નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ
ABHIYAAN|December 09, 2023
૫૫૦પથારીની આ નેચરોપથી હૉસ્પિટલમાં ૪૦ ટકા પથારી આર્થિક રીતે નબળા લોકો માટે રખાય છે. ડ્રગલેસ પ્રાકૃતિક ચિકિત્સા ઇચ્છતા સમૃદ્ધોનું આ સ્વર્ગ એક્સો એકરમાં છવાયેલું છે. અહીંના સમય પત્રકમાં ફુરસદનો સમય ઍરોબિક્સ, સ્વિમિંગ જેવી રિક્રિએશન પ્રવૃત્તિથી સભર છે.
રક્ષા ભટ્ટ
નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ

આસો-કારતકના પર્વીય દિવસો સાથે જ શિયાળાનો હૂંફાળો પ્રવેશ આંગણામાં આળેખેલી રંગોળીના રંગ લઈ આપણી આસપાસ વીંટળાઈ જાય છે. લીલાં શાકભાજીથી સભર માર્કેટ, વહેલી સવારથી શહેરનાં ઉદ્યાનો અને રસ્તાઓ પર ચાલતાં અને દોડતાં શહેરીજનો, જ્યૂસ-સલાડ અને ઉકાળાથી અખંડ સવાર-બપોર-સાંજ અને યમ-નિયમ, યોગ અને પ્રાણાયામથી પ્રસન્ન આખો માહોલ હૃદય-મનની બંધ બારીઓને ખોલી આપણને એકદમ શુદ્ધ કરી જીવનની ગાડીમાં તાજું એન્જિન ઓઇલ પૂરવાનું કામ કરે છે.

શરીર-મનના આવા હાર્મોનિયસ લ્યુબ્રિકેશનમાં ભારતનું વૅલનેસ ટૂરિઝમ વિશ્વ કક્ષાએ અવ્વલ નંબરે આવે છે. નિસર્ગોપચાર, યોગ, આયુર્વેદ અને વૈદિક ઉપચારોની આ ભૂમિમાં વિશ્વ કક્ષાની હસ્તીઓ તનમનથી રિચાર્જ થવા ભારત આવે છે અને ખરા અર્થમાં રિચાર્જ થાય છે; હળવાફુલ અને તાજા-માજા થાય છે અને તદ્દન નવી ઊર્જાથી ફરી પોતાને કામે ચડે છે. આવા રિજૂવેનેટિંગ અનુભવમાં નેચરોપેથી એટલે કે નિસર્ગોપચારનો ફાળો અનેક ગણો છે. આ નિસર્ગોપચાર કોઈ જાતની શસ્ત્રક્રિયા અને દવાઓ વગરનો એવો ઉપચાર છે જે એવું કહે છે કે આપણી પ્રકૃતિમાં જ આપણા શરીરનાં દર્દ મટાડવાની અમાપ શક્તિ પડેલી હોય છે. શુદ્ધ હવા-પાણી, પ્રકાશ અને ભોજનથી આપણે જાતે જ આપણી સારવાર કરવા સક્ષમ છીએ. યોગ્ય આહાર-વિહારનો પાયો નાખી શરીર-મનની સ્વસ્થતાનું પ્રસન્ન ઘર બાંધતાં આવા નિસર્ગોપચાર ના અનેક ઉત્તમ સેન્ટર્સ ભારતના ‘વૅલનેસ' ડેસ્ટિનેશન્સ છે જેમાં જિંદાલ નેચરચૂર સંસ્થા વર્થ બિઇંગ એટની યાદીમાંનું એક છે.

‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીઝ’ના નામથી સુવિખ્યાત આ નિસર્ગોપચાર સંસ્થા બેંગ્લોર ઍરપોર્ટથી ઉત્તર-પશ્ચિમે ૨૭ કિ.મી. દૂર રહેલા જિંદાલ નગરમાં આવેલી છે. બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૧૭ કિ.મી.ના અંતરે પાર્લે-જી બિસ્કિટ ફેક્ટરી આસપાસ લૉકેટ થયેલા આ વૅલનેસ સેન્ટરમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ઋતુમાં જવું હોય તો ત્રણેક મહિના અગાઉ ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવી આપણે આપણા જીવનના એકાદ શિયાળાને એક લાંબી હગ આપી તદ્દન નવી નક્કોર ઊર્જાથી ભરી શકીએ છીએ.

Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 minutos  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 minutos  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 minutos  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 minutos  |
June 01, 2024