૧૫ ઓગસ્ટ, ૨૦૨૨: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત સરકારે વડોદરાના પાંચ, અમદાવાદના એક તથા ગોધરા સબ-જેલના અગિયાર કેદીને સામૂહિક સજામાફી આપીને જેલમુક્ત કર્યા.
ગોધરા કારાગૃહમાંથી છોડવામાં આવેલા અગિયાર કેદીને બહુચર્ચિત બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. એમની મુક્તિ પછીના સોળ મહિને, હમણાં સુપ્રીમ કોર્ટે એ તમામ કેદીને આઝાદ કરવાનો નિર્ણય રદ કરી એમને જેલમાં હાજર થવાનો આદેશ કર્યો. ફરી જેલભેગા થવા એમને મહેતલ મળી છે ૧૫ દિવસની.
આ ઘટનાના મૂળમાં હતાં ૨૦૦૨નાં ગુજરાત રમખાણ. એ વર્ષની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા ટ્રેનકાંડના ઉગ્ર પ્રતિભાવ રૂપે ગુજરાતમાં કોમી તોફાન શરૂ થયાં અને દિવસો સુધી ચાલ્યાં. એ દરમિયાન ત્રણ માર્ચે સવારે દાહોદ જિલ્લાના રણધીકપુર આવેલી મુસ્લિમ ઘાંચી પરિણીતા ૧૯ વર્ષી ગર્લ્સ બિલ્ડિંસ યાકુબ પટેલ(બિલ્કિસ બાનો) પર લીમખેડાના પાણીવેલા ગામ પાસે ડુંગરાળ વિસ્તારમાં ત્રણેક યુવકે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. એ ઉપરાંત, તોફાનીઓએ બિલ્કિસની ત્રણેક વર્ષની દીકરી સાલેહા સહિત એના પરિવારના સાત સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા.
Esta historia es de la edición January 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.
જસ્ટ એક મિનિટ..
સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.