અંધેરા કાયમ રહે..
ABHIYAAN|May 13, 2023
આપણે સૌ જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિગત પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આપણા જીવનમાં ધીરેધીરે પગપેસારો કરતાં પ્રકાશ પ્રદૂષણ વિશે હજુ એટલા સજાગ નથી
પ્રિયંકા જોષી
અંધેરા કાયમ રહે..

માતાના ગર્ભના હૂંફાળા અંધકારમાંથી જીવ જન્મ લે છે. માનવજીવના વિકાસની પ્રક્રિયા આ નવ માસ દરમિયાન સૌથી ઝડપી હોય છે. પ્રકૃતિએ માણસને અંધારાં-અજવાળાંના કુદરતી સ્રોત અને ક્રમ ફાળવ્યા છે, કારણ કે એ તેના ભૌતિક બંધારણની જરૂરિયાત છે. પૃથ્વી પર હજારો વર્ષ પહેલાં માણસે ચકમક પથ્થરો ઘસીને પ્રકાશ પેદા કર્યો અને રાત્રિના સામ્રાજ્યમાં પહેલું ગાબડું પાડ્યું. પ્રકૃતિ દરેક જીવની જરૂરિયાત સંતોષી શકે તેમ છે. જીવની જરૂરિયાત સંતોષાતા એ વિકાસ તરફ પગલાં ભરે છે. જેમ માતાના ખોળામાં રમતું બાળક આંગણામાં રમતું થાય તેમ માનવ વિકાસના ક્રમે ૧૮૭૯માં એડિસને વીજળીના બલ્બની શોધ કરીને સમૂળગી ક્રાંતિ લાવી દીધી. આ બંને આવિષ્કારોનું માનવ ઉત્ક્રાંતિ અને વિકાસમાં અવર્ણનીય યોગદાન છે. પ્રકૃતિ અને તેનાં દરેક તત્ત્વો સંતુલનના નિયમને અનુસરે છે. માનવ નામનું તોફાની બાળક મોટા ભાગે અતિરેક કરીને અસંતુલન સર્જે છે. છેવટે આ અસંતુલન પણ મર્યાદા વટાવી દે ત્યારે સર્જાતી તારાજીને પ્રકૃતિ વિવશપણે જોતી રહી જાય છે. પ્રદૂષણ આ અતિરેકનો જ પર્યાય છે. આપણે સૌ જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિગત પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ વગેરે વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આપણા જીવનમાં ધીરે-ધીરે પગપેસારો કરતાં પ્રકાશ પ્રદૂષણ વિશે હજુ એટલા સજાગ નથી.

થોડા સમય પહેલાં બાળકો માટેના સમર કેમ્પની એક જાહેરાત હાથમાં આવી. તેમાં એક પ્રવૃત્તિ તરીકે હતું - સ્કાય ગેઝિન્ગ. વિચારો, બાળપણમાં ઉનાળાના વૅકેશનમાં ધાબા પર સૂતાં સૂતાં ખુલ્લા આકાશને નિહાળવાનું કેટલું મજાનું હતું, સહજ હતું! એ પહેલાં સહજ હતું એ આજે સવલત છે. ખરેખર એ બાબત ચેતવણીરૂપ નથી!

ઘરમાં એક સ્વિચ દબાવવા માત્રથી પ્રકાશ ફેલાય છે, અંધકારનો તત્કાલ અંત આવે છે. અંધકારના રહસ્ય સામે આ પ્રકાશ આપણને સલામતીનો અહેસાસ કરાવે છે. તેથી જ આપણે જીવનમાં પ્રકાશનું મહત્ત્વ સમજ્યા છીએ અને તેને સકારાત્મક માનીએ છીએ. આ હિસાબે અંધકાર ભયનો અનુભવ કરાવે છે, પરંતુ આ સારા-નરસાથી પર પ્રકૃતિમાં સંતુલનનો નિયમ સર્વોપરી છે. એથી અંધકારનું મહત્ત્વ સમજવું એટલું જ જરૂરી છે.

Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 Minuten  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 Minuten  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 Minuten  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 Minuten  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 Minuten  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 Minuten  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 Minuten  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 Minuten  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 Minuten  |
May 25, 2024