મહિલાઓએ મોતીને ભરતકામમાં વાપરીને તેનું રૂપ નિખાર્યું
ABHIYAAN|December 16, 2023
કચ્છ સૌરાષ્ટ્રના લોકજીવનમાં કલા શ્વાસે શ્વાસે વણાઈ છે. વિવિધ પ્રકારના ભરતકામ ની જેમ જ મોતીભરત પણ સમૃદ્ધ પરંતુ હવે લુપ્તપ્રાય બનેલી પરંપરા છે. વસો, ઘરવખરી, વપરાશની અને સુશોભનની વસ્તુઓ, ઇષ્ટદેવની સામગ્રી, વિધિવિધાનનો સરંજામ, પશુઓના શણગાર વગેરેને મોતીથી શણગારાય છે. અહીંના તમામ પ્રદેશની, તમામ જ્ઞાતિઓ દ્વારા વધતે ઓછે અંશે મોતીભરત કરાતું હતું. જો આજના સમયમાં ઉપયોગિતા વધે, તેમાંથી પૂરતું અર્થોપાર્જન થઈ શકે તો જ આ કલા જીવંત રહી શકે તેમ છે.
સુચિતા બોઘાણી કનર
મહિલાઓએ મોતીને ભરતકામમાં વાપરીને તેનું રૂપ નિખાર્યું

સંસ્કૃત શબ્દ મૌક્તિક પરથી ગુજરાતી શબ્દ મોતી આવ્યો છે. સાચા મોતી એટલે સાગરમાં પાકતાં મોતી ખૂબ જ મોંઘાં હોય છે, પરંતુ ભરતકામમાં વિશિષ્ટ રીતે વપરાયેલાં કાચનાં, પથ્થરનાં કે કચકડાનાં મોતી સાચાં મોતીથી પણ વિશેષ લાગે છે. ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની નારીઓએ મોતીનો વિવિધ રીતે ઉપયોગ કર્યો છે. હજારો વર્ષ પહેલાંથી આ વિસ્તારમાં મોતીકામ અને મોતીભરત થતું હોવાનું મનાય છે. એક જમાનામાં દીકરીને જે દાયજો(આણું) આપવાનો થતો તેમાં તેણે પોતે ભરેલી મોતીની વિવિધ વસ્તુઓનો સમાવેશ ફરજિયાત થતો. આજે પણ અમુક જ્ઞાતિમાં આ પ્રથા બહુ ઓછા પ્રમાણમાં ચાલુ છે. જોકે આ કલાની ઉપયોગિતા હવે તદ્દન ઘટી હોવાથી કલા ધીમે-ધીમે વિસ્તૃત થઈ રહી છે. નવી પેઢીની યુવતીઓને આ કામમાં રસ રહ્યો નથી. જો તેમાંથી લોકોને અર્થોપાર્જન થઈ શકે તો તે જીવંત રહી શકવાની આશા છે.

આ કલા નામશેષ થાય, અદૃશ્ય થઈને સાવ જ અપ્રાપ્ય બને તે પહેલાં તેની જાહોજલાલી સાચવી રાખવા, લોકોને તેની બહુઆયામી કલાસૃષ્ટિ નો પરિચય કરાવવા માટે સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રો. નિસર્ગ આહીર લિખિત પુસ્તક ‘મોતીભરતઃ સૌરાષ્ટ્રકચ્છનો વિસ્તૃત વારસો'નું પ્રકાશન કરાયું છે. આ પુસ્તકમાં લેખકે મોતીભરત અંગેનાં તમામ પાસાંઓને આવરી લીધા છે. કલા અને લોકકલા એટલે શું, તેની વિવિધતા, ભરતગૂંથણની વિસ્તૃત સમજ, મોતીકામની પરંપરાને તો પુસ્તકમાં આવરી જ લેવાયા છે, સાથે-સાથે તેમાં લોકસાહિત્યમાં મોતીને જે સ્થાન મળ્યું છે, તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી છે.

મોતીભરતની કલા વિશે વાત કરતાં પ્રો.આહીર કહે છે, ‘મોતીભરત માત્ર કસબ નથી, એ છે લોકચેતનાનું સંઘટિત થયેલું રૂપ, મોતી મૂર્તિમંત ભાવ છે. મોતીભરતમાં શુભત્વ, માંગલ્ય, શણગાર અને સજાવટ નિમિત્તે જીવનદાયિની ઊર્જાને વણી લેવામાં આવી છે. વૈશ્વિકીકરણ, ટૅક્નોલોજીનો વ્યાપ, ભૌતિકતાનો પ્રભાવ અને બજારવાદના કારણે પરંપરા હ્રાસ પામી રહી છે. છતાં અમુક શોખીનો કે કલાપ્રેમીઓએ તેને સાચવી રાખ્યું છે. કાઠી દરબાર, રાજપૂત, કારડિયા રાજપૂત, આહીર, મેઘવાળ મારવાડા જેવી જાતિઓએ પોતાની જૂની કલાને સાચવી છે.’

Esta historia es de la edición December 16, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 16, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024