આજકાલ લોકોનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. લોકો વધારે જીવવા લાગ્યા છે. દેશમાં વૃદ્ધોની સંખ્યા વર્ષ ૧૯૬૧ થી સતત વધી રહી છે અને વર્ષ ૨૦૨૧ માં દેશમાં વૃદ્ધોની સંખ્યા ૧૩.૮ કરોડથી વધારે થઈ ગઈ છે. વર્ષ ૨૦૩૧ માં તેમની કુલ વસ્તી ૧૯.૩૮ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ‘નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ’ ના એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. જોકે આ વાત એક રીતે સારી છે, પરંતુ વૃદ્ધોની સંખ્યા વધવાથી એક નવી સમસ્યા પેદા થઈ ગઈ છે.
હકીકતમાં, આજના સમયમાં ઘણા બધા ઘરમાં એક સંતાન હોય છે. બાળકોની જવાબદારી ઉપાડવી અને તેમનો શિક્ષણ ખર્ચ એટલો મોંઘો થયો છે કે લોકો એક કરતા વધારે બાળક એફોર્ડ નથી કરી શકતા. એટલું જ નહીં, નોકરિયાત મહિલાઓ અને સિંગલ પરિવાર હોવાથી ઘણા બધા લોકો એક કરતા વધારે બાળક વિશે વિચારી શકતા નથી. આ સ્થિતિમાં સમસ્યા વધારે ત્યારે આવે છે, જ્યારે બાળકો મોટા થતા હોય છે અને માબાપ વૃદ્ધ.
ઉંમરના આ પડાવમાં પેરન્ટ્સને બાળકોના સહારાની જરૂર પડે છે, પરંતુ તેમની દેખરેખ રાખવા માટે ઘરમાં કોઈ નથી હોતું, કારણ કે મોટાભાગે અભ્યાસ અથવા નોકરી માટે છોકરા મેટ્રો સિટીમાં ચાલ્યા જાય છે અથવા જો દીકરી હોય તો તેને પોતાની સાસરીમાં જવું પડે છે. જો દીકરો તે જ શહેરમાં નોકરી કરતો હોય અથવા પોતાનો બિઝનેસ હોય તો તે માબાપ સાથે રહેતો હોય છે, નહીં તો દૂર ચાલ્યો જાય છે. જોકે મુશ્કેલી ત્યારે આવે છે, જ્યારે પેરન્ટ્સમાંથી કોઈ એક એટલે કે માતા અથવા પિતાનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે બીજી વ્યક્તિ ઘરમાં બિલકુલ એકલી પડી જાય છે.
મોટી જવાબદારી
જ્યારે કોઈ છોકરો અથવા છોકરી પોતાના માબાપનું એક માત્ર સંતાન હોય તો તેની પર પોતાની કરિયરની સાથે પેરન્ટ્સની સારસંભાળની પણ જવાબદારી રહે છે. તેને ઘણી વાર આ કારણસર સમજૂતી કરવી પડે છે, કારણ કે તેના સિવાય પેરન્ટ્સનો બીજો કોઈ સહારો હોતો નથી. પેરન્ટ્સ પોતાની જિંદગીમાં કમાયેલી પૂરી દોલત અને પોતાનો પૂરો પ્રેમ પોતાના એકમાત્ર બાળકના નામે કરી દેતા હોય છે.
આ સ્થિતિમાં બાળકની પણ ફરજ બને છે કે તે પોતાના પેરન્ટ્સ માટે કંઈક કરે. જોકે મોટાભાગના બાળકો પોતાના પેરન્ટ્સની દેખરેખ રાખવા ઈચ્છતા હોય છે, પરંતુ પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી. આવો જાણીએ કઈ પરિસ્થિતિમાં તમે કેવી રીતે પોતાના પેરન્ટ્સની સારસંભાળ રાખી શકો છો:
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...