વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ
ABHIYAAN|June 24, 2023
વ્યુત્પત્તિ માત્ર શબ્દવિન્યાસ કરી કેવળ શબ્દજ્ઞાન નથી આપતી, વ્યુત્પત્તિ દ્વારા પહેલાનાં ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ સાથે ઘણો ખ્યાલ આવે છે વ્યુત્પત્તિ શબ્દોના અર્થનો બોધ કરનારી શક્તિ છે
ગૌરાંગ અમીન
વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ

બોલવાના 'ને સાંભળવાના ભાન વચ્ચે શબ્દ ખેલ કરે છે

સમજવા ’ને સમજાવવાના જ્ઞાન વચ્ચે અર્થ ગેલ કરે છે

શબ્દ એટલે કે વર્ડનો મુખ્ય અર્થ ચોક્કસ હોવા છતાં તેની શક્તિનો વ્યાપ બરાબર નિશ્ચિત કરવો લગભગ અશક્ય છે. કેમ કે મનુષ્યને કાયમ માટે અમુક મર્યાદામાં બાંધી દેવો શક્ય નથી. મન કુંઠિત હોય કે ક્ષુલ્લક હોય, તેમ છતાં તે મનના વર્તનનું સીમાંકન કરવું અસંભવ છે. તેવામાં અનેક કે મનના વર્તનની કુલ અસરની ગણતરી મૂકવાનો સવાલ જ ના આવે. એમાં સ્થળ ’ને કાળનું વૈવિધ્ય ઉમેરાતું જાય એટલે સમસ્ત મામલો અતિગૃઢ બની જાય. આખરે મૂળ શબ્દ સાથે નવા અર્થના જોડાણ થતાં જાય છે. જૂના અર્થ સાથે નવા શબ્દના જોડાણ થતાં જાય છે. શબ્દ ’ને અર્થની જોડણી ‘ને ઉચ્ચારમાં પરિવર્તન આવે છે. એક હોય છે ઉત્પત્તિ ’ને બીજી હોય છે વ્યુત્પત્તિ. શબ્દ ’ને તે સાથે તેના અર્થ વગેરેની મૂળ ઉત્પત્તિનો અભ્યાસ કરે છે વ્યુત્પત્તિશાસ્ત્ર. અંગ્રેજીમાં એટિમોલજી. કોઈ પણ ભાષાનું જ્ઞાન તે તે ભાષાને મળેલા એના આગવા શબ્દોની વ્યુત્પત્તિના જ્ઞાન વિના અપૂર્ણ રહે છે. સૌ જાણે છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે ’ને તેની ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ જ છે. અંગ્રેજીમાં ઘણા શબ્દોની ઉત્પત્તિ એવમ વ્યુત્પત્તિ અસામાન્ય કે વિચિત્ર છે.

ક્વિઝ અર્થાત્ પ્રશ્નો પૂછીને પરીક્ષા કરવી, મનોરંજન કે હરીફાઈ માટે પ્રશ્નો પૂછવા તે. પ્રશ્નાવલિ. કોયડા કે ઉખાણાની શ્રેણી. ક્વિઝ શબ્દના મૂળ અંગે જે કિંવદંતી પ્રચલિત છે તે રોચક છે, પણ કદાચ જ સાચી છે. કહેવાય છે કે ડબલિન શહેરના એક થિયેટરના માલિકને કોઈ જોડે શરત લાગી હતી કે એ એક-બે દિવસમાં કોઈ નવો શબ્દ અંગ્રેજી શબ્દકોશમાં દાખલ કરાવશે. તદુપરાંત, એ નવા શબ્દનો અર્થ ડબલિનના લોકો જ નક્કી કરશે. એ વ્યક્તિએ ક્યૂયુઆઇઝેડ એમ અંગ્રેજીમાં ક્વિઝ શબ્દ એક કાગળ પર લખી ડબલિનના રખડુ છોકરાઓને કહ્યું કે, એક જ રાતમાં આ શબ્દ આખા શહેરમાં જ્યાં 'ને ત્યાં ચિતરી મારો. બીજા દિવસે આખું શહેર આ શબ્દની ચર્ચા કરતું હતું. લોકોને લાગ્યું કે આ શબ્દનો અર્થ શું છે તેની આ પરીક્ષા થઈ રહી છે. આખરે ક્વિઝ અર્થાત્ ટેસ્ટિંગ એમ કરીને નવો વર્ડ દાખલ થયો હતો. પોસિબલ છે કે ક્વિઝ શબ્દ પાછળની આ વાર્તા થોડી કે પૂરી સાચી હોય.

Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024