મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|March 20, 2023
પ્રાચીન કાળના ઋષિઓની જ્ઞાનભૂખ જબરી હતી. જ્ઞાનપિપાસા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું લક્ષણ હતું. અસલમાં ‘ભારત’ શબ્દ પોતે જ જ્ઞાનપ્રેમ સૂચવે છે.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

શરૂ કરીએ મહાભારત. શરૂઆત ધીમે ધીમે કરીએ, જેથી આ કથાપ્રવાહમાં નવા જોડાનારા લોકો કથાનો મહત્ત્વનો હિસ્સો ન ચૂકે.

ઓકે, તો એક હતા કથાકાર-વાર્તાકાર. એમનું નામ હતું પુરાણિક લોમહર્ષણ. લોમ એટલે રોમ (રૂંવાડાં) અને લોમને જે હર્ષ પમાડે એ લોમહર્ષણ અર્થાત્ રોમાંચક વાતો જે કહે એ છે લોમહર્ષણ. આ કથાકાર લોમહર્ષણ એમના નામ પ્રમાણે ખરેખર થ્રિલર વાતો-કથાઓ કહેવામાં નિષ્ણાત હતા. લોમહર્ષણને મહર્ષિ વેદ વ્યાસે શિષ્ય તરીકે સ્વીકારેલા અને મહાભારત લખતાં પહેલાં વેદ વ્યાસે કથા-વાર્તાઓ એકઠી કરવામાં આ શિષ્યની મદદ લીધેલી. લોમહર્ષણે પોતાની પત્ની, પુત્ર તથા અન્ય છ શિષ્યોને સંહિતા શીખવેલી.

પૉઈન્ટ ટુ બી નોટેડ. પતિએ પત્નીને ભણાવી. પ્રાચીન કાળમાં મહિલાઓને પણ ભણવાની છૂટ હતી! વેદિક કાળનાં પેલાં પંડિતા ગાર્ગીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એક વાર જનક રાજાએ બેય શિંગડાં પર દસ-દસ સોનામહોરો બાંધેલી હજાર ગાયો એકઠી કરીને જાહેરાત કરેલી કે બ્રહ્મવિદ્યાના શ્રેષ્ઠ જાણકારને એ ગાયો મળશે. એ ઘોષણા બાદ ઋષિ યાજ્ઞવલ્ક્ય ખાતરીપૂર્વક પોતાને વિજેતા ગણીને ગાયો પોતાના આશ્રમમાં મોકલી દીધી.

ઈસુ પહેલાંની અંદાજે આઠમી સદીમાં થઈ ગયેલા યાજ્ઞવલ્ક્ય ખરેખર જબરા બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મનું વર્ણન તે આવું છે, તે તેવું છે એ રીતે નહીં, બલકે તે આ નથી, એ તે નથી એ રીતે એટલે કે નૈતિ નેતિ દ્વારા, નકારાત્મક રીતે જ થઈ શકે એવું એમણે પ્રતિપાદિત કરેલું. બ્રહ્મ એ કોઈ આંગળી મૂકીને ચીંધી શકાય એવું તત્ત્વ નથી એ સત્ય એમણે અનુભૂતિ દ્વારા જાણેલું અને તર્ક દ્વારા પ્રમાણિત કર્યું હતું.

છતાં કેટલાક લોકોએ આ વાતે વાંધો ઉઠાવ્યો કે યાજ્ઞવલ્ક્ય પોતે જ પોતાને શ્રેષ્ઠ ગણી લે એવું થોડું ચાલે? આ વિરોધ પછી જનક રાજાએ એક વ્યક્તિનું પંચ નીમ્યું. એ વ્યક્તિ સ્ત્રી હતી, પંડિતા ગાર્ગી. એમણે ઋષિ યાજ્ઞવલ્ક્યની પરીક્ષા લીધી. એ પ્રસંગ જબરો હતો. પંડિતાએ પંડિતની પરીક્ષા લીધી. પંડિતા ગાર્ગીએ અત્યંત અઘરા સવાલો પૂછ્યા (પેપર બહુ ભારે હતું), પરંતુ ઋષિ યાજ્ઞવલ્ક્ય તમામ સવાલોના સંતોષકારક જવાબ આપ્યા.

પંડિતા ગાર્ગીએચુકાદો આપ્યોઃ યાજ્ઞવલ્ક્ય ગાયો લઈ જવાના અધિકારી છે. પંડિતા કહે એ ફાઈનલ! આખી વાતમાં મુદ્દો એ છે કે એ યુગમાં જ્ઞાનના મામલે સ્ત્રી-પુરુષ સમાનતા હતી, પણ પછી..

Esta historia es de la edición March 20, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición March 20, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 minutos  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 minutos  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 minutos  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 minutos  |
June 10, 2024
આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati

આ જરા વધારે પડતું થઈ ગયું?

હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.

time-read
2 minutos  |
June 10, 2024
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati

સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?

છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

time-read
3 minutos  |
June 10, 2024
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
Chitralekha Gujarati

વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત

ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.

time-read
5 minutos  |
June 10, 2024
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
Chitralekha Gujarati

કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?

પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.

time-read
3 minutos  |
June 10, 2024
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
Chitralekha Gujarati

શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!

સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...

time-read
3 minutos  |
June 10, 2024
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
Chitralekha Gujarati

ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર

કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?

time-read
3 minutos  |
June 10, 2024