સ્વાદના શોખીનોને સંતોષનો ઓડકાર ખવડાવવાનો શોખ
ABHIYAAN|January 28, 2023
આપણી આસપાસ બહુ ઓછી એવી વ્યક્તિઓ હશે જેમનો શોખ જ તેમનો વ્યવસાય હોય. અનેક લોકો પોતાના મુખ્ય વ્યવસાયની સાથે પોતાનો શોખ પૂરો કરવા માટે પણ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. ‘અભિયાન’ એવા લોકોને મળ્યું કે જેમનો મુખ્ય વ્યવસાય કોઈ બીજો હતો, પણ જિંદગીના એક પડાવે તેમણે ફૂડને પોતાનો વ્યવસાય બનાવી દીધો અને કંઈક નવીન કરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમણે માત્ર કમાણીને મુખ્ય હેતુ ક્યારેય બનવા દીધો નહીં, બલ્કે ગ્રાહકનો સંતોષ જ હંમેશાં તેમની પ્રાથમિકતા બની રહી.
આર્જવ પારેખ
સ્વાદના શોખીનોને સંતોષનો ઓડકાર ખવડાવવાનો શોખ

જયૉર્જ બર્નાર્ડ શોએ કહ્યું છે, ‘આ દુનિયામાં આહારથી વધુ નિષ્ઠાવાન પ્રેમ બીજો એકેય નથી.’ આપણી આસપાસ અનેક લોકો એવા જોવા મળે છે કે જેઓ આંખ મીંચીને આ વિધાનને અનુસરતા હોય છે. તેમના માટે સતત નવીન ખાવું એ જ સર્વસ્વ હોય છે. તો સાથે એવા લોકો પણ જોવા મળે છે કે જેમણે કંઈક નવું અને ઉમદા ભોજન બનાવીને પીરસવું એને જ પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે. પછી ભલે ને તેઓ મહિને લાખ રૂપિયાના પગારની નોકરી કરતાં હોય, પરંતુ લોકોને સારું, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખાવાનું પીરસવા માટે તેઓ ચાર રસ્તા પર લારી ઊભી રાખતાં પણ અચકાતાં નથી. આમ જોવા જઈએ તો અમદાવાદમાં વિશ્વના સૌથી મોંઘી ખાદ્યચીજો વેચતા સ્ટારબક્સ જેવાં આઉટલેટ પણ આવેલાં છે અને લારી કે નાના સ્ટોલ પર વેચાતું સ્ટ્રીટફૂડ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ બંને અલગ છેડાની વચ્ચે એક નવો પ્રવાહ આજકાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમુક વ્યક્તિઓ શોખથી લોકોને શ્રેષ્ઠ ખાવાનું પીરસવા માટે નાના-નાના ફૂડ સ્ટોલ ચલાવી રહી છે. તેઓ માત્ર કમાવા માટે જ નહીં, પરંતુ શોખ માટે આ કામ કરતાં હોવાથી વિવિધ વાનગીના ભાવ પણ વાજબી રહે છે. વળી, ખોરાકની ગુણવત્તા જાળવવાનો તેમનો પ્રયાસ પણ ધ્યાન ખેંચે છે. તેના કારણે આ પ્રકારના આઉટલેટ્સ વધુ ને વધુ પ્રખ્યાત થઈ રહ્યાં છે.

અન્નપૂર્ણા ફૂડ કોર્નર - નારણપુરા

‘પહેલાં ચાખો, પછી ઑર્ડર આપો’ના સૂત્ર સાથે નારણપુરા વિસ્તારમાં નાનકડો ફૂડ સ્ટોલ ચલાવતાં મિતાલીબહેન જોશીએ ટૂંકા ગાળામાં પોતાના ફૂડ કોર્નરના ‘અન્નપૂર્ણા’ નામને સાર્થક કર્યું છે. તેઓ વ્યવસાયે હેલ્થ કન્સલ્ટન્ટ છે અને યુ-ટ્યૂબર પણ છે. એમના પતિ નિમેશભાઈ વ્યવસાયે કેમિકલ એન્જિનિયર છે. તેઓ બંને સાથે મળીને સવાર-સાંજ પોતાના મુખ્ય વ્યવસાયની સાથે સાથે છેલ્લા પાંચ મહિનાથી આ સ્ટોલ ચલાવે છે. દિવસે ને દિવસે તેમની ઘરાકી વધતી જાય છે.

Esta historia es de la edición January 28, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición January 28, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 minutos  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 minutos  |
Abhiyaan Magazine 18/05/2024