ઇ-જગતનો અલ્ગોરિધમ નામે ઈશ્વર
ABHIYAAN|April 22, 2023
અલ્ગોરિધમની પાયાની સમજ મેળવવી સરળ છે. મૂળે તો એ મશીન જ છે, જેને અમુક નિયમો સમજાવી દેવામાં આવેલા છે અને એણે એના આધારે જ કામ કરવાનું રહે છે
સ્પર્શ હાર્દિક
ઇ-જગતનો અલ્ગોરિધમ નામે ઈશ્વર

એલન મસ્કે ટ્વિટરનું સુકાન સંભાળ્યું એ પછી તેણે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે અને આંચકાઓની શ્રેણીમાં હવે એક નવો ઉમેરો થયો છે. તેણે ટ્વિટરના અલ્ગોરિધમની બંધ મુઠ્ઠી ખોલી નાખી છે. અર્થાત્ ટ્વિટર પર સેંકડો યુઝરના સેંકડો ટ્વિટ્સનું સંચાલન કઈ રીતે થાય છે એ દર્શાવતો પ્રોગ્રામ હવે અનાવૃત થઈ ગયો છે. ના, ટ્વિટરનો સંપૂર્ણ પ્રોગ્રામ જાહેર કરાયો નથી, પરંતુ પારદર્શિતા અને સંશોધનના હેતુ પૂરતો પ્રોગ્રામનો એક નાનો ટુકડો જ પ્રગટ કરાયો છે. આમ જોઈએ તો આ કોઈ એવો મોટો ઘટસ્ફોટ પણ નથી, છતાં આને મહત્ત્વની ઘટના તરીકે અવશ્ય લેખી શકાય. ટ્વિટરનું અલ્ગોરિધમ ૧૫૦૦ ટ્વિટ્સના એક મોટા જથ્થામાંથી યુઝરે ફોલો કરેલા અન્ય યુઝર્સના, એમના સર્કલના અને સર્કલ બહારના પણ સમાન રસ-રુચિ ધરાવતા યુઝર્સના ટ્વિટ્સને અલગ તારવે છે. કોની ટ્વિટને કેટલું મહત્ત્વ મળશે અને કોની ટ્વિટ ઢંકાઈ રહેશે એ નક્કી કરવાના અલગ-અલગ પેરામિટર્સના આધારે સ્ક્રીન પર સતત ટ્વિટનો પ્રવાહ વહેતો રાખવામાં આવે છે. ફોટો અને વીડિયોને વધારે બળથી આગળ પહોંચાડવામાં આવે છે, લાઇક અને રી-ટ્વિટ મળે તો બળની માત્રા વધે છે અને ટ્વિટ મેક્ઝિમમ લોકો સુધી પહોંચે છે.

અલ્ગોરિધમનું ગુજરાતી આવું મળે છે - યાંત્રિક ગણતરી ઇત્યાદિની પ્રક્રિયા કે નિયમો, પરંતુ ટૅક્નોલૉજીના સંદર્ભમાં વિસ્તૃત વ્યાખ્યા આપીએ તો અલ્ગોરિધમ એવો પ્રોગ્રામ છે જે એમાં દાખલ કરાયેલા ડેટા પર નિશ્ચિત નિયમો પ્રમાણે પ્રક્રિયા કરીને કંઈક આઉટપુટ આપે. એક રીતે તે મર્યાદિત પ્રકારની ગણતરી લાર્જ સ્કેલ પર થાક્યા વિના કરવાની સુપર ક્ષમતા ધરાવતું એક યાંત્રિક દિમાગ છે. ટ્વિટર હોય કે સમગ્ર સાયબર સ્પેસનું બીજું કોઈ પણ પ્લૅટફૉર્મ, અલ્ગોરિધમનું કામ એના પર ઠલવાતા કન્ટેન્ટનું ત્યાં વિહરતા યુઝરનું મન સમજીને એના મનને ભાવે એ રીતે વિતરણ કરવાનું તથા સેટ કરવામાં આવેલા પેરામિટર્સને આધારે ખોટી માહિતી, દ્વેષ કે એ પ્રકારની નકારાત્મકતા ફેલાવતી નિષિદ્ધ સામગ્રીઓને દૂર રાખવાનું છે. પાછલા બે-એક દશકમાં ઇન્ટરનેટના સાગરમાંથી કેટકેટલાયે હેતુઓ સાથે ભિન્નભિન્ન ઇ-ઠેકાણાં ઊભરી આવ્યાં છે, ત્યાં ડૂબકી મારતાં મનુષ્યોની સંખ્યા પણ અવિરત વધતી જવા પામી છે. કરોડો યુઝર્સના ડેટાને મૅનેજ કરવા માટે, એમને ચોવીસે કલાક કંઈક 'ને કંઈક પીરસતા રહેવા માટે જે ઇ-જગતના ઈશ્વર સરીખો લાગી શકે એ અલ્ગોરિધમ જ કામ આવે.

Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 minutos  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 minutos  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 minutos  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 minutos  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 minutos  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 minutos  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 minutos  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 minutos  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 minutos  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 minutos  |
May 25, 2024