અમે અભણ, પરંતુ બાળકો અમારાં ખૂબ ભણશે
ABHIYAAN|December 02, 2023
માતા-પિતા ભણેલાં હોય અને સંતાનોને સારું શિક્ષણ આપે તે સ્વાભાવિક છે, પરંતુ અભણ માતા-પિતા પોતાનાં સંતાનો ખૂબ ભણે તે માટે મહેનત કરીને તેમને પ્રોત્સાહિત કરતાં હોય તે વાત અન્યોને પણ પ્રેરણા આપે છે. આજના સમયમાં ભણતર રોજગાર મેળવવા માટે તો મહત્ત્વનું છે જ, પરંતુ સાચું ભણતર વ્યક્તિને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. જો માતા-પિતા પોતાનાં સંતાનોના વિકાસ માટે સજાગ હોય તો પછી તેઓ પોતે કેટલું ભણ્યા તે મહત્ત્વનું રહેતું નથી. બાળકો પોતાનો જીવનરાહ સાચી રીતે કંડારે તે બાબત જ તેમના માટે મહત્ત્વની બની રહે છે.
સુચિતા બોઘાણી કનર
અમે અભણ, પરંતુ બાળકો અમારાં ખૂબ ભણશે

સંતાનો સારું ભણે, પગભર થાય અને સારી રીતે જિંદગી જીવે તે જ કોઈ પણ માતા-પિતાની અંતરતમ ઇચ્છા હોય છે, પરંતુ અનેક ભણેલાં ગણેલાં વાલીઓ પણ પોતાની નોકરી, વ્યવસાય, અંગત જિંદગીમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ સંતાનોની પ્રગતિ પ્રત્યે પૂરતી નજર રાખી શકતાં નથી. અનેક વખત કિશોરાવસ્થાનાં બાળકોને ટ્યુશન, ટીચરના ભરોસે રાખીને, પૂરતા કે જરૂરતથી વધુ પૈસા ખર્ચીને, મોબાઇલ - કોમ્પ્યુટર જેવી સગવડ તેમના હાથવગી કરીને તેમનું યોગ્ય લાલન પાલન કર્યાનો સંતોષ તેઓ માનતા હોય છે, પરંતુ જ્યારે એ જ સંતાનો મોટા થઈને જીવનના યુદ્ધમાં ઊતરે અને પાંગળા પુરવાર થાય ત્યારે માતા-પિતાને કંઈક ચૂકી ગયાનો અહેસાસ થાય છે. શહેરોમાં અનેક  શિક્ષિત, પૈસાપાત્ર કુટુંબોમાં આવી સ્થિતિ હોય છે. તેની સામે જ ગામડાં કે નાનાં શહેરોમાં રહેતાં, અભણ કે ઓછું ભણેલાં માતા-પિતાનાં સંતાનો વાલીઓની પ્રેરણાથી અને પોતાની મહેનતથી જે સિદ્ધિ હાંસલ કરે છે, તે ખરેખર નેત્રદીપક હોય છે. આવાં સંતાનો કુટુંબનું નામ રોશન તો કરે જ છે, સાથે-સાથે તેઓ પોતાનાં ભાઈ-બહેનોનાં જીવનમાં પણ અકલ્પનીય બદલાવ લાવે છે. આ માટે જરૂરી પ્રેરણા અને પ્રોત્સાહન તો માતા-પિતા જ પૂરું પાડે છે.

આવી જ વાત છે, ભુજની ઝેનબખાતુનની. સાત ભાઈ-બહેનોની મોટી બહેન તરીકેની જવાબદારી, માંદી બહેનની સારવાર, ઘરકામમાં માતાની મદદ કરીને ભણતી આ ૧૮ વર્ષની યુવતી માટે ભણવા માટે સમય કાઢવો પણ મુશ્કેલ, પરંતુ માતા-પિતાની પ્રેરણાથી તે મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢીને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા મથી રહી છે અને તેમાં સફળ થવાનો પૂરો વિશ્વાસ તેને છે.

Esta historia es de la edición December 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 02, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024