ગ્લોબલ ઇકોનોમી અને બેન્કિંગ: બધું બરાબર નથી
ABHIYAAN|April 08, 2023
પ્રિ-ઇન્ટરનેટના યુગમાં પૈસાની ચંચળતા આજના કરતાં ખાસ્સી ઓછી હતી. આર્થિક વહેવારો ધીમી ગતિથી થતા હતા, પરંતુ આજે થોડી જ ક્લિકથી પૈસા આમથી તેમ હરીફરી શકે છે!
સ્પર્શ હાર્દિક
ગ્લોબલ ઇકોનોમી અને બેન્કિંગ: બધું બરાબર નથી

આઠ માર્ચે સમાચાર આવે છે કે, અમેરિકાની સિલ્વરગેટ બૅન્ક બંધ થવાની છે. એના બે દિવસ પછી સ્ટાર્ટ-અપ્સ સાથે કામ કરવા માટે જાણીતી ત્યાંની સિલિકોન વેલી બૅન્ક પણ અપૂરતા નાણાપ્રવાહને કારણે ધોવાઈ જાય છે. અન્ય એક સિગ્નેચર બૅન્કના પણ બૂરા હાલ થયાના સમાચાર પ્રગટ થાય છે. બીજી તરફ યુરોપમાં ડૂબી રહેલી સ્વિસ બૅન્ક ‘ક્રેડિટ સ્વિસ’ને પણ બચવા માટે ત્યાંની યુનિયન બૅન્ક ઑફ સ્વિત્ઝર્લેન્ડનું તરણું ઝાલવું પડે છે.

વિશ્વપ્રવાહો પર નજર રાખનારે એ જરૂર નોંધ્યું હશે કે કોરોના મહામારી ત્રાટક્યા પછી એકધારી સંસાર પર કોઈ ને કોઈ સમસ્યાઓ આવ્યા જ કરી છે અને ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં આવી રહેલી સંભવિત કટોકટી આ જ શ્રેણીમાં એક નવો ઝટકો હોઈ શકે એવું લાગી રહ્યું છે. આપણે ભારતવાસીઓને તો છ-એક ટકા દરની મોંઘવારી કોઠે પડી ગઈ છે, પણ અમેરિકામાં આ આંકડો અસહ્ય કહેવાય.

અર્થશાસ્ત્ર સમજનારા એવું કહે છે કે અમેરિકા ડૉલર છાપ-છાપ કરીને પોતાની મોંઘવારીની વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરી રહ્યું છે! અમેરિકાની ઇકોનોમીમાં ગરબડ થતાં વિશ્વના બીજા દેશોનું અર્થતંત્ર પણ ડામાડોળ થવા લાગ્યું છે. આ બધી સમસ્યાઓના મૂળમાં જે પૈસા નામનો કદાવર જીવ છે, એને કોઈ રીતે નાથવાના પ્રયાસમાં વિશ્વની સરકારો અને સેન્ટ્રલ બૅન્કોના ભેજાબાજો કામે લાગ્યા છે, પણ સતત સામે આવી રહેલી નવી-નવી ઘટનાઓ જણાવે છે કે ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં બધું બરાબર નથી અને ઇકોનોમીને ચુસ્તદુરસ્ત રાખવાના પ્રયાસો ગંભીર રીતે નિષ્ફળ કે ઓછા કારગર સાબિત થઈ રહ્યા છે.

પૈસો કે ધનને લક્ષ્મી સ્વરૂપ માનીને એને પૂજ્ય ગણવાની ભારતીય ઉપખંડમાં પરંપરા ચાલી આવી છે અને એ સાથે ધનસંચયની ભાવના માણસના મનમાં કેવી-કેવી બદીઓ જન્માવી શકે એ અનુભવ કરીને માનવોએ પૈસાને શેતાનનું સ્વરૂપ પણ ગણાવ્યું છે. ધનવાન અને દરિદ્ર કે આમ આદમી વચ્ચેનો આર્થિક ભેદ જેમ જેમ મોટો થતો ગયો છે, એમ એમ આજના યુગમાં પૈસો પણ બે સ્પષ્ટ ભાગમાં વિભાજિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. એક પૈસો જે સકારાત્મક શક્તિ આપે છે, જીવનની અનિવાર્ય ગતિવિધિઓને ટકાવવામાં મદદરૂપ થાય છે અને પૂજ્ય ગણી માણસ જેનો આદર કરે છે એ. જ્યારે બીજો પૈસો બેફામ કે આંધળો છે અને એ એના માલિકને પણ અંધ બનાવી શકે છે, એની મતિ ભ્રષ્ટ કરી શકે છે.

Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 11/05/2024