સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati|July 2020
સ્વાસ્થ્ય રક્ષા
મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. જોકે ઠંડીમાં તે વધી જાય છે. શું સર્જરી આ સમસ્યાનો એક માત્ર ઈલાજ છે?

ઠંડીની ઋતુમાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહેતી હોય છે. બેરોમેટ્રિક દબાણમાં બદલાવ આવવાથી ઘૂંટણમાં સોજો અને દુખાવો થઈ શકે છે, કારણ કે ઘૂંટણ જ શરીરનું પૂરું વજન વહન કરતા હોય છે, તેથી તમારા વજન પર ધ્યાન આપવું આ સમસ્યામાં ખાસ જરૂરી છે. જો તમારા ઘૂંટણના આથ્રાઈટિસની ઓળખ થઈ હોય તો તેનો અર્થ એ નથી કે તમારે હાલમાં ઘૂંટણ બદલાવવાની જરૂર છે. જો તમને વારંવાર ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તમારી સ્થિતિની ગંભીરતાના આધારે ડોક્ટર તમારી સારવારની રીત પર નિર્ણય લઈ શકે છે. સામાન્ય રીતે શરૂઆતમાં દર્દીને પોતાની લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવવો, યોગ્ય આહાર લેવો, વજન ઘટાડવા અને નિયમિત એક્સર્સાઈઝ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જોકે સર્જરીની સલાહ દર્દીને ત્યારે આપવામાં આવે છે. જોકે સર્જરીની સલાહ દર્દીને ત્યારે આપવામાં આવે છે, જ્યારે દુખાવાને ઓછો કરવા માટેની કોઈ પણ ટેકનિકથી દદીને કોઈ આરામ મળતો ન હોય.

જ્યારથી મારું વજન વધ્યું છે ત્યારથી મને ઘૂંટણમાં દુખાવો વધી ગયો છે. શું વજન વધવાથી ઘૂંટણમાં શરીરમાં વજન સહન કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે?

શરીરનું વધતું વજન સાંધા, ખાસ ઘૂંટણ પર આવતા વધારાના દબાણને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શરીરનું વધેલું ૧ કિલો વજન પણ ઘૂંટણ પર ઘણું વધારે દબાણ કરી શકે છે, તેથી આ સમસ્યામાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે તેનાથી તમારા ઘૂંટણ પર આવતા વધારે દબાણમાં ઘટાડો થઈ શકે છે. શરીરનું વજન ઓછું રાખવાથી આથ્રાઈટિસ સાથે જોડાયેલી પીડા પણ ઓછી થઈ શકે છે અને તે પ્રારંભિક તબક્કા પછીના સ્ટેજમાં પહોંચવાથી અટકી જાય છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020