સતીશ કૌશિક ટ્રેજેડી સમજતા માટે કોમેડી કરી શકતા હતા
ABHIYAAN|March 25, 2023
જાણીતા અભિનેતા, લેખક - દિગ્દર્શક અને નિર્માતા સતીશ કૌશિકે ૯મી માર્ચે હાર્ટ ઍટેકના કારણે દુનિયાને અલવિદા કહી છે. તેમનું કૉમિક ટાઇમિંગ લાજવાબ હતું. મિ. ઇન્ડિયાના કૅલેન્ડરથી શરૂ કરીને ‘દીવાના મસ્તાના'ના પપ્પુ પેજર સુધીનાં પાત્રો જાણીતાં છે. આવો, તેમની સફર જોઈએ..
પાર્થ દવે
સતીશ કૌશિક ટ્રેજેડી સમજતા માટે કોમેડી કરી શકતા હતા

૧૯૭૯મું વર્ષ છે. ૯મી ઓગસ્ટ છે. રક્ષાબંધનનો દિવસ છે. બહેન પાસે રાખડી બંધાવીને ભાઈ નક્કી કરે છે કે હવે દિલ્હીમાં મજા નથી. એક્ટિંગ કરવી છે. જે થવું હોય તે થાય, પણ મુંબઈ જવું છે. પરિવારના લોકો સમજાવે છે, મનાવવાની કોશિશ કરે છે, પણ ટ્રેનની ટિકિટ આવી ચૂકી છે.

ટ્રેનમાં બેસે છે. વસઈ પુલ આવે છે ત્યારે ભાઈ રાખડી તેમાં નાખે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, બહેનની રક્ષામાં શક્તિ હોય છે. અમને એટલી હિંમત આપજે કે અમે મુંબઈ છોડીને પાછા ન જઇએ.. અહીં મોટું કામ કરીએ… તે બહેનોનો ભાઈ એટલે સતીશ કૌશિક.

૯મી માર્ચે લેખક અભિનેતા, લેખક - દિગ્દર્શક અને નિર્માતા એવા સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી. ધુળેટી રમ્યા બાદ રાત્રે તેમના હૃદયમાં દુખાવો થયો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

લોકો સતીશ કૌશિકના ચહેરાને બરાબર પિછાણે. તેમની કોમેડી ટાઇમિંગ અવ્વલ. ગોવિંદા કહેતા કે, મને કોઈથી જેલસી ન થતી, પણ સાથે સતીશ કૌશિક અને અનુપમ ખેર હોય ત્યારે ધ્યાન રાખવું પડતું. બંને સ્પોન્ટેનિઅસ કલાકારો છે. ક્યારે શું કરે તે ખબર જ ન પડે. ઘણું શીખ્યો છું બંને પાસેથી. ધ્યાન ન રાખો તો તમને ખાઈ જાય!

એક્ટિંગના પાવરહાઉસ સતીશ કૌશિકના પરિવારમાં કોઈને અભિનય કે સાહિત્ય સાથે સંબંધ નહોતો. ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતાં. તેમના પિતા સેલ્સમેન હતા. સતીશ કૌશિક કહેતા કે, “છાપું વાચવા સિવાય કોઈ કશું ન વાંચતું! પણ મને ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. મહેમુદસાહેબને જોતો અને થતું કે આ હું કરીશ. અટેન્શન મેળવવા માટે નહીં, પણ આ કામ ગમતું. કેમ કે મારા જેવાને તો સ્કૂલમાં પણ અટેન્શન ન મળતું. નાનપણમાં પુસ્તકો વેચીને ફિલ્મો જોવા જતો. એક વખત ફિલ્મ માટે મમ્મીના તકિયાની નીચેથી પાંચની નોટ ચોરી હતી. આખા મહોલ્લામાં લોકો મને ‘હરા પત્તા’ કહેતા હતા”

સતીશ કૌશિક અને અનુપમ ખેર વચ્ચે ગાઢ મિત્રતા હતી. ૪૫ વર્ષથી તેઓ સાથે હતા. વર્ષો પહેલાંની વાત છે. સ્ટ્રગલનુમા દિવસો હતા ત્યારે અનુપમ ખેરે, સતીશ કૌશિક પાસેથી ૬ દિવસમાં પાછા આપવાનું કહીને એંશી રૂપિયા ઉધાર લીધા હતા. સતીશ કૌશિક એક જગ્યાએ કહે છે, ‘તેમણે ૬૦ રૂપિયા પાછા આપેલા. ૨૦ તેમની પાસે પડ્યા છે. મેં રહેવા દીધા છે. કેમ કે કહી શકું કે મારા ૨૦ રૂપિયા અનુપમ ખેર પાસે છે!’

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024