જાણી અજાણી

Grihshobha - Gujarati|June 2020

જાણી અજાણી
મારા લગ્ન લગભગ ૪ વર્ષ પહેલાં દિલ્લીમાં થયા હતા. પતિ બિઝનેસમેન છે. અમારા એરેન્જ મેરેજ હતા. શરૂઆતમાં પતિ સાથે થોડી ખટપટ રહેતી હતી, પરંતુ ધીરે ધીરે અમે એકબીજાને સમજવા લાગ્યા અને બધું બરાબર ચાલવા લાગ્યું, પરંતુ આ સમય દરમિયાન મારા જેઠાણી જે ઉપરના માળે રહેતા હતા તેમનું અચાનક મરણ થઈ ગયું. તેમના ૨ બાળકો છે, જે હવે એટલા મોટા થઈ ગયા છે કે જાતે પોતાની સારસંભાળ રાખી શકે તેમ છે.

મારા જેઠની નજીકમાં જ કપડાની દુકાન છે. તેઓ ઘણી વાર મારા પતિની ગેરહાજરીમાં પણ અમારા ઘરે આવતાજતા રહેતા હતા. જેઠાણીના મૃત્યુ પછી મારા મનમાં પણ તેમના માટે સહાનુભૂતિની લાગણી રહેતી હતી, પરંતુ તેમનો વ્યવહાર હવે થોડો અલગ રહેવા લાગ્યો હતો. તેઓ ઘણી વાર મારી નજીક આવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. એક દિવસ તો શરમ મૂકીને મને શારીરિક સંબંધ બાંધવાનો આગ્રહ કરવા લાગ્યા.

જોકે મેં તેમને તે સમયે ગમે તેમ કરીને ટાળી દીધા અને ઘરમાંથી જતા રહેવાનું કહી દીધું, પરંતુ હવે મને ડર રહે છે કે કોણ જાણે ક્યારે તેઓ ફરીથી આવા ઈરાદાની સાથે ફરીથી આવી જશે તો. મારા પતિ સાથે પણ આ સંદર્ભમાં વાત કરતા મને ખચકાટ થાય છે, કારણ કે તેઓ પોતાના મોટાભાઈને ખૂબ માન આપે છે. મને ડર છે કે ક્યાંક તેઓ મને જ દોષી ન માની લે. તમે જ જણાવો હું શું કરું?

સૌપ્રથમ તો તમારે કોઈ પણ ડર વિના અથવા ખચકાટ વિના પોતાના પતિ સાથે આ વિશે વાત કરવી જોઈએ. તેમને વિશ્વાસમાં લઈને પોતાનો ડર જાહેર કરવો જોઈએ. તેમ છતાં પણ જો તેઓ માને નહીં તો કોઈ સમયે તક જોઈને પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કરો.

જેઠ જ્યારે પણ દરવાજો ખખડાવે ત્યારે તમારા ફોનનું વોઈસ રેકોર્ડર ઓન કરીને દરવાજો ખોલો. આમ કરવાથી જેઠ જો કોઈ અયોગ્ય વાત અથવા માંગણી કરશે અથવા કોઈ અનૈતિક હરકત કરશે તો બધું રેકોર્ડ થઈ જશે અને ત્યાર પછી તમે તમારા પતિને આ રેકોર્ડિંગ પુરાવા તરીકે સંભળાવી શકો છો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020