દમણ, ધ ઓલ્ડ ટાઉન એન્ડ ધ સી
ABHIYAAN|June 17, 2023
અરબી સમુદ્રના આ કાંઠે સૂર્ય સ્નાન, સ્વિમિંગ, પેરાસેલિંગ, પિકનિક અને દરિયાની રેતીથી મહેલ બાંધવાની મસ્તી આપતો આ બીચ સ્ટ્રીટ ફૂડની લિજ્જત પણ આપે છે
રક્ષા ભટ્ટ
દમણ, ધ ઓલ્ડ ટાઉન એન્ડ ધ સી

ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કિનારે ખંભાતના અખાત પર આવેલું દમણ ઇન્ડો-પોર્ટુગીઝ વિદેશી થાણું છે. ગુજરાત-મહારાષ્ટ્રની ઇન્ટર સ્ટેટ સરહદની ઉત્તરે ૨૦૦૦ વર્ષ પ્રાચીન ઇતિહાસ લઈને જીવતું આ દમણ વાપીથી માત્ર બારેક કિલોમીટર દૂર છે. પશ્ચિમ ઘાટથી દમણ સુધી આવતી દમણ ગંગા અહીં અરબી સમુદ્રમાં ભળે છે અને દમણને નાની અને મોટી દમણમાં વિભાજિત કરે છે. પાંચસો વર્ષ પ્રાચીન કિલ્લાઓ અને દેવળોથી પોર્ટુગલી પિક્ચર આપતું દમણ ઉત્તર-પશ્ચિમ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે અને દીવ-દમણ, દાદરા અને નગર હવેલીની રાજધાની પણ છે.

મૌર્યવંશથી ગુજરાતના શાહ પછીનો ઇતિહાસ એવું કહે છે કે, પોર્ટુગીઝ કેપ્ટન મેજર ડિયોગો ડિમેલો ૧૫૨૩માં પર્સિયન ગલ્ફની પૂર્વ બાજુએ રહેલા ઓરમુજ જઈ રહ્યા હતા ત્યારે તેમની નૌકા એક તોફાનમાં ફસાઈ ગઈ અને તેઓ દમણના દરિયે પહોંચી ગયા. દમણના દરિયામાં આ પોર્ટુગલ કેપ્ટનને એટલો રસ પડ્યો કે તેણે અહીં પોર્ટુગલ કોલોની સ્થાપી અને સાડા ચારસો વર્ષો સુધી દમણ પર રાજ કર્યું. ૧૫૬૦થી દમણ પર રાજ કરતાં આ પોર્ટુગીઝને ભગાડવા ૧૯૬૧માં ભારત સરકારે ‘ઑપરેશન વિજય’ નામનું મિલ્ટ્રી ઑપરેશન હાથ ધર્યું અને છત્રીસ કલાકના જંગ પછી પોર્ટુગીઝ સૈન્યને હરાવી દમણ પાછું લીધું. એ સમયે દક્ષિણ યુરોપિયન દેશ એવા પોર્ટુગલનું શાસન તો ગયું જ પરંતુ આ પોર્ટુગલ કોલોની દમણને યુરોપિયન પ્રભાવવાળા કિલ્લાઓ અને દેવળો દઈને ગઈ જે આજની તારીખે દમણનો ડંકો વગાડે છે.

પ્રવાસન જગતમાં અડધી સદીથી પ્રવાસીઓને આકર્ષતા આ દમણમાં નાની દમણની ઉત્તરે સેઇન્ટ જેરોમ ફોર્ટ છે જે ૧૨,૨૫૦ સ્ક્વેર મીટરમાં પથરાયેલો છે. દમણ ગંગાની સામે રહેલો આ કિલ્લો પાંચસો વર્ષ પ્રાચીન ધરોહર છે. તેના પ્રવેશદ્વાર પર સંત જેરોમની વિશાળ પ્રતિમા છે. ત્રણ બુરજ ધરાવતાં આ કિલ્લાની અંદરના ‘અવર લેંડી ઓફ ધ સી’ નામના દેવળમાં રોઝવૂડમાંથી કોતરેલી વેદી છે અને સોનાની લેશવાળી કારીગરી પણ છે. આખીય સાંજ કિલ્લા પરથી દમણ ગંગાની જળરાશિને જોવાની, ઢળતી સાંજે તેના કિનારા પરથી સૂર્યના સોનેરી પ્રકાશમાં નૌકાઓનું છાયાચિત્ર સંયોજવાની અને એ પછી વીસ વર્ષથી પ્રખ્યાત એવા વેજપનીર જેટી રોલ્સ જમવાની મજા છે.

Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 17, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024