સંબંધ પર અસર ન કરે રાજકીય મતભેદ
Grihshobha - Gujarati|July 2020
સંબંધ પર અસર ન કરે રાજકીય મતભેદ
જો તમે પણ વાતેવાતે મિત્રો, સગાંસંબંધીઓ સાથે રાજકારણની વાત કરતા ઝઘડવાના મૂડમાં આવી જાઓ છો, તો આ જાણકારી તમારા માટે જ છે...

આપણે ઘણી વાર રાજકીય મુદા પર લોકોને વાદવિવાદ કરતા જોઈએ છીએ. કેટલીય વાર આ વિવાદ ઝઘડાનું રૂપ લઈ લે છે. સંબંધ ગમે તેટલા સારા કેમ ન હોય જ્યારે વિચારસરણી જુદી હોય છે ત્યારે તેમની વચ્ચે તિરાડ પડી જ જાય છે.

આવું જ કંઈક સપના અને નીલમ વચ્ચે થયું. નીલમ અભ્યાસમાં હોશિયાર છે, સામાજિક પણ છે, કૌટુંબિક પણ છે, પણ જ્યારે તે તેના મિત્રો સાથે હોય છે અને વાદવિવાદ દરમિયાન રાજકીય મુદો આવી જાય છે ત્યારે તે ખૂબ અગ્રેસિવ થઈ જાય છે. તેનો ફેસ લાલ થઈ જાય છે. ક્યારેક- ક્યારેક તો ગુસ્સામાં ધ્રૂજવા લાગે છે.

થોડા દિવસ પહેલાંની વાત છે. નીલમ અને સપના તેના અન્ય મિત્રો સાથે કોલેજની કેન્ટીનમાં બેઠા હતા. ચા પીતાં પીતાં મિત્રો ટીવી જોઈ રહ્યા હતા. તે સમયે એક રાજકીય પક્ષનો પ્રચાર આવવા લાગ્યો. નીલમે પ્રચાર જોઈને કહ્યું, “જુઓ, આ વખતે તેની જ સરકાર બનશે. સાચા અર્થમાં આવો નેતા જ દેશનો સિપાહી છે.”

નીલમની આ વાત સાથે સપના સહમત નહોતી. તે તેનું મંતવ્ય જણાવતા બોલી, “કોઈ ખાસ નેતાનો પક્ષ લેવો એક વ્યક્તિગત બાબત છે. તને આ પાર્ટી ગમતી હશે મને નહીં.”

નીલમનું મોઢું ફૂલી ગયું. તેણે ચાનો કપ સપના સામે ગુસ્સામાં મૂકતા કહ્યું, “કેમ, તેમાં શું ખરાબી છે?”

એટલામાં અન્ય મિત્રોએ પણ આ રાજકીય પાર્ટી અને તેના વિચારોનો વિરોધ કર્યો. નીલમ એકલી આ પાર્ટીના પક્ષમાં હતી. સપના અને અન્ય મિત્રો તે પાર્ટીની કમી કાઢવા લાગ્યા હતા. એવામાં નીલમ સ્વયંને એકલી અનુભવી રહી હતી. પછી તેને ગુસ્સો આવતા પગ પછાડીને ત્યાંથી જતી રહી.

નીલમ અને સપના આજુબાજુમાં જ રહેતી હતી. તેથી બંને કોલેજ પણ સાથે જ આવતાજતા હતા, પણ તે દિવસે નીલમ કહ્યા વિના કોલેજમાંથી નીકળી ગઈ. સપનાએ જ્યારે તેને ફોન કરીને પૂછ્યું કે ક્યાં છે ત્યારે નીલમે કહ્યું, “મારી તબિયત ઠીક નહોતી, તેથી હું ઘરે જલદી આવી ગઈ.”

સપના આ સાંભળીને તેની તબિયત પૂછવા કોલેજથી સીધી નીલમના ઘરે ગઈ. તેના ઘરે જઈને તેણે નીલમને તેના ભાઈ સાથે છત પર બેડમિન્ટન રમતા જોઈ. તેને જોઈને લાગ્યું નહીં કે તેની તબિયત ખરાબ છે. સપનાએ નીલમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નીલમ તેને નજરઅંદાજ કરતા આગળ નીકળી ગઈ.

થોડા દિવસ સુધી સપનાએ પણ નીલમ સાથે વાત ન કરી. એક દિવસ કોલેજમાં ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, તેમાં વિદ્યાર્થીઓને કોઈ એક રાજકીય પાર્ટી અથવા વિપક્ષમાં બોલવાનું હતું. આ સ્પર્ધામાં સપના અને નીલમે ભાગ લીધો. નીલમે એ પાર્ટીનું નામ લીધું જેના પક્ષમાં સપના હતી.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020