હેપી લાઈફ માટે બનો સ્માર્ટ વુમન
Grihshobha - Gujarati|September 2022
સંપન્ન હોવા છતાં જો તમે આર્થિક ગુલામીમાં જીવી રહ્યા છો તો તેમાંથી હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે..
રીતા ગપ્તા
હેપી લાઈફ માટે બનો સ્માર્ટ વુમન

રક્ષિતા એક સંયુક્ત પરિવારની નાની વહુ હતી. તેમના પરિવારનો રેડીમેડ કપડાનો મોટો વેપાર હતો. તે ભણેલીગણેલી તો હતી, તેથી લગ્ન પછી તે પણ વેપારમાં મદદ કરવા લાગી. તેની ૨ જેઠાણી ઘરે રહેતી, જ્યારે તે દરરોજ તૈયાર થઈને દુકાને જતી અને બિઝનેસમાં મદદરૂપ બનતી, પરંતુ તેની આર્થિક સ્વતંત્રતા બિલકુલ તેની જેઠાણીના સ્તરની રહી હતી. તે એક કર્મચારીની જેમ કામ કરતી અને નાણાકીય બાબતમાં તેના વિચારોને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નહોતું.

રક્ષિતાને પણ આ વેપારમાં કોઈ ખામી દેખાતી નહોતી અને ઘરની બહાર જવાના  અધિકારની ખુશીમાં તે સંતુષ્ટ રહેતી હતી. તેના સસરા, જેઠ અથવા તેના પતિ વિચારી શકતા નહોતા કે ઘરની મહિલાઓને આવકખર્ચ, બચત કે હિસાબકિતાબ જાણવાની જરૂર છે. જ્યારે કેટલીક મહિલાઓ એમ માની લેતી હોય છે કે ઘરની નાણાકીય બાબત તેમના માટે નથી.

શર્મા કોવિડગ્રસ્ત થઈને ૭૫ વર્ષની ઉંમરે મરણ પામ્યા. બધું એટલું અચાનક બની ગયું કે તેમની પત્ની જિંદગીમાં આવેલા બદલાવથી ડઘાઈ ગઈ હતી. આર્થિક રીતે શર્મા દંપતી ખૂબ સંપન્ન હતા. શર્માના મરણ પછી પણ મજબૂત બેંક બેલેન્સ પેન્શન અને ઈશ્યોરન્સની આર્થિક મજબૂત સુરક્ષા હતી, પરંતુ અફસોસ એ વાતનો હતો કે શર્માની પત્ની પોતાની આર્થિક સુદૃઢતાથી સંપૂર્ણ રીતે અજાણ હતી.

લગ્નના શરૂઆતના દિવસથી તેમણે ક્યારેય શીખવાની અથવા જાણવાની કોશિશ કરી નહોતી કે ઘરમાં કેટલા પૈસા આવી રહ્યા છે, ક્યાં ખર્ચ થઈ રહ્યા છે કે પછી તેની ક્યાં બચત કરવામાં આવી રહી છે. શર્મા તો હંમેશાં તેમના માટે એટીએમ સમાન રહ્યા હતા.

બાળકો પર નિર્ભરતા

દીકરાના પુખ્ત થતા અને રિટાયરમેન્ટ પછી શર્માએ પોતાની પત્ની ઉર્મિલાને પોતાનું નાણાકીય સ્ટેટસ સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. આ જ રીતે બેંક અને ઓનલાઈન ટ્રાંજેક્શન સમજાવવાની પણ, પરંતુ ઉર્મિલાને એમ લાગતું કે કોણ આ બધી માથાકૂટમાં પડે, જ્યારે પતિ બધું કરી લે છે.

હવે જ્યારે શર્મા નથી રહ્યા ત્યારે અચાનક તે સંપૂર્ણ રીતે પોતાના દીકરા પર નિર્ભર બની ગયા. તે એકલા રહેવા લાયક તો આ ઉંમરે હતા નહીં, તેથી હવે એકએક રૂપિયા માટે દીકરા પરની નિર્ભરતા તેમને ખૂબ ખૂંચતી, પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
Grihshobha - Gujarati

ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન

આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...

time-read
5 minutos  |
June 2024
જાણીઅજાણી
Grihshobha - Gujarati

જાણીઅજાણી

એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે

time-read
4 minutos  |
June 2024
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
Grihshobha - Gujarati

હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો

ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
4 minutos  |
June 2024
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
Grihshobha - Gujarati

૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર

આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...

time-read
2 minutos  |
June 2024
જિમ જવું કેટલું જરૂરી
Grihshobha - Gujarati

જિમ જવું કેટલું જરૂરી

તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે જિમ જવું જોઈએ કે નહીં...

time-read
5 minutos  |
June 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

જ્યારે પાણીની કમી થાય ત્યારે ડિહાઈડ્રેશન થઈ જાય છે.

time-read
3 minutos  |
June 2024
ઓઈલી સ્કિનની આ રીતે કેર લો
Grihshobha - Gujarati

ઓઈલી સ્કિનની આ રીતે કેર લો

વરસાદની ૠતુમાં અહીં જણાવેલી રીતે રાખો ઓઈલી સ્કિનનું ધ્યાન તો નેચરલ ગ્લો મળશે...

time-read
3 minutos  |
June 2024
મોનસૂન હેર કેર મિસ્ટેક્સ
Grihshobha - Gujarati

મોનસૂન હેર કેર મિસ્ટેક્સ

હેરને નિસ્તેજ અને ડેમેજ થતા બચાવવા માંગો છો તો મોનસૂનમાં આ ભૂલ ન કરો...

time-read
4 minutos  |
June 2024
એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ
Grihshobha - Gujarati

એરિયલ એક્સર્સાઈઝ ફિટનેસનો નવો ટ્રેન્ડ

બોલીવુડ એક્ટ્રેસ જેવા દેખાવા ઈચ્છતા હોય, તો એરિયલ એક્સર્સાઈઝના લાભ જરૂર જાણો...

time-read
3 minutos  |
June 2024
મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ
Grihshobha - Gujarati

મોનસૂનનો મિલેટ્સ સાથે સંબંધ

મોનસૂનમાં ડાયેટિશિયન દરેક વ્યક્તિને દૈનિક આહારમાં મિલેટ્સ સામેલ કરવાની સલાહ આપે છે. કેમ, તમે પણ જાણો...

time-read
3 minutos  |
June 2024