આવો, રાજસ્થાન પર્યટકોને નિમંત્રે છે આ નવાં ખૂલેલાં અભયારણ્યોમાં મહાલવા..
Chitralekha Gujarati|September 25, 2023
તહેવારોની મોસમ છે અને રાજસ્થાનમાં ફરવા જવાની સીઝન પણ નજીક આવી રહી છે. નવી ટૂરિસ્ટ સીઝનની શરૂઆત સાથે રાજસ્થાન વન્યજીવપ્રેમીઓને આકર્ષે એવાં કેટલાંક નવાં સ્થળ પણ ઉમેરી રહ્યું છે. વાઘ અને દીપડાનાં નવાં ‘ઘર’ જોવાં હોય કે યાયાવરી પક્ષીઓના ટહુકા સાંભળવા હોય તો રાહ કોની જુઓ છો? સપ્ટેમ્બર-ઑક્ટોબરથી અહીં જંગલ ટૂર, જીપ સફારી, ટ્રેકિંગ અને અશ્વ સફારી પણ શરૂ થશે. તો ચાલો, કરવા માંડો તૈયારી.
આવો, રાજસ્થાન પર્યટકોને નિમંત્રે છે આ નવાં ખૂલેલાં અભયારણ્યોમાં મહાલવા..

વન્યસૃષ્ટિના યાદગાર અનુભવ માટે વિશ્વભરનાં પ્રસિદ્ધ પર્યટનસ્થળોમાંનું એક ગણાતું રાજસ્થાન પર્યટકોને સતત કંઈક નવું આપવાના અવિરત પ્રયાસ કરતું રહે છે, જેથી પ્રવાસીઓ એની મૂલ્યવાન ધરોહરનો લહાવો લઈ શકે. રણથંભોર નૅશનલ પાર્ક તથા એની બાજુનાં કૈલાદેવી અભયારણ્ય અને સારિસ્કા ટાઈગર રિઝર્વમાં દેશ-વિદેશના પર્યટકોને વર્ષોથી વાઘ જોવાનો લહાવો મળતો રહ્યો છે. રાજસ્થાનના વન્યજીવનની , ઝાંખી કરાવતાં આ અભયારણ્યોમાં કેટલાંક નવાં અભયારણ્યો પણ ઉમેરાયાં છે, જેમાં મુકુંદરા ટાઈગર રિઝર્વનો પણ સમાવેશ થાય છે.

આજે વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે યુનેસ્કોની માન્યતા મેળવનાર કેવલાદેવ ઘાના નૅશનલ પાર્ક પણ વિભિન્ન પક્ષીઓને નિહાળવાનો આનંદ આપે છે. થારના રણના ખારા પાટમાં જેસલમેર નજીક આવેલો ડેઝર્ટ નૅશનલ પાર્ક પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આખી દુનિયામાં નામશેષ થઈ જવાની અણીએ પહોંચેલાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) પક્ષીના સંરક્ષણમાં ડેઝર્ટ નૅશનલ પાર્કે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

રાજસ્થાનના પ્રવાસે જતા વન્યજીવનના પ્રેમીઓએ ત્યાંનાં પ્રતિષ્ઠિત પ્રવર્તમાન અભયારણ્યોનો લહાવો પણ લીધો છે. એમાં ટોકમાં આવેલા બિસાલપુર કન્ઝર્વેશન રિઝર્વ, બિકાનેરમાં આવેલા જેડબીડ ગઢવાલા બિકાનેર કન્ઝર્વેશન રિઝર્વ, ઝુંઝુનુમાં આવેલા ખેત્રી બંસ્થાલ કન્ઝર્વેશન રિઝર્વ અને પાલીમાં આવેલા દીપડા (લેપ) માટેના જવાઈ બંધ અભયારણ્યનો સમાવેશ થાય છે.

પર્યટકોને કેટલાંક ઓછાં જાણીતાં, પરંતુ રાજ્યના કુદરતી વારસાની બાબતે પ્રતિષ્ઠિત અભયારણ્યો જેટલાં જ સમૃદ્ધ એવાં અભયારણ્યો તથા પર્યાવરણીય પર્યટનસ્થળો વિશે જાણીને આનંદ આવશે. રાજસ્થાનના વન વિભાગે તાજેતરમાં જ ત્રણ નવાં વન્યજીવન કન્ઝર્વેશન રિઝર્લ્સ ખુલ્લાં મૂક્યાં છે, એમાં રાજ્યના વન્યજીવનની કેટલીક એવી દુર્લભ પ્રજાતિઓનું સંરક્ષણ થાય છે જેમના પર લુપ્ત થવાનો ભય ઝળૂબી રહ્યો છે. આ ત્રણ રિઝર્લ્સ છેઃ જોધપુરનું ખિચન, ભિલવાડાનું હમીરગઢ અને બારનનું સોરસાણ. આ ત્રણ સંરક્ષણ રિઝર્લ્સના ઉમેરા સાથે હવે રાજસ્થાનમાં કુલ ૨૬ રિઝર્લ્સ થઈ ગયાં છે.

ખિચન સંરક્ષણ રિઝર્વ

Esta historia es de la edición September 25, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición September 25, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
Chitralekha Gujarati

ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.

time-read
4 minutos  |
May 13, 2024
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
Chitralekha Gujarati

લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ

દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.

time-read
4 minutos  |
May 13, 2024
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
Chitralekha Gujarati

એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?

સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...

time-read
5 minutos  |
May 13, 2024
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
Chitralekha Gujarati

સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...

ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.

time-read
2 minutos  |
May 13, 2024
નિવૃત્તિ હોય તો આવી!
Chitralekha Gujarati

નિવૃત્તિ હોય તો આવી!

ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.

time-read
2 minutos  |
May 13, 2024
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
Chitralekha Gujarati

ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!

બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.

time-read
4 minutos  |
May 13, 2024
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
Chitralekha Gujarati

છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...

દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.

time-read
4 minutos  |
May 13, 2024
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
Chitralekha Gujarati

કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?

જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.

time-read
3 minutos  |
May 13, 2024
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
Chitralekha Gujarati

સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...

માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.

time-read
5 minutos  |
May 13, 2024
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
Chitralekha Gujarati

યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.

time-read
4 minutos  |
May 13, 2024