દાનધર્માદાનું અવેજમાં પ્રેમ પામવાની ધાર્મિક રીત
Grihshobha - Gujarati|July 2020
દાનધર્માદાનું અવેજમાં પ્રેમ પામવાની ધાર્મિક રીત
ખોટી માન્યતાઓથી ભરપૂર કહાણીઓથી પ્રેરિત થઈને લોકો કેવી રીતે પાખંડીઓ દ્વારા છેતરાય છે, તે વિશે અચૂક જાણો...

પુરાણ, ગીતા, કુરાન, બાઈબલ જેવા ધાર્મિક ગ્રંથોને વેપારનું માધ્યમ કહેવું કે પછી કોઈ નૈતિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું માધ્યમ? આજે એક દૃષ્ટિએ જોઈએ તો આપણા દેશમાં ઈશ્વરના નામે જ સૌથી મોટો ધંધો ફૂલીફાલી રહ્યો છે. જો વેપાર કરવો હોય તો પછી ધર્મના નામે કેમ? કેમ લોકો આ ધાર્મિક ગ્રંથો વાંચે છે સાંભળે છે, જ્યારે આજના યુગ સાથે તેનો કોઈ સંબંધ નથી. ઈશ્વરના નામે એક મનુષ્ય બીજા મનુષ્યને લૂંટીને ચાલ્યો જાય છે. ધર્મના નામે મારપીટ કરવામાં આવે છે. જોકે આપણા ગ્રંથોમાં વાસ્તવમાં આ જ બધું લખવામાં આવ્યું છે.

હકીકતમાં, એક ધાર્મિક કથા જેમાં એક પત્નીએ પોતાના પતિના પ્રેમને પ્રાપ્ત કરવા માટે પોતાના પતિનું દાન કરી દીધું હતું, જોકે આ કથા પૌરાણિક છે, પરંતુ આજે પણ તેને સંભળાવવામાં આવે છે. ફેસબુક પર આધ્યાત્મિક કહાણીના પેજ પર આ કથાને અનેક લાઈક્સ મળે છે. શું આજના યુગ, આજના સમય અને આજના લોકો સાથે તે જૂના યુગની કથાને કોઈ સંબંધ ખરો?

આ કહાણી કૃષ્ણલીલા સંબંધિત છે, એ જ કૃષ્ણ સાથે જેમણે ગોપીઓ સાથે રાસલીલા કરતા સ્નાન સમયે ગોપીઓના કપડાં ચોરી લીધા હતા. આ કહાણીનું શરૂઆતનું વાક્ય છે કે કૃષ્ણની ૧૬૦૦૮ પત્નીઓમાં રાણીનો દરજ્જો માત્ર ૮ ને જ હતો. જોકે આ વાત કોઈ પણ યુગમાં સ્વીકારાઈ નથી, પણ આજના સમયમાં આ વાતના વખાણ આ પ્રકારના વાક્યથી કરવા યોગ્ય નથી.

લાલચ અને ઈર્ષા

આજના યુગમાં જો એક પત્નીની હયાતી હોવા છતાં તમે બીજા લગ્ન કરો તો આપણો સમાજ અને કાયદો પણ તમને અપરાધી ગણે છે, કારણ કે આજના સમયમાં સમાજ અને કાયદો બંને તેની વિરુદ્ધ છે. આજે તો પહેલી પત્ની પણ પોલીસ ઈન્સ્પેક્ટરથી વધારે ગુસ્સે થઈ જશે. આ સ્થિતિમાં સત્યભામાની કહાણીને વારંવાર કહીને એકથી વધારે મહિલાઓ સાથેના સંબંધને મહિમામંડિત કેમ કરવામાં આવી રહ્યો છે?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 2020