વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન
ABHIYAAN|December 09, 2023
વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેની આંતરિક અસરકારકતા સમજવા જેવી છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઑર્ગેનિક ફૂડને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ વસ્ત્રો બાબતે હજુ બહુ જાગૃતિ નથી. વસ્ત્રો અને તેના પહેરનાર વચ્ચેની વાઇબ્રેશનલ ફ્રિક્વન્સી વચ્ચેની આંતરપ્રક્રિયા પર અનેક સંશોધન થયાં છે.
પ્રિયંકા જોષી
વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન

Second skin કહી શકાય એવાં વસ્ત્રોની કેટકેટલી વિભાવનાઓ સમાજ માં પ્રવર્તે છે. સમય સાથે વસ્ત્રોએ શરીર ઢાંકવા પૂરતી જરૂરિયાત ની મર્યાદા ક્યારનીય ફગાવી દીધી છે. વસ્ત્રો પહેરાવાનો મૂળભૂત હેતુ શરીર ને રક્ષણ અને આરામ આપવાનો રહ્યો છે. પ્રાણીઓના ચામડા વીંટાળીને દેહનું રક્ષણ કરતો માનવી આજે એનિમલ ફરના જૅકેટ પહેરીને સ્ટાઇલ સ્ટેટમૅન્ટ આપે છે.

આજે વસ્ત્રો માણસના સામાજિક જીવનનો એક મહત્ત્વનો ભાગ બને ચૂક્યા છે. કોઈ પણ વ્યક્તિએ ધારણ કરેલ પરિધાનમાં તેનું વ્યક્તિત્વ, સામાજિક વર્ચસ્વ અને હોદ્દો, તેનો મિજાજ, તેની રુચિ અને તેની આંતરસૂઝ વ્યક્ત થાય છે. જાણે વસ્ત્રો માત્ર વસ્ત્રો ન રહેતાં કોઈ સમાજિક સંદેશ હોય! આ વાત અચરજ પમાડે છે, છતાં એ વાસ્તવિકતા છે.  રંગબેરંગી, જાડા-પાતળા પોતમાંથી સફાઈદાર સિલાઈ કરીને બનાવેલાં સુઘડ વસ્ત્રો દ્વારા કોઈ પણ પોતાના વ્યક્તિત્વ અને સુંદરતાને વધુ પ્રભાવક બનાવી શકે છે અને અન્યોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે તેમાં કોઈ શંકા નથી.

વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશેની ચર્ચાઓ ખૂબ થઈ ચૂકી છે, પરંતુ તેની આંતરિક અસરકારકતા વિશે પણ સમજવા જેવું છે. તે અસરો આપણે વિચારીએ છીએ તેનાથી ઘણી વ્યાપક છે. કાપડના આ પોતને જડ વસ્તુ માની લેવાની ભૂલ રખે ને કરતાં! આ બાહ્ય આવરણો જેવી રીતે તેને નિહાળનારને પ્રભાવિત કરે તેવી જ રીતે તેને ધારણ કરનાર પર પણ પોતાની ચોક્કસ અસર ઉપજાવે છે. તો ચાલો જાણીએ ફેબ્રિક ફ્રિક્વન્સી એટલે કે કાપડના ઊર્જા તરંગો વિશે.

આપણે જાણીએ છીએ કે સમષ્ટિની પ્રત્યેક સજીવ-નિર્જીવ ચીજને પોતાનું આભામંડળ હોય છે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે અને તે જ રીતે તે ચોક્કસ પ્રકારના ઊર્જા તરંગો જગાવે છે. આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ તેવું કાપડ પણ તેમાંથી બાકાત નથી. જુદા-જુદા પદાર્થો થી બનેલા કાપડની ફ્રિક્વન્સી પણ જુદી-જુદી હોય છે. આ ઊર્જા તરંગો માનવ શરીર સાથે કઈ પ્રકારનો અને કેટલી માત્રામાં સુમેળ સ્થાપે છે તેના આધારે તેની સારી-નરસી અસરો માનવ શરીર પડે છે. જો તે માનવીય શરીરની ઊર્જા સાથે સુરેખતા મેળવે તો તેના સકારાત્મક પરિણામો મળે છે અને એથી વિપરીત જો તે અનુરૂપ ન હોય તો તેની ખરાબ અસરો જોઈ શકાય છે.

Diese Geschichte stammt aus der December 09, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 09, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024