સલામતીથી બનેલો સબંધ જ્યારે રેપમાં ખપાવાય

Grihshobha - Gujarati|June 2020

સલામતીથી બનેલો સબંધ જ્યારે રેપમાં ખપાવાય
નિર્દોષ હોવા છતાં જ્યારે તમારી પર યોન શોષણનો આરોપ મૂકવામાં આવે, તો હકીક્ત સાબિત કરવામાં આ રીત તમને મદદરૂપ બની શકે છે...

આમ તો અવારનવાર રેપના કિસ્સા સામે આવતા રહે છે, પરંતુ ઘણી વાર એવા કિસ્સા પણ સામે આવે છે, જેમાં પ્રેમિકાએ પ્રેમી પર રેપનો આરોપ મૂક્યો હોય. જોકે આ કિસ્સામાં સત્ય ચોંકાવી દેનારા હોય છે.

પ્રયાગરાજથી દિલ્લી આવેલા વિશાલની કહાણી પણ આવી જ ચોંકાવી દેનારી છે. વિશાલ દિલ્લીમાં ગર્લફ્રેન્ડ કંચન સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો. બંને સાથે રહીને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા. તેઓ સાથે જ કોચિંગ ક્લાસમાં જતાઆવતા હતા અને પોતાનો મોટાભાગનો સમય એકબીજાની સાથે પસાર કરતા હતા.

વિશાલ પોતાની કરિયર બાબતે સીરિયસ હતો, જ્યારે કંચન કરિયર કરતા વધારે સીરિયસ વિશાલ બાબતે હતી અથવા તો એમ કહો કે કંચન વિશાલ સાથે પોતાનું ભવિષ્ય જોવા લાગી હતી.

યૂપીના બલિયાની રહેવાસી કંચનનો સ્વભાવ થોડો જિદી અને તામસી હતો. દિલ્હી આવ્યા પછી તેનામાં થોડો બદલાવ જરૂર આવ્યો. વિશાલ અને કંચનની મુલાકાત દિલ્લીમાં થઈ હતી. પછી જોતજોતામાં બંને એકબીજાની નજીક આવ્યા.

જોકે આ આત્મીયતા વિશાલ માટે ભયજનક સાબિત થશે તેનો તેને અંદાજ પણ નહોતો. એક જ ફ્લેટમાં રહેવા છતાં વિશાલે ક્યારેય કંચન સાથે સેક્સ સંબંધનો પ્રયત્ન નહોતો કર્યો. બંને એકબીજાની નજીક તો આવ્યા હતા, પરંતુ એક સીમામાં રહીને.

વિશાલ પોતાના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો અને તેના પેરટ્સ ઈચ્છતા હતા કે તે જલદી લગ્ન કરી લે. એક તરફ વિશાલની પરીક્ષા શરૂ થવાની હતી, જ્યારે બીજી તરફ લગ્નનું દબાણ હતું. વિશાલે પોતાના પરિવારજનોને ગુસ્સામાં કહી દીધું કે જો પરીક્ષા ક્લીયર થશે તો તે જલદી લગ્ન કરી લેશે.

૨ મહિના પછી વિશાલનું રિઝલ્ટ આવ્યું, જેને જોઈને કંચનની પગ નીચેથી જમીન સરકી ગઈ. વિશાલે પરીક્ષા પાસ કરી લીધી હતી.

હવે કંચનને ડર હતો કે વિશાલ તેનાથી દૂર થઈ જશે. જોકે વિશાલ તો ખૂબ ખુશ દેખાતો હતો, કારણ કે તેને તેની મહેનતનું ફળ મળ્યું હતું. તેના પરિવારજનો પણ ખૂબ ખુશ હતા.

હવે કંચનના વ્યવહારમાં બદલાવ દેખાવા લાગ્યો. તેની દરેક વાતમાં ગુસ્સો અને ચીડિયાપણું હતા. વિશાલ પણ આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ તેણે કંચનને કંઈ ન કહ્યું. જોકે સંબંધની શરૂઆતમાં જ વિશાલે કંચનને કહી દીધું હતું કે તે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી અને આ વાત પર કંચન પણ વિશાલ સાથે સહમત હતી, પરંતુ હવે તે તેની પર પોતાનો અધિકાર જમાવવા લાગી હતી, પરંતુ વિશાલ તો તેની આ હરકતને નજરઅંદાજ કરતો હતો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020