હોળી: હાર્દિક સ્વાતંત્ર્ય દિન!
ABHIYAAN|March 11, 2023
યાર, દિલ્હીમાં તો લોકો હોળીના દિવસેય બેસણું રાખે.. સફેદ લેંઘોઝભ્ભો પહેરી હું બેસણામાં જવા નીકળ્યો, પણ ત્યાં સુધી પહોંચતાં તો હું મલ્ટિકલર થઈ ગયો!
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
હોળી: હાર્દિક સ્વાતંત્ર્ય દિન!

હોળી ફાગણ સુદ પૂનમે જ હોય એવું નથી, કેટલાક ઉત્સવપ્રિય લોકો તો બારે મહિના હોળી ઊજવતા હોય છે.

અમારી ‘દેવસિટી બંગલોઝ’ કોલોનીમાં રહેતા એક સ્વજન તો દિવાળીના કે બેસતા વર્ષના દિવસે પણ હોળી ઊજવી લેતાં હોય છે. એક દિવસ મેં એમને પૂછ્યું, ‘મિત્ર, તમે વાર-તહેવાર તો જુઓ.. ગમે ત્યારે, બસ મન થાય ત્યારે હોળી ઊજવતા રહો છો?’ ત્યારે એ છંછેડાઈ ગયાઃ ‘કેમ, અમે રાજકારણમાં નથી એ અમારો ગુનો છે? અમે પણ રોજેરોજ હોળી કેમ ન કરીએ?'

હોળીનો પ્રભાવ જ એટલો પ્રભાવશાળી છે કે કોઈ પણ વ્યક્તિ એના પ્રભાવમાં આમ સહેલાઈથી આવી જાય છે. કેટલાક બોલીને હોળી ઊજવે છે, તો કેટલાક પરોપકારી જીવ બીજા પાસે ન બોલવાનું બોલાવડાવીને હોળી ઊજવે છે. કેટલાક તો હોળી ઊજવવાનું નિમિત્ત શોધતા ફરતા હોય છે. અમારા એક મિત્ર છે. જ્યારે ફોન આવે ત્યારે પૂછેઃ ‘પંડ્યા, છે કંઈ નવાજૂની?’ ત્યારે હું એને કંટાળીને કહ્યું, ‘અલ્યા, આવું જ તે ગઈકાલે પણ પૂછેલું.. રોજ રોજ નવાજૂની તો હોતી હશે કંઈ?’ ત્યારે એ એવી રીતે વાત કરે કે જાણે હું કશુંક મહત્ત્વનું કામ કરવાનું ચૂકી ગયો હોઉં.. એ તરત જ બોલે, ‘એમ કંઈ ચાલે યાર? કંઈક તો નવાજૂની કરતા જ રહેવું પડે. તું ગઈકાલની વાત કરે છે, પણ હું તો તને ત્યાં સુધી કહ્યું કે નવાજૂની તો ‘ક્ષણે ક્ષણે સંભવામિ’! આપણામાં તાકાત હોવી જોઈએ નવાજૂની કરવાની.’

હોળી માટે આપણને ગમે એટલો પ્રેમ હોય, પણ એ તો વરસમાં એક જ વાર આવે. લગ્નજીવન અને કૅલેન્ડર – બેમાં આટલો જ ફેર!

હોળી-ધુળેટીના દિવસોને અમારો બાબુ બૉસ ‘હાર્દિક આઝાદી’ દિન તરીકે ઓળખાવે છે, એનું એવું કહેવું છે કે આપણે રાજકીય રીતે તો આઝાદી મેળવી શક્યા, પણ હૃદયની વાતને ગમતા પાત્ર આગળ ખુલ્લેઆમ પ્રગટ કરવાની આઝાદી હજી સુધી નથી મેળવી શક્યા. આવી આઝાદી આ દિવસોમાં જ મળતી હોય છે.

Diese Geschichte stammt aus der March 11, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 11, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 Minuten  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 Minuten  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 Minuten  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 18/05/2024