વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ
ABHIYAAN|October 01, 2022
દંપતીઓમાં વંધ્યત્વ એ પુરુષ અને સ્ત્રી બંનેની શારીરિક તકલીફોના કારણે ઉદ્ભવતી સમસ્યા છે, પણ આજેય તેનો મોટા ભાગનો બોજ સ્ત્રી જ ઊંચકી રહી છે. લગ્નસંસ્થામાં સ્ત્રીમાં તકલીફ ન હોય તો તેને અન્ય પુરુષ સાથે સ્ત્રીજનીનો આગળ વધારી શકે તેવી છૂટ નથી. જ્યારે પુરુષમાં તકલીફ હોય તો પણ સ્ત્રીએ સારાનરસા અનુભવો કરીને પિતૃસત્તા માટે વારસદાર પેદા કરી આપવો પડે છે.
ડો. મિતાલી સમોવા
વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ

તનિશાએ દરવાજામાંથી ઝાંખ્યું, હજુ વેઇટિંગમાં બે જણ બેઠા હતા. કેબિનની અંદરનો દર્દી બહા૨ આવ્યો અને બહારનો અંદર જવા ગયો એ વચ્ચેના સમયમાં તનિશાએ ડૉ. સુલેમાને પૂછી લીધું કે, ‘મૅડમ, થોડું અંગત કામ છે, થોડી વાર પછી કોઈ ન હોય ત્યારે આવું?’ ડૉ. સુલેમાએ કાયમી દર્દી તનિશાને હા કહી. ઓપીડીમાં દર્દી જોવાઈ ગયા પછી તનિશાએ ડૉ. સુલેમાને કહ્યું, ‘મૅડમ, બહુ મોટી મુશ્કેલીમાં છું. લગ્નનાં ત્રણ વર્ષ થયાં તોય મને પ્રેગ્નન્સી ન રહી, એટલે હમણાં હું ’ને કેશવ ગાયનેકને ત્યાં બતાવવા ગયાં હતાં. અમારાં અરેન્જ મેરેજ પછી કેશવ અહીં મારા પિયર નજીક રહેવા આવી ગયો છે, અમે સુખેથી રહીએ છીએ. અમારી બંનેની નોકરી પણ અહીં નજીક છે. અમને કોઈ તકલીફ નથી. સાસુ-સસરા સમયાંતરે આવતાં જતાં રહે છે. મારાં મોટાં નણંદ અહીં શહેરમાં રહે છે, તેમની સાથે અમારે સારો ઘરોબો છે. હમણાં ગાયનેકને બતાવ્યું ત્યારે એમણે અમારા બંનેના રિપોર્ટ કરાવ્યા. મારા તો નોર્મલ આવ્યા, પણ કેશવના રિપોર્ટમાં ઓલિગોસ્પર્મિયા એટલે કે શુક્રાણુના કાઉન્ટ બહુ ઓછા આવ્યા. એ મૅડમે એવું કહ્યું કે એ સિવાય પણ બીજી તકલીફો છે. મૅડમે પ્રેમથી કહી દીધું કે કેશવ ક્યારેય સામાન્ય રીતથી પિતા નહીં બની શકે, અમારી પાસે આઈવીએફ કરાવ્યા વિના છૂટકો નથી. આ વાત સાંભળીને કેશવ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. તેને એવું થઈ ગયું છે કે તે કોઈ કામનો નથી અને આઈવીએફનો ખર્ચો હાલ અમને પરવડે એમ નથી. એવામાં કેશવ હવે સેક્સમાં પણ રસ નથી લઈ શકતો. આજ સુધી તેને શીઘ્રપતનની તકલીફ નથી થઈ, પણ આ જાણ્યા પછી એ એટલો એન્ઝાયટીમાં રહે છે કે એ મારી સાથે સંબંધ પણ બાંધી શકતો નથી.’

‘આ વાતે મારાં મોટાં નણંદ સિવાય મારા કે કેશવના ઘરનાને કોઈને કશું કહ્યું નથી. છતાં કેશવને એવો જ ડર લાગે છે કે લોકો આ જાણી જશે તો તેના વિશે કેવું વિચારશે? તેને નપુંસક કહીને ચીડવશે. શું કરું? કશું ખબર નથી પડતી મૅમ. બાળક નહીં આવે તો ચાલશે, મને મારો કેશવ જોઈએ. બધા ભલે મને વાંઝણી કહે કે મહેણાં મારે, એ બધું હું સહન કરી લઈશ, પણ કેશવ વિના મને નહીં ચાલે. હું એને તમારી પાસે લઈ આવું, તમે એને સમજાવશો?’ ડૉ. સુલેમાએ હકાર ભણ્યો.

Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición October 01, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 08/06/2024