હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કેમ હજુ ભૂલાયા નથી?
ABHIYAAN|October 22, 2022
ગુજરાતી સાહિત્યના પંડિતયુગ કહો કે ગાંધીયુગ મહદ અંશે ગંભીર હતા, એવા યુગ વચ્ચે જ્યોતીન્દ્ર દવેએ હાસ્યલેખનને સાહિત્યમાં સ્થાપિત કર્યું. તેમના થકી હાસ્યલેખકોની એક સશક્ત પરંપરા શરૂ થઈ. તેમના જન્મદિન નિમિત્તે તેમના વિશે થોડીક સરપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.
ઉર્વીશ કોઠારી
હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કેમ હજુ ભૂલાયા નથી?

આશરે સવા સો વર્ષના ગુજરાતી હાસ્યલેખનના ઇતિહાસમાં, નિર્વિવાદપણે કોઈ એક નામ ટોચે ઊભરીને આવતું હોય તો તે જ્યોતીન્દ્ર દવેનું છે. ઑક્ટોબર ૨૧, ૧૯૦૧ના રોજ સુરતમાં જન્મેલા જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે ૧૯૮૦માં તેમનું અવસાન થયા પછી પણ હજુ સુધી ભૂલાયા નથી. અનેક મહાન સર્જકોને ભૂલી જવાનું જ્યાં સામાન્ય છે, એવા ગુજરાતમાં તે અસાધારણ વાત કહેવાય. તેનું કારણ શું હશે?

પહેલો, દેખીતો-અને ખોટો-જવાબઃ તે બહુ ઉત્તમ લેખક હતા.

આ જવાબમાં, જ્યોતીન્દ્ર ઉત્તમ લેખક હતા તે તો સાચું અને નિર્વિવાદ છે, પણ એટલા કારણથી તે ભૂલાય નહીં, તેમ માની લેવું ખોટું છે. કેમ કે, બીજા અનેક મહાન સર્જકો લોકસ્મૃતિમાંથી લગભગ ભૂલાઈ-ભૂંસાઈ ગયા છે.

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવેનું સ્થાન પર્વતોમાં હિમાલય જેવું છે. તેમણે પાડેલી અને મજબૂત બનાવેલી હાસ્યનિબંધની પરંપરા એક ‘સ્કૂલ’ બની ગઈ. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર જેવા સમર્થ હાસ્યકા૨ોએ તેને આગળ ધપાવી, પણ જ્યોતીન્દ્રની છાયામાંથી નીકળવું તેમના માટે ખાસ્સું કઠણ નીવડ્યું. હાસ્યનિબંધ ઉપરાંત હાસ્યલેખ માટે પણ, જ્યોતીન્દ્ર દવેનાં લખાણ માપદંડ ગણાયાં. સરસ ગુજરાતી ફિલ્મનાં વખાણ કરતી વખતે જેમ કેટલાક લોકો, અલબત્ત ભોળા ભાવે, તેને ‘હિન્દી જેવી જ છે' –એવી અંજલિ આપે છે, એવું હાસ્યનિબંધોના મામલે પણ બન્યું. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર એ બંનેને તેમના હાસ્યનિબંધ ‘જ્યોતીન્દ્ર જેવા જ છે’-એવું સાંભળવાનું ઘણી વાર આવ્યું હશે. સ્વતંત્ર મુદ્રા ઊભી થયા પછી એવાં વખાણ ઝાઝો આનંદ ન આપે, પરંતુ ‘સરસ એટલે જ્યોતીન્દ્રના લેખ જેવું' એ ધોરણ એટલું ચલણી અને સહેલું છે કે તેની બહાર જવાનું લોકોને ઝટ સૂઝતું નથી.

Diese Geschichte stammt aus der October 22, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 22, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 15/06/2024