જેસન એલને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક ઓનલાઇન પ્રોગ્રામ દ્વારા બનાવેલ આ ચિત્ર ડિજિટલ આર્ટ કેટેગરીમાં વિજેતા બન્યું અને પછી જે સત્ય સામે આવ્યું તેનાથી ઉગ્ર વિવાદ સર્જાયો
‘Artis human thing.’ - કળા માનવીય સંવેદનોની નાજુક અભિવ્યક્તિ છે. પોતાના દરેક સર્જન સાથે કલાકાર કોઈ વિચાર કે લાગણીને દર્શાવતો હોય છે. રંગના દરેક લસરકામાં કોઈ કલ્પના વસેલી હોય છે. પૃથ્વી પર કળાના આવિષ્કારની ઘટના માનવના અસ્તિત્વ જેટલી જ પ્રાચીન છે. માનવીની હયાતી સાથે જ કળાના શ્વાસ જોડાયેલા છે. અભિવ્યક્તિનું સૌંદર્યમય સ્વરૂપ એટલે કળા. વિચારો અને લાગણીનું ચેતન જ્યારે નિર્જીવ વસ્તુઓ પણ રેડાય ત્યારે તે સજીવ થઈ ઊઠે છે. કળાએ પથ્થરની ગુફામાં ચિત્રો દોરીને જે-તે સમયનું દસ્તાવેજીકરણ કર્યું છે, તો લાગણીમાં ઝબોળાઈને ભીંતને શોભાવતી વહાલભરી ઓકળીઓ કાઢી છે. પરાપૂર્વથી ચાલી આવતી આ પ્રણાલી માનવ ઉત્ક્રાંતિ સાથે વિકાસ પામતી રહી છે, પેઢી દર પેઢી ચાલતી આવી છે. પથ્થરો પર, દીવાલો પર, ધાતુપત્રો પર, ભોજપત્ર પર માનવે પોતાની કળા અને કલ્પનાને અંકિત કરી છે. કાળક્રમે લોકકળા અને એ પછી શિષ્ટ કળાનો ઉદય થયો, તેમાં નિત્ય નવીન પદ્ધતિઓ અને અનેક પ્રકારનાં સંસાધનો ઉમેરાતાં રહ્યાં. સંવર્ધનના દરેક પડાવ પર દરેક કલાકાર પોતાની આગવી સૂઝ અને આવડત પ્રમાણે પોતાનું પ્રદાન નિશ્ચિત કરે છે. આધુનિકતાના પગલે ટૅક્નોલૉજીનો વિકાસ થતાં, કળાના નવતર સ્વરૂપ તરીકે ફોટોગ્રાફી આવી. પ્રતિભામૂલક આ સઘળી કળાની પરસ્પરની ગરિમા જળવાય છે. તેમની વચ્ચે ક્ષુલ્લક પ્રતિસ્પર્ધાનો ભાવ હોતો નથી. સમય સાથે આ સિલસિલો રંગ, પીંછી, તક્ષિણી અને તુલિકાને વટાવીને ફોટોગ્રાફી અને ડિજિટલ આર્ટ વર્કથી આગળ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) generation સુધી આવી પહોંચ્યો છે.
ટાઇપ કરો કે - Walking through the Van Gogh's starry night. કે પછી, Angelina Jolie as Monalisa. સેકન્ડ્સમાં તમારી સામે અનેક વિકલ્પો હાજર થઈ જશે. તરતાં પંખી કે ઊડતાં હાથી, હજુ દશ્યની કલ્પના કરતાં હશો એટલામાં તો સ્ક્રીન પર હાજર હશે. આજે આ બધું શક્ય છે. ટૅક્નોલૉજી ક્ષેત્રે આવેલી ક્રાંતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે, આજે ઘણું - જે પહેલાં અશક્ય લાગતું હતું - તે શક્ય બન્યું છે.
મોનાલિસા - ઓરિજિનલ
Esta historia es de la edición March 11, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 11, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન