સ્ત્રી અને પુરુષ સમાજના બે મહત્ત્વના સ્તંભ છે. કોઈ એક જ સ્તંભ મજબૂત હોય તો સમગ્ર ભાર તેના ખભા પર આવી જાય છે અને કેટલીકવાર અસંતુલનની સ્થિતિ સર્જાય છે, પણ જ્યારે બંને સ્તંભ મજબૂત હોય તો જવાબદારીઓ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પારિવારિક, સામાજિક, આર્થિક વગેરે બાબતોમાં આ વાત લાગુ પડે છે. જો વાત કરીએ સ્ત્રીના આર્થિક સશક્તિકરણની તો પહેલાંના સમય કરતાં હવે તેમાં સુધારો આવ્યો છે. વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ. આજની તારીખે પણ આર્થિક મોરચે સ્ત્રી અને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વ્યવસાયિક ધોરણે આગળ વધવા, પોતાનું ગમતું કામ કરવા કે શોખ પૂરા કરવા, આર્થિક રીતે સક્ષમ બનવા, આત્મનિર્ભર બનવા સમાજ દ્વારા મળવું જોઈએ તેટલું પ્રોત્સાહન નથી મળી રહ્યું. આપણે સહુએ એક વાત સમજવી પડશે કે સ્ત્રી જ્યારે આર્થિક રીતે સક્ષમ બને છે, પગભર બને છે ત્યારે તેની સાથે માત્ર સ્ત્રીની એકલીની જ ઉન્નતિ નથી થતી, પરંતુ સમગ્ર ઘરની અને પરિવારની પણ ઉન્નતિ થાય છે.
Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે