતે કેર લો

વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...

time-read
3 minutos  |
June 2024
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
Grihshobha - Gujarati

મોનસૂન હેર કેર મિસ્ટેક્સ

હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...

time-read
4 minutos  |
June 2024
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
Grihshobha - Gujarati

એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ

બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...

time-read
3 minutos  |
June 2024
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
Grihshobha - Gujarati

મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ

મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...

time-read
3 minutos  |
June 2024