મનુષ્ય અને સમય વચ્ચેનો સંબંધ શું?
ABHIYAAN|February 03, 2024
સમય ગતિ પરિવર્તન હું કર્મ વગેરેમાં કર્તા કોણ અને ક્રિયા શું એકનું એક જે રાખવું જે કાઢવું એમાં પ્રીતમ કોણ અને પ્રિયા શું
મનુષ્ય અને સમય વચ્ચેનો સંબંધ શું?

સમય સ્થિર રહેતો નથી. અંગ્રેજી શબ્દ ટાઇમના મૂળમાં રહેલા શબ્દોમાં અંતે ‘જે વિભાગ પાડે છે તે’ એ પ્રકારનો અર્થ આવે છે. કાળ, વખત, અવસર, લાગ, મોકો, સંયોગ અને ગાળો કે અંતરાલ એટલે પુર્લિંગ સમય જે ઘણી શક્તિ, પ્રકૃતિ અને ક્રિયા ધારણ કરે છે. સમયનું ચક્ર ચાલતું હોય તેવું શક્ય છે, ત્યાંનું ત્યાં હોય અને બાકી બધું તેના ભાગ રૂપે ચાલતું હોય એવું પણ બનવાજોગ છે. વિવિધ દૃષ્ટિથી જુઓ તો આકૃતિના આ જગતમાં કૃતિઓ બદલાયા કરે છે. પરિવર્તન આવે છે અને જાય છે, ટૂંકમાં થાય છે. પરિવર્તનમાં સમગ્ર અસ્તિત્વનું વર્તન આવી જાય છે. મનુષ્યનો ચેન્જ સાથે શું સંબંધ છે? ઇટ્સ કોમ્પ્લિકેટેડ. સમય અને પરિવર્તન વચ્ચેની રિલેશનશિપ અને મનુષ્ય અને સમય સાથેની રિલેશનશિપ સંકીર્ણ છે. ક્રેઝી, ઑકવર્ડ અને વિયર્ડ. ડાહ્યા કહેશે ગુડ, દુઃખી કહેશે બેડ અને મિશ્રભાવીઓ કહેશે અગ્લી. પરિવર્તન ટાળી ના શકાય. પરિવર્તન તાત્ત્વિક વાસ્તવિકતા છે. જીવ માટે કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું અને બૉક્સની બહાર નીકળવાનું એ બધું થાય અને સાથે બંધન અને પરતંત્રતાનો અનુભવ થાય. સદૈવ સ્થિતિ, ગતિ અને વેગ તેમ જ પ્રતિપ્રવેગ સાથે પ્રવેગ વિવિધ રીતે સક્રિય રહ્યા છે. વચ્ચે-વચ્ચે શૂન્યતા અને ઉત્તેજના જડતા રમાડ્યા કરે છે.

એને જરીય હખ નથી વળતો, બે ઘડીય ઠરીને બેહી નહીં રે, આવું ઘણી મમ્મી એમના પ્યારા બાળ માટે કહેતી હોય છે. સામાન્ય સેન્સથી વિચારીએ તો એ વાતમાં દમ લાગે. બાળક જન્મે ત્યારથી, બલ્કે પેટમાં હોય ત્યારથી હખળ-ડખળ થયા કરતું હોય છે. જે નિશ્ચલ થઈને પડ્યો રહે એને નિશ્ચેતન માની લેવા મન પ્રેરાય છે. શવાસનમાં શવ જેવું. પાછું બાળક જેમ-જેમ મોટું થતું જાય તેમ-તેમ એ જોતું જાય છે કે પક્ષી હોય યા કીડી, પપ્પા હોય યા દડો આમથી તેમ જાય છે.ફક્ત હલતાં નથી, માત્ર ખસતાં નથી, ગતિ કરતાં રહે છે. પછી જ્યારે બાળક ચાલતાં શીખે તો ઘરમાં લોટરી લાગી હોય એવો આનંદ વ્યાપી જાય છે. પહેલાં બાળકના બ્રેઇને એ ડેટા સ્ટોર કરી લીધો હોય છે કે ગતિ મુખ્ય બાબત છે, ત્યાર બાદ ડેટા સ્ટોર થાય છે - આનંદ એઇમ છે. મારો અને મારી આસપાસનાનો આનંદ ટાર્ગેટ છે. જીવનની ભાગદોડીમાં જોતરાયેલા મોટા કે પાકા મનુષ્યનીસાથે એમને જોનાર નાનો કે કાચો મનુષ્ય એવું તારણ કાઢી લે છે કે બધું ગતિમાં હોય એ ખરું, ગતિ એટલે આનંદ અને આનંદ એટલે સ્તો જીવન.

Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición February 03, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 minutos  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 minutos  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 minutos  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 minutos  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024