લોકડાઉનમાં સમજાયું સંબંધ અને ખુશીનું કનેક્શન

Grihshobha - Gujarati|June 2020

લોકડાઉનમાં સમજાયું સંબંધ અને ખુશીનું કનેક્શન
સતત દોડતા જીવનમાં લોકડાઉનનો સમય દરેકને સબક આપી ગયો. મનમાં શાંતિ અને જીવનમાં ઉમંગની કમી હતી સમય સાથે મહત્ત્વના સંબંધોને નિભાવવાની રીત બદલો...

અનુભવ નવોનવો મેનેજર બન્યો હતો. હવે તેના જીવનમાં એક જ વસ્તુનું મહત્વ બાકી રહ્યું હતું અને તે હતું કામ, તે સિવાય તે ક્યાંય પોતાના સમયનો દુરુપયોગ નહોતો કરતો. ત્યાં સુધી કે સંબંધોને સાચવવા અથવા મિત્રો સાથે હસીમજાક પણ નહીં. તે સવારે ઓફિસ જતો અને પૂરો દિવસ ફાઈલોમાં જ ખોવાયેલો રહેતો. ઘરે અડધી રાત્રે આવતો. ત્યાં સુધીમાં તો તેના બાળકો ઊંઘી જતા હતા. પત્ની સાથે પણ માત્ર કામની જ વાત કરતો. બાકીનો સમય મોબાઈલ કે લેપટોપમાં બિઝી રહેતો. લોકડાઉનની અણધારી મુસીબત અને કોરોનાના કેર વચ્ચે વર્ક ફ્રોમ હોમ અનુભવ માટે નવો સબક લઈને આવી. શરૂઆતમાં અનુભવ ખૂબ ચિડાયેલો રહેતો, બધા પર ગુસ્સે થતો. નોકરીની ચિંતા અને ઘરની જવાબદારીના બોજ હેઠળ તેની માનસિક સ્થિતિ વધારે કથળવા લાગી હતી.

એક દિવસ અનુભવના એક ડોક્ટર મિત્રે તેને સારા સંબંધની આવશ્યકતા અને માનસિક ખુશીના સ્વાથ્ય પર થતી અસર વિશે વિસ્તારથી જાણકારી આપી. તેને જીવન જીવવાની યોગ્ય રીત શિખવાડી. ત્યાર પછી અનુભવને સમજાયું કે સંબંધથી દૂર જઈને તે ક્યારેય આગળ નહીં વધી શકે. જીવનમાં અણધારી મુસીબતમાં ગુસ્સાથી નહીં ધીરજ અને સમજદારી તેમજ સહકારથી આગળ વધી શકાશે. સમયસર છોડની જેમ સંબંધને પ્રેમ અને વિશ્વાસના પાણીથી સિંચતા રહેવું ખૂબ જરૂરી છે.

લોકડાઉને સંબંધને જાળવવા માટેની તક આપી છે તેનો ભરપૂર લાભ લેવો જોઈએ.

જિંદગીને વધારે સીરિયસલી ન લો

કેટલાક લોકો જિંદગીને એટલી ગંભીરતાથી લે છે કે તે જીવનમાં નાની મોટી મુશ્કેલીને સ્વીકારી નથી શકતા અને ડિપ્રેશન અનુભવે છે, જ્યારે વ્યક્તિએ જીવનની કોઈપણ સ્થિતિમાં શાંત, સ્થિર અને મજબૂત રહેવું જોઈએ. લોકો સાથે વાદવિવાદ ન કરવો. શાંત રહેવાથી સંબંધમાં ગાંઠ નહીં પડે અને તમારું મન ખુશ રહેશે.

થેંકફુલનેસ ખૂબ જરૂરી છે

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 2020