મેટ્રોમાં થાય છે અંગત વાતો

Grihshobha - Gujarati|June 2020

મેટ્રોમાં થાય છે અંગત વાતો
મારો અનુભવ એટલો રોમાંચક રહ્યો છે કે વાંચ્યા પછી કોઈ પણ કહેશે કે મેટ્રોમાં જો યાત્રા ન કરી તો તમે બીજું શું કર્યું...

છેલ્લા બે મહિનાથી મેટ્રોની મુસાફરી કોરોના મહામારીને લઈને સદંતર બંધ હતી. આ પહેલાં મેટ્રોની મુસાફરી ક્યાંક ફરવા જવાથી ઓછી નથી લાગતી. આખરે કેમ ન લાગે, કારણ કે આ સફરમાં એટલું મનોરંજન મળી રહે છે. હકીકતમાં મેટ્રોમાં લોકો સફર નથી કરતા, પણ સફર કરે છે અઢળક વાત અને રહસ્યોની. આ રહસ્યો વિશે કોઈ તેમને પૂછતું તો નથી, પણ લોકો સ્વયં પોતાના રહસ્યો પરથી પડદા ઉઠાવતા હોય છે. લોકડાઉન દરમિયાન મેટ્રો મુસાફરીના અનેક રસપ્રદ પાસા પર ધ્યાન ગયું.

થોડા સમય પહેલાંની વાત છે. હું દ્વારકા સેક્ટર ૯ થી મેટ્રોમાં ચઢી હતી, મારું અંતિમ સ્થાન ઝડેવાલા હતું, મારી પાસે સારો એવો સમય હતો કે મારી પાસેનું પુસ્તક ખોલીને વાંચી શકું. મારી બાજુની સીટ પર ૨ છોકરીઓ આવીને બેઠી અને એટલા મોટા અવાજમાં વાતો કરવા લાગી કે મારું ધ્યાન પુસ્તકમાંથી દૂર થઈને તે બંનેની વાત પર જઈને અટકી ગયું.

“યાર, આ લિપસ્ટિક ખૂબ સારી છે, તુંપણ ખરીદી લે.” પહેલી છોકરીએ કહ્યું.

“કેટલા રૂપિયાની છે?” બીજીએ પૂછ્યું.

"માત્ર ૩૦૦ ની છે.”

“આટલી મોંઘી?” બીજીનું મોં પહોળું થઈ ગયું, “મારે નથી જોઈતી. ૧૦૦ રૂપિયાની હોત તો કદાચ હું લઈ પણ લેત.

“વાંધો નહીં. હું તને બીજી લાવીને આપીશ. ઠીક છે?”

પછી બંને ધીમેધીમે વાતો કરવા લાગી ત્યારે મારું ધ્યાન પણ તેમના પરથી દૂર થઈ ગયું, પરંતુ હજી થોડી મિનિટો જ થઈ હતી કે મારા કાનમાં તેમનો અવાજ ફરીથી સંભળાવા લાગ્યો. જોકે આ વખતે વાત થોડી મજા પડે એવી હતી.

“યાર, હું લગ્ન કરીને એક ગરીબ ઘરમાં જવા ઈચ્છું છું.” બીજી છોકરીએ કહ્યું.

"કેમ?” પહેલી છોકરીએ પૂછ્યું.

"કારણ કે હું ઈચ્છું છું કે જે ઘરમાં જાઉં ત્યાં મારું જ ચલણ રહે. હું મારી મહેનતથી ઘર વસાવીશ અને મારો પતિ પણ મને પ્રેમ કરે, માન આપે અને દારૂ પીને ન આવે તેમજ મારું સાંભળે.”

આ વાત સાંભળીને મને મનોમન હસવું આવી ગયું, કારણ કે તે છોકરીની ઉંમર હજી તો ૧૯ વર્ષની પણ નહોતી લાગી રહી, પરંતુ તેને જાણ હતી કે તેને શું જોઈએ છે, પતિ અને અધિકાર જ્યારે બીજી તરફ એક હું હતી જેણે એટલું પણ નહોતું વિચાર્યું કે આજે લંચમાં શું ખાવાનું છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020