શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati|May 20, 2024
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
અરવિંદ ગોંડલિયા (સુરત)
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

મોંઘવારી તો જુઓ... દરેક ચીજના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને ખાવાના તેલમાં તો ભડાકા છે... આવા સમયે આટલો વધારો કેમ ચાલે?

૧૫ મહિનાનું રોકાણ, સખત મહેનત, મોંઘાં થયેલાં ખેતીનાં સાધનો, બિયારણ, ખાતર, મજૂરી, વીજળી, શેરડીનો ભાવવધારો હજી વધારે હોવો જ જોઈએ...

ભાઈ, કેટલાંય વર્ષોથી શેરડી પકવીએ છીએ. અમારી સુગર ફેક્ટરીમાં પડતા ભાવથી સંતુષ્ટ છીએ...

સુગર ફેક્ટરીએ એની નીતિમાં પણ સુધારા કરવા જોઈએ, જેથી ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવ મળી શકે...

આવી સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની વાત અત્યારે શેરડી પકવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચાલી રહી છે. સુગર ફૅક્ટરી શેરડીના ભાવ જાહેર કરે એ દિવસ શેરડીના ખેડૂતોની આખા વર્ષની આજીવિકા અને સાથે ખુશ થવું કે રડવા બેસવું એ નક્કી કરે છે.

થોડા દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ ગત વર્ષની સરખામણીમાં ટનદીઠ રૂપિયા ૨૦થી ૨૦૦ સુધીનો વધારો કર્યો, જેને કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે. ત્યારે ચાલો, દક્ષિણ ગુજરાતની શેરડીની ખેતી અને સુગર ફૅક્ટરીઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસીએ...

દક્ષિણ ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે શેરડીનું વાવેતર થાય છે. બીજા પાકની સરખામણીમાં એ વધુ વળતર આપે છે. અહીં વાર્ષિક એક કરોડ ટન જેટલી શેરડીનું ઉત્પાદન છે. એમાંથી વાર્ષિક ૧૦ લાખ ટન ખાંડ બને છે તો સાથે એની બાય-પ્રોડક્ટ રૂપે મોલાસિસ, ઈથેનોલ, બગાસ, પ્રેસમડ, વગેરેની પણ આવક મળે છે. શેરડીનાં પિલાણ દરમિયાન નીકળતી બગાસ થકી જ મિલમાં આખી સીઝનની વીજળી મળી રહે છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૩૪,૬૦૧ હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર થયું હતું, જેમાંથી હેક્ટરદીઠ સરેરાશ ૭૪.૧૯ ટન પાક મળ્યો. ગયા વર્ષની સરખામણીએ પાંચ ટકા ઓછો છે.

આમ તો દર વર્ષે શેરડીનું વાવેતર ઓછું ને ઓછું થવા લાગ્યું છે. દક્ષિણ ગુજરાતમાં બારડોલી, ગણદેવી, મઢી, ચલથાણ, સાયણ, કામરેજ સહિતનાં સ્થળે ૧૨-૧૩ જેટલી સુગર ફૅક્ટરી કાર્યરત છે. આ તમામ સુગર મિલે આગામી વર્ષ માટે શેરડીના ભાવ જાહેર કર્યા. જો કે અપેક્ષા મુજબના ભાવ મળ્યા નથી એવો સૂર ખેડૂતોનો છે.

Esta historia es de la edición May 20, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición May 20, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 minutos  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 minutos  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 minutos  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 minutos  |
June 10, 2024
આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati

આ જરા વધારે પડતું થઈ ગયું?

હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.

time-read
2 minutos  |
June 10, 2024
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati

સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?

છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

time-read
3 minutos  |
June 10, 2024
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
Chitralekha Gujarati

વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત

ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.

time-read
5 minutos  |
June 10, 2024
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
Chitralekha Gujarati

કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?

પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.

time-read
3 minutos  |
June 10, 2024
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
Chitralekha Gujarati

શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!

સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...

time-read
3 minutos  |
June 10, 2024
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
Chitralekha Gujarati

ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર

કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?

time-read
3 minutos  |
June 10, 2024