પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે
ABHIYAAN|January 28, 2023
ખુદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહ્યા છે. મુન્દ્રા ઉપરાંત પીપાવાવ એ ઉત્પાદન ક્ષેત્રો માટેના દરવાજા તરીકે કામ આપશે
વિનોદ પંડ્યા
પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે

પાત્રીસેક વરસ અગાઉ નેધરલૅન્ડ્સના એક નિવૃત્ત સજ્જન નામે બ્રાયન મુંબઈમાં આ લેખકને મળ્યા હતા. એ પછી સારા મિત્ર બની ગયા. દિવસો સુધી સાથે રહ્યા. ગુજરાતનો નકશો બતાવ્યો તો એ ખંભાતના અખાત તરફ અંગુલિનિર્દેશ કરીને બોલ્યા કે અમારે ત્યાં નેધરલૅન્ડ્સમાં આવી સામુદ્રિક સ્થિતિ હોય તો અમે તેમાં એક મોટો ડેમ બાંધી દઈએ. ત્યારે એમને ખબર ન હતી કે ગુજરાતમાં પણ કલ્પતરુ ડેમ બાંધવાની ચર્ચા હતી. એમણે પોર્ટ આલ્બર્ટ વિક્ટર વિષે પણ ચર્ચા કરી. એ કહેતા કે ભારતે દરિયાકાંઠાનો લાભ ઉઠાવ્યો નથી. વિક્ટર બંદર ઠપ થઈ ગયું હતું. અંગ્રેજોએ તેની શરૂઆત કરી ત્યાં સુધી રેલવે લાઇન નાખી હતી, પરંતુ બંદરનો એવો મોટા ગજાનો વિકાસ થયો ન હતો અને અંગ્રેજોના જવા સાથે બંદર બંધ પડી ગયું. નાનકડી નૅરોગેજ રેલ લાઇન હતી તે પણ બંધ પડી હતી. એ સ્ટેશન પરનું ગામ રહી ગયું જે વિક્ટર તરીકે ઓળખાય છે. બાજુના ચાંચ બેટ પર ભાવનગરના મહારાજાએ સુંદર રિસોર્ટ જેવો બંગલો બંધાવ્યો હતો. તેનું બાંધકામ મનભાવન હતું, પણ ૧૯૪૫-૪૬માં તેનું બાંધકામ પૂરું થયું અને તેની સાથે રાજાશાહી પણ સમાપ્ત થઈ. વરસો સુધી એ બંગલો અવાવરું પડી રહ્યો.

આજે ફરી એ બધાના ખૂબ સારા દિવસો આવ્યા છે અને તેનો યશ નિખિલભાઈ ગાંધીના સાહસિક સ્વભાવને જાય છે, જેમણે વિક્ટર અર્થાત્ પીપાવાવ બંદરનો જીર્ણોદ્ધાર કર્યો. એ કામ નેવાનાં પાણી મોભે ચડાવવા બરાબર હતું, પણ એ એમણે કર્યું. આજે નિખિલભાઈ પીપાવાવ બંદરની માલિકી ધરાવતા નથી, પણ પીપાવાવ બંદર દુનિયાના નકશામાં સ્થાન પામ્યું છે. કોલકાતાથી નાગરવેલના પાન ટ્રેનમાં લાવીને મુંબઈમાં વેચવા અને મુંબઈથી રમકડાં લઈ જઈ કોલકાતામાં વેચવા એ નિખિલ ગાંધીનો પ્રારંભનો વેપાર. ક્રમશઃ વિકાસ સાધીને પીપાવાવ બંદર નવેસરથી શરૂ કર્યું. અનેક અસહ્ય લમણાઝીંકો બાદ રિલાયન્સને બંદરના કામકાજનો અમુક હિસ્સો વેચી દીધો. નિખિલભાઈએ સહન પણ કરવું પડ્યું. એ પાનવાળા નિખિલભાઈ આજે અમેરિકાની પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં લેક્ચરો આપવા જાય છે, જ્યાં ભારતના ધનિક કુટુંબનાં સંતાનો ભણવા જાય છે. વ્હાર્ટન સ્કૂલમાં વોરેન બફેટ, એલન મસ્ક, સુંદર પિચાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્ડા ટ્રમ્પ અને આપણા અનિલ અંબાણી પણ ભણ્યા છે. યાદ રહે કે મૂળ અમરેલીના નિખિલ ગાંધી કોલકાતામાં માત્ર બી.કોમ. સુધી જ ભણ્યા હતા.

Diese Geschichte stammt aus der January 28, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 28, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એજ્યુકેશન સ્પેશિયલ
ABHIYAAN

એજ્યુકેશન સ્પેશિયલ

શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’

time-read
5 Minuten  |
June 01, 2024
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
ABHIYAAN

ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?

૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?

time-read
5 Minuten  |
June 01, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી

time-read
4 Minuten  |
June 01, 2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?

time-read
5 Minuten  |
June 01, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સ્માર્ટ મીટરમાં કોણે કાચું કાપ્યું? લોકોનો આક્રોશ ભાજપ સમજે છે?

time-read
3 Minuten  |
June 01, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

જામીન પર બહાર આવેલા કેજરીવાલની નવી મુસીબત

time-read
2 Minuten  |
June 01, 2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 Minuten  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 Minuten  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 Minuten  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 Minuten  |
May 25, 2024