દ્વારકા જ્યારે બન્યું ગોકુળિયું
Chitralekha Gujarati|January 08, 2024
નાતાલના માહોલ વચ્ચે દ્વારકા નગરી કાનુડાની રાસલીલામાં લીન બની. અવસર જન્માષ્ટમી કે નવરાત્રિ પર્વનો નહોતો છતાં ૫૦ હજાર જેટલી આહીરાણીઓએ પરંપરાગત વસ્ત્ર પરિધાન અને સુવર્ણ અલંકારો સાથે મહારાસ રમીને પાંચ હજાર વર્ષનો ઈતિહાસ જીવંત કર્યો.
પાર્થ સુખપરિયા
દ્વારકા જ્યારે બન્યું ગોકુળિયું

વહેલી સવારે સૂર્યનું કિરણ ધરતી પર પડે વ એ પહેલાં શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં પરંપરાગત વેશભૂષા અને સુવર્ણ આભૂષણો સાથે આહીરાણીઓનું આગમન થઈ ગયું. કાના સંગ રાસના ભાવથી રંગાયેલી આ હજારો મહિલાઓએ તાલબદ્ધ મહારાસનો આરંભ કર્યો ત્યારે યદુવંશની રાજધાની દ્વારકા જાણે ગોકુળ બની ગઈ. જાણે પાંચ હજાર વર્ષ પ્રાચીન ઈતિહાસ જીવંત થયો. કાનવેલી આ ગોપીઓના પરંપરાગત રાસ જોઈને સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા અને સાથે ઈતિહાસ રચાઈ ગયો.

આ રૂડો અવસર હતો અખિલ ભારતીય આહીર મહિલા મંડળ દ્વારા મહારાસના વિરાટ આયોજનનો. સમાજના આંગણે ઊજવાતા આ પ્રસંગને પોતાનો ગણીને ૩૭,૦૦૦થી વધુ આહીરાણીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રાચીન પરંપરાનો પરિચય આપીને આજની પેઢીને એકતાનો સંદેશ પણ પહોંચાડ્યો. નાત-જાત અને રાજકીય વાડાબંધીને બાજુ પર રાખીને આખા સમાજે એક થઈને ભવ્ય રાસના આ ધર્મમય આયોજનને ઐતિહાસિક બનાવ્યું. આહીર-યાદવ સમાજના દોઢ લાખ જેટલા લોકો સમગ્ર વિશ્વભરમાંથી આ અવસરે આવ્યા હતા.

તમે રમવા આવો મહારાસ, ઓ દ્વારિકાના નાથ..., ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો..., મહારાસ રમવા માધવ આવ્યા..., આજની ઘડી તે રળિયામણી... જેવાં ૩૭ પરંપરાગત લોકગીત-ગરબા પર સવારે પાંચ વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં આ મહારાસ શરૂ થયો અને એ બે કલાકથી પણ વધુ સમય ચાલ્યો. આશરે પાંચ કિલોમીટરના વ્યાસમાં, ૬૮ વર્તુળમાં પચાસ હજારથી પણ વધુ આહીરાણીઓએ મહારાસ રજૂ કર્યા બાદ એક મૌન રૅલી રૂપે દ્વારકાધીશના મંદિરે જઈ આ મહારાસ શ્રીકૃષ્ણને અર્પણ કર્યો હતો.

Esta historia es de la edición January 08, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición January 08, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024
વન-વેથી મન-વે સુધી
Chitralekha Gujarati

વન-વેથી મન-વે સુધી

આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે

time-read
2 minutos  |
June 17, 2024
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 minutos  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 minutos  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 minutos  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 minutos  |
June 10, 2024
આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati

આ જરા વધારે પડતું થઈ ગયું?

હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.

time-read
2 minutos  |
June 10, 2024
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati

સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?

છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

time-read
3 minutos  |
June 10, 2024
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
Chitralekha Gujarati

વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત

ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.

time-read
5 minutos  |
June 10, 2024
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
Chitralekha Gujarati

કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?

પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.

time-read
3 minutos  |
June 10, 2024