લાફ્ટર વાઇરસ
ABHIYAAN|December 30, 2023
‘શબ્દપ્રીત’ આળસ ના ટકે આળસ વિના!
હર્ષદ પંડ્યા
લાફ્ટર વાઇરસ

આળસ કરવામાં સહેજ પણ આળસ નહીં કરનારા લોકો જ આળસની ટીકા કરતાં હોય છે. જેમના પર આળસદેવીની કૃપા ઊતરી નથી, એવા લોકો આળસની ટીકા કરવામાં સહેજ પણ આળસ રાખ્યા વિના ધોધમાર ‘આળસ ટીકા’ કરતાં હોય છે. આળસ કરવામાં આળસને ઓળખવામાં અને સમજવામાં પણ આવા લોકો આળસ રાખે છે.

કોઈ ‘આળસ વિભૂષિત' મહાનુભાવે સહેજ પણ આળસ રાખ્યા વિના આળસના ગુણો દર્શાવી આળસનું મહત્ત્વ સમજાવ્યું છે. તુલસીદાસની ક્ષમાયાચના કરતાં એ મહાનુભાવે કહ્યું છેઃ ‘આલસ અનંત, આલસકથા અનંતા.’

મિત્રો, ચાલો આપણે પણ સહેજેય આળસ રાખ્યા વિના એ ‘આળસ-ગુણદર્શન’નો લાભ લઈએઃ

• ગૃહયુદ્ધ હોય, (પૂર્વ) ગ્રહ કે (આ) ગ્રહયુદ્ધ હોય કે પછી વિશ્વયુદ્ધ હોય, કોઈ પણ યુદ્ધને અટકાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે આળસ. બોલવામાં આળસ, હાથ ઉગામવામાં આળસ. શસ્ત્રો કે હથિયાર પકડવામાં આળસ. આવી વિશિષ્ટ આળસ કરવામાં જે સહેજેય આળસ કરતો નથી એને વિશ્વશાંતિ નો ઍવૉર્ડ મળવો જોઈએ.

• નાની-મોટી ચોરી અટકાવવાનું કામ એકમાત્ર આળસ કરે છે. આળસ અને કામચોરી – આ બંને ગુણોમાં ફરક છે. આ ફરકનું શ્રેષ્ઠ ઉદાહરણ છેઃ ચોર. નાની-મોટી કોઈ પણ પ્રકારની ચૌર્યકલાનો નિષ્ણાત ચોર ક્યારેક આળસ કરી શકે, પણ એ કામચોરી તો ન જ કરે. ચોર ક્યારેય કામચોર ન હોય. કામચોરી કરવા જાય તો એ જ કામચોરી એને ભારે પડે! આળસ એને ચોરી ન કરતાં અટકાવે, પણ કામચોરી એને ક્યારેક જેલભેગો પણ કરી શકે. આ સંદર્ભે તંત્ર આળસ કરે તો ચોર આબાદપણે બચી જાય.  આમ, કોઈકની આળસ કોઈને સજામાંથી આ રીતે બચાવી પણ શકે છે.

• કોઈ પણ જાતની હત્યા કે ખૂનખરાબાનું પ્રમાણ આજે આપણને ભલે વધી ગયું હોય એમ લાગે, પણ આળસીય વિશ્લેષકોનું એવું તારણ છે કે આપણો સમાજ આ બાબતે અમેરિકા જેવા ઓવર ડેવલપ્ડ નેશનમાં બનતા આ પ્રકારના બનાવોની તુલનામાં ઘણો સારો કહેવાય. અમેરિકા માં બનતા આવા ગુનાઓનો ઇન્ડેક્સ ઑલ ટાઇમ હાઈ રહે છે, એનું એક અને એકમાત્ર કારણ છે – આળસ નહીં હોવી તે! જી હા, ત્યાંના લોકો આ બાબતે ખૂબ જ ઉદ્યમપ્રિય છે. આનો અર્થ અમારો બાબુ બૉસ એવો કરે છે કે આપણે ભલે આળસ કરવામાં સહેજ પણ આળસ રાખતા ન હોઈએ, પણ અમેરિકન લોકો ગમે તેટલા કામઢા કે વર્કોહોલિક હોય, પણ આળસ કરવાની બાબતે તો એમના જેવા કોઈ આળસુ નથી.

Diese Geschichte stammt aus der December 30, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 30, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

નવી સરકાર કોની હશે અને કેવી હશે?

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
રાજકોટનો અગ્નિકાંડ
ABHIYAAN

રાજકોટનો અગ્નિકાંડ

હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ

time-read
3 Minuten  |
June 01, 2024
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
ABHIYAAN

‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?

સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી

time-read
1 min  |
June 01, 2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!

time-read
5 Minuten  |
June 01, 2024
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
ABHIYAAN

આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?

વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.

time-read
3 Minuten  |
June 01, 2024
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ABHIYAAN

કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં

ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.

time-read
4 Minuten  |
June 01, 2024
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
ABHIYAAN

જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી

એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે

time-read
4 Minuten  |
June 01, 2024