થોડા દિવસ પહેલાં ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું, એ પછી ભલભલાનાં ભવિષ્યના નકશા બદલાઈ ગયા!
હારવાનો ડર રાખીને બેઠેલા જીતી ગયા! આ લોકોને તો હજીય વિશ્વાસ નથી બેસતો કે સા..લુ, ઘરની બહાર મારી આટલી બધી લોકપ્રિયતા છે?! ઘરમાં તો મને બધા હઇડ.. હઇડ.. કરતા રહે છે. આ હઇડ.. હઇડ..માંથી બચવા માટે મેં રાજકારણમાં ઝંપલાવ્યું અને જુઓ, એ હઇડ..
હઇડ.. મારા માટે કેટલું મોટું આશીર્વાદરૂપ નીવડ્યું! આ ચૂંટણીમાં હું જીતી ગયો એ માટે હું સૌથી પહેલાં તો મારી વાઇફનો આભાર માનીશ. એણે મારી સાથે આવો ‘હઇડ.. હઇડ..’ જેવો વહેવાર ન કર્યો હોત, તો હું રાજકારણમાં ક્યાં જવાનો જ હતો? તમારા જેવા એક બિનરાજકારણીએ એટલે કે એક માણસે તો મને ટોકેલોય ખરો, કે તું રાજકારણમાં તો જાય છે, પણ ત્યાં તો મોટા મગરમચ્છ જેવા ચમરબંધીઓ બેઠા છે, તારો ગજ નહીં વાગે અને બધા તને હઇડ.. હઇડ.. કરી નાખશે – ત્યારે જ મેં મનોમન નક્કી કરી નાખેલું કે, તો તો વાંધો નહીં. ‘મૅક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ!’ મને રાજકારણમાં ‘હઇડ.. હઇડ..’ થવાનો ડર સહેજ પણ લાગ્યો નહીં, કારણ કે આવો અનુભવ તો હું નોકરીમાંથી, (અને.. આમેય) રિટાયર થઈ ગયો ત્યારથી મારા ખુદના ઘરમાં મેળવી જ રહ્યો છું ને! જોયું, ક્યારેક લાયકાત કામમાં ન આવે ત્યારે અનુભવ કામમાં આવે છે! ‘ઍક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર’ એવું કંઈ એમ ને એમ થોડું કહેવાયું હશે? જેણે કહ્યું હશે એનેય મારા જેવો પાણીદાર ઍક્સપિરિયન્સ થયો જ હશે ને?
પણ મિત્રો, આજે મારે વાત કરવી છે એક એવા નેતાની – જેમણે સપનામાં પણ હારવાનું વિચાર્યું નહોતું. એમના ઘરમાં વિવિધ ભાષાની જેટલી ડિક્શનરીઓ છે એમાંથી ‘હાર’ શબ્દને છેકી નાખ્યો છે. ‘હારવું’ શબ્દ એમને અંદરથી હચમચાવી નાખે છે. આ શબ્દની એમને એલર્જી છે, એ જ્યારે હારી ગયા ત્યારે એમના માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સ વાન બોલાવવી પડેલી! કેટલાકે તો કમેન્ટ પણ કરી કે, ભલે ૧૦૮ બોલાવવી પડી, પણ આપણને એટલી તો ખબર પડી કે, એમનામાં હજીય હાર્ટ જેવું કશુંક તો છે!
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન