સાયકિક સર્વિસના નામે ૧૭૫ મિલિયન ડોલર્સનું ફ્રોડ
ABHIYAAN|September 02, 2023
આપણે ડિઝનીવર્લ્ડને જાદુનો અનુભવ મેળવવા માટે પૈસા આપીએ છીએ. એ લોકો મિકી માઉસ વાસ્તવિક છે તેવું દેખાડી છેતરતા નથી. હા, એ માયાજાળ છે. ના, એ ઠગાઈ નથી
ગૌરાંગ અમીન
સાયકિક સર્વિસના નામે ૧૭૫ મિલિયન ડોલર્સનું ફ્રોડ

ભાષા ’ને શબ્દની કરામત માણસને ગમે ત્યાં પહોંચાડી શકે છે 

સુખ ’ને દુઃખની માન્યતાના અનુભવમાં બદલાવ આપી શકે છે

પેટ્રિસ રનર બચપણથી ચોર કે ચીટર નહોતો. એંશીના દસકમાં સોળ વર્ષનો પેટ્રિસ સામયિકો ’ને અખબારોમાં આવતી વિવિધ જાહેરાતો જોઈ મંત્રમુગ્ધ થઈ જતો. ઍડવર્ટાઇઝમાં ભાષાના ’ને ખાસ કરીને શબ્દોના વિશિષ્ટ વપરાશથી એ મોહિત થતો. પ્રોડક્ટ્સ ’ને સર્વિસીઝની ઍડ્સમાંથી એના દિમાગમાં કશું ઍડ થતું રહેતું. એક ઍડ એને ખાસ યાદ રહેલી, જેમાં લખેલું, ‘હું જાણતો હોઉં એવા સૌથી ચતુર માણસે જે કહેલું તે હું ભૂલ્યો નથી - મોટા ભાગના લોકો પૈસા કમાવા માટે આજીવિકા મેળવવામાં ખૂબ વ્યસ્ત છે.’ જો કાર્બો લેખકે લખેલી એ જાહેરાતનું ૧૯૭૩માં ઉત્તર અમેરિકાનાં બધાં અખબારોમાં દેખાવાનું શરૂ થયું. તેમણે દાવો કરેલો કે તેઓ એ ગજબનું રહસ્ય જેમની પાસે શિક્ષણ, મૂડી, નસીબ, પ્રતિભા, યુવાની કે અનુભવ નથી તેમની સાથે શેઅર કરે છે. તેમણે લોકોને દસ ડૉલર પોતાને પોસ્ટમાં મોકલવા હાકલ કરેલી જેના જવાબમાં તે એમને એ રહસ્ય શેઅર કરતી પુસ્તિકા મોકલશે. બુકલેટનું નામ હતું - આળસુ માણસ માટે ધન મેળવવાનો માર્ગ. એ ચોપડીની લગભગ ૩ મિલિયન નકલો એ રીતે વેચાઈ. પેટ્રિસ રનરના મસ્તિષ્કમાં એક નિર્ણયની ગાંઠ વાગી ગઈ કે એ ભાષા તેમ જ શબ્દો ખાસ રીતે વાપરી લોકો પાસેથી કરોડો કમાવાનો કીમિયો કરશે.

હવે પેટ્રિસ અર્ધી સદી પાર કરી એ સાથે કેટલાંય લોકોની આશા ’ને વિશ્વાસની રોકડી ગજવામાં ઘાલી ’ને અંતે પકડાઈ ગયો. ત્યાં સુધીમાં એ કેટલાંય લોકોને ડાયરેક્ટ મેલ વડે સેલ્ફ-હેલ્પ ગાઇડ 'ને મુખ્યત્વે મારિયા દુવાલ નામની સાયકિક તરીકે સર્વિસ વેચી ચૂક્યો હતો. સાયકિક અર્થાત્ સમજો કે ભૂત સાથે સંવાદ કરનાર ચમત્કારિક ગૂઢશક્તિ ધરાવનાર તેમ જ ભવિષ્યવેતા. ભાષા 'ને શબ્દોની કરામતનો ભારે દુરુપયોગ કરી એણે લોકોને હકીકતમાં સાચી સેલ્ફ-હેલ્પ ’ને સર્વિસ આપી નહોતી. તેણે લોકો સાથે છેતરપિંડી કરી. મેક્સિકન નામ મારિયા દુવાલ વાપરી વિશેષ તો ગોરાઓને આકર્ષ્યા.

Diese Geschichte stammt aus der September 02, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 02, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024